ઓટો ક્ષેત્ર માટે માઠા સમાચારઃ જીએસટી કાઉન્સિલની બેઠકમાં દરમાં રાહતની આશા નહીં

શુક્રવારના રોજ જીએસટી કાઉન્સિલની મહત્વની બેઠક મળવાની છે, આ બેઠકમાં કેટલાક ક્ષેત્રોને રાહત મળી શકે છે, પરંતુ ઓટોમોબાઈલ ક્ષેત્રને રાહત મળવાની કોઈ આશા જણાતી નથી. 
 

ઓટો ક્ષેત્ર માટે માઠા સમાચારઃ જીએસટી કાઉન્સિલની બેઠકમાં દરમાં રાહતની આશા નહીં

નવી દિલ્હીઃ શુક્રવારે જીએસટી કાઉન્સિલની(GST Council) મહત્વની બેઠક મળવાની છે. આ બેઠકમાં કેટલાક ક્ષેત્રોને રાહત મળી શકે છે, પરંતુ ઓટોમોબાઈલ ક્ષેત્રને(Automobile Sector) રાહત મળવાની કોઈ આશા જણાતી નથી. એવું કહેવાય છે કે ફિટમેન્ટ કમિટી ઓટો પર GST ઘટાડવાના પક્ષમાં નથી. કમિટી દ્વારા GSTના દરમાં ઘટાડાથી મહેસુલી આવકને મોટું નુકસાન થવાની સંભાવના વ્યક્ત કરાઈ છે. ઉલ્લેખનીય છે કે, ઓટોમોબાઈલ ઈન્ડસ્ટ્રી અત્યારે મંદીમાંથી પસાર થઈ રહી છે. 

GST કાઉન્સીલમાં કયા નિર્ણયો લેવાઈ શકે 
- રેલવે રોલિંગ સ્ટોર ઈન્ડસ્ટ્રીની માગને ફિટમેન્ટ કમિટીએ સ્વીકારી છે. 
- વેગન અને મેટ્રો મેન્યુફેક્ચરર્સનું રોકડનું સંકટ દૂર કરવાનો પ્રયાસ. 
- ફિનિશ્ડ પ્રોડક્ટ્સ પર GST 5% થી ઘટાડી 12% કરવાનો પ્રસ્તાવ છે. 
- સ્ટીલ જેવા કાચા માલ પર 18% જીએસટીથી ઇનપૂટ ક્રેડિટ સાથે સંકળાયેલી મુશ્કેલીઓ
- ફિનિશ્ડ પ્રોડક્ટ્સ પર 12% જીએસટીથી ઈન્ડસ્ટ્રીને રાહતની સંભાવના. 

ઓટોમોબાઈલ ક્ષેત્રને ઝટકો!
- ફિટમેન્ટ કમિટી દરમાં ઘટાડો કરવાના પક્ષમાં નથીઃ સૂત્ર
- ઓટો પર જીએસટી દર ઘટાડવાનો કોઈ પ્રસ્તાવ નથીઃ સૂત્ર
- જીએસટી ઘટાડાથી મહેસુલી આવકને નુકસાનની સંભાવના. 
- કેટલાક સેગમેન્ટમાં કમ્પેન્સેશન સેસમાં ફેરફારની શક્યતા. 
- બિસ્કિટ પર જીએસટી દરમાં કોઈ ફેરફાર થશે નહીં- સૂત્ર
- ટીવીના જીએસટી દરમાં પણ કોઈ ફેરફાર નહીં થાયઃ સૂત્ર
- ચાંદી, પ્લેટિનમના નિકાસ પર જીએસટી દરમાં ફેરફારની સંભાવના. 

હીરા ઉદ્યોગને મળશે મોટી ભેટ
- જોબવર્ક સર્વિસ પર 5% જીએસટી ઘટાડીને 1.5% કરવાનું સુચન. 
- ફિટમેન્ટ કમિટિએ જીએસટી ઘટાડો કરવા કર્યું સુચન.
- જોબવર્ક પર 5% જીએસટીથી ઈનપુટ ટેક્સ ક્રેડિટ વધી છે. 
- જીએસટીમાં અંતરના કારણે મોટા સ્તરે ઈનપુટ ટેક્સ ક્રેડિટ જમા થઈ. 

સેમી પ્રીશિયસ સ્ટોન પર ઘટશે જીએસટી?
- જીએસટીનો દર 3%થી ઘટાડી 0.25% કરવાનો પ્રસ્તાવ.
- ફિટમેન્ટ કમિટિએ પણ જીએસટી ઘટાડવા કર્યું સુચન.
- એક્સપોર્ટને પ્રોત્સાહન આપવાનો પ્રયાસ કરાશે. 
- જીએસટીના કારણે મોટા પ્રમાણમાં મૂડી ફસાઈ ગઈ હોવાની દલીલ. 

સિલ્વર, પ્લેટિનમ પર દૂર થશે જીએસટી
- એક્સપોર્ટ પર જીએસટી દૂર કરવાનો પ્રસ્તાવ. 
- જીએસટી 3%થી ઘટાડીને 0% કરવાનો પ્રસ્તાવ. 
- એક્સપોર્ટને પ્રોત્સાહન આપવાની કવાયત. 

હોટલ ઈન્ડસ્ટ્રીને જીએસટીમાં મળશે રાહત?
- 5 સ્ટાર હોટલને રાહત મળવાની સંભાવના છે. 
- ઈન્ડસ્ટ્રીના વાર્ષિક નફામાંથી 70-75% નફો બીજા ત્રિમાસિક ગાળામાં આવે છે. 
- લક્ઝરી હોટલમાં વધતી ઓક્યુપન્સીથી ARR માં સારો સુધારો થયો. 
- આ વર્ષે હોટલના શેરોમાં ઘણો ઘટાડો થયો છે. 

હોટલ ઈન્ડસ્ટ્રી માટેના પ્રસ્તાવ
- પ્રસ્તાવ-1 : 7500/+ નાઈટના ટેરિફ પર જીએસટી 28%થી ઘટાડી 18% કરવાનો પ્રસ્તાવ. 
- પ્રસ્તાવ-2 : 28% જીએસટી રૂ.7500/+ના બદલે રૂ.10,000/+ના ટેરિફ પર લગાવાશે. 
- પ્રસ્તાવ-3 : આઉટડોર કેટરિંગ પર જીએસટી 18%ના બદલે 5% કરવાનો પ્રસ્તાવ. 

હોટલ ઈન્ડસ્ટ્રીમાં વર્તમાન જીએસટી દર 
ટેરિફ/નાઈટ(જીએસટી દર)
રૂ.1000/ (0%)
રૂ.1000- 2,499.99 (12%)
રૂ.2,500- 7,499.99 (18%)
રૂ.7,500/ + (28%)

જુઓ LIVE TV....

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news