નવી દિલ્હીઃ રાજદ્રોહના આરોપમાં ધરપકડ કરાયેલા જવાહર લાલ નેહરુ યુનિવર્સિટી (JNU)ના વિદ્યાર્થી શરજિલ ઇમામને 5 દિવસના પોલીસ રિમાન્ડ પર મોકલવામાં આવ્યો છે. આ પહેલા દિલ્હી પોલીસની ક્રાઇમ બ્રાન્ચ શરજિલ ઇમામને લઈને સાકેત કોર્ટ પહોંચી અને જજની સામે તેને રજૂ કરવામાં આવ્યો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ડીસીપી રાજેશ દેવ પ્રમાણે શરજિલ ઇમામની 5 દિવસના રિમાન્ડ માગવામાં આવ્યા હતા. બિહારના જહાનાબાદથી ધરપકડ કરાયેલ ઇમામને બુધવારે પટનાથી દિલ્હી લાવવામાં આવ્યો હતો. ધરપકડ બાદ જહાનાબાદથી કોર્ટથી મંગળવારે દિલ્હી પોલીસ શરજિલને ટ્રાન્ઝિટ રિમાન્ટ પર લીધો હતો. 


ગેરસમજણ દૂર, હવે અકાલી દળ દિલ્હી ચૂંટણીમાં કરશે ભાજપનું સમર્થન  

મહત્વનું છે કે થોડા દિવસ પહેલા શરજિલ ઇમામના બે વીડિઓ વાયરલ થયા હતા. આ વીડિયોમાં તે ભારતના ટુકડા કરવાની વાત કરી રહ્યો હતો. આ કારણે તેની વિરુદ્ધ આસામ, ઉત્તર પ્રદેશ, દિલ્હી અને અરૂણાચલ પ્રદેશમાં કેસ દાખલ કરવામાં આવ્યા હતા. શરજિલની દિલ્હી પોલીસે મંગળવારે બપોરે જહાનાબાદ, બિહારમાં તેના ઘરેથી ધરપકડ કરી હતી.


જુઓ LIVE TV


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


દેશના સમાચાર જાણવા માટે કરો ક્લિક...