નવી દિલ્હી: દેશની રાજધાની દિલ્હી (Delhi) ની પોલીસે એક એવી ગેંગ (Gang) નો ખુલાસો કર્યો છે કે જે રૂમ ભાડે (Rent) લીધા બાદ ચોરીનો ગુનો આચરીને રફુચક્કર થઈ જતી હતી. પોલીસે ગેંગના બે સભ્યોની ધરપકડ કરી છે. જેમાં એક મહિલા અને એક તેનો બોયફ્રેન્ડ (Boyfriend)  છે. પોલીસ હવેતે મહિલાના પતિને શોધી રહી છે. પોલીસને આ લોકો પાસેથી ચોરી (Theft) નો સામાન પણ મળી આવ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દિલ્હી: નાગરિકતા કાયદા વિરુદ્ધ જામિયામાં હિંસક પ્રદર્શન, 3 બસ ફૂંકી મારી, ફાયર બ્રિગેડ પર હુમલો 


સેન્ટ્રલ ડિસ્ટ્રિક્ટના ડીસીપી મંદીપ સિંહ રંધાવાના જણાવ્યાં મુજબ 22 નવેમ્બરના રોજ પહાડગંજ વિસ્તારના ચાંદીવાળી ગલીમાં એક મકાનમાંથી ચોરીનો ફોન આવ્યો. પોલીસ ઘટનાસ્થળે પહોંચી તો ઘરમાંથી કેશ અને જ્વેલરી ગાયબ હતાં.બધો સામાન વિખેરાયેલો પડ્યો હતો. ત્યારબાદ પહાડગંજના એસએચઓ સુનીલ ચૌહાણની ટીમે આ મામલે તપાસ શરૂ કરી તો શક ગયો કે મકાનમાં 4-5 દિવસ પહેલા જ 3 લોકો ભાડે રહેવા આવ્યાં હતાં અને તેઓ પોતાના રૂમમાંથી ગાયબ હતાં. ત્યારબાદ પોલીસે તે  લોકોની માહિતી ભેગી કરી.


મહિલા અને તેનો બોયફ્રેન્ડ
પોલીસે મકાન માલિકને પૂછ્યું તો તેમણે જણાવ્યું કે 3 લોકો હતાં જેમાં પતિ-પત્ની અને ત્રીજો વ્યક્તિ તેમનો સંબંધી હતો એમ તેમણે કહ્યું હતું. ત્યારે પોલીસને તેમના મોબાઈલના લોકેશન અને લોકલ ઈન્ટેલિજન્સ પાસેથી સૂચના મળી કે આ ત્રણેય યમુનાપારના કરતારપુરમાં રહે છે. પોલીસે ત્યાં દરોડો પાડ્યો અને તે મકાનમાંથી બે લોકોને પકડ્યાં. જેમાં મહિલા અને તેનો બોયફ્રેન્ડ ગગનદીપ સામેલ હતો. હવે પોલીસ મહિલાના પતિ  ગંગાસાગરને શોધી રહી છે.


રાહુલ ગાંધીના નિવેદનથી કોંગ્રેસ મુશ્કેલીમાં!, વીર સાવરકરના પૌત્ર કાળઝાળ, જાણો શું કહ્યું?


જ્વેલરી પણ મળી
પોલીસને બંને પાસેથી લગભગ 4.5 લાખ રૂપિયા કેશઅને ચોરી કરાયેલી જ્વેલરી પણ મળી. પોલીસે જ્યારે આ લોકોના કરતારપુર ઘરે પહોંચી તો તેમના ઘરનું બધુ ફર્નિચર નવું હતું જેને ચોરીના પૈસાથી ખરીદવામાં આવ્યું હતું. પોલીસે જાણવા માટે મથી રહી છે કે આ લોકોએ અત્યાર સુધી આવા કેટલા ગુના આચર્યા છે.


આ VIDEO પણ ખાસ જુઓ...



ઘરની બહાર રેકી કરતા હતાં
પોલીસે જણાવ્યું કે આ ત્રણેયની ત્રિપુટી ઘટનાને અંજામ આપતા પહેલા તે ઘરની બહારથી રેકી કરતા હતાં. ત્યારબાદ પછી જોતા હતાં કે ઘરમાં આવવા જવા માટે એક જ રસ્તો હોય. ઘરમાં કેટલા લોકો રહે ચે. ત્યારબાદ ઘરમાં રૂમ ભાડે લેતા હતાં. રૂમ  ભાડે લીધા બાદ 2-3 દિવસમાં તક સાધીને ચોરી  કરી ફરાર થઈ જતા હતાં. જ્યારે આ લોકો રૂમ ભાડે લેતા હતાં ત્યારે તે સમયે થોડો ઘણો જ સામાન પોતાની પાસે રાખતા હતાં.