delhi

સ્ટર્લિંગ બાયોટેક કેસમાં 29 કલાક અહેમદ પટેલની પૂછપરછ, EDએ 128 સવાલ પૂછ્યા

કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને ગુજરાતથી રાજ્યસભા સાંસદ અહેમદ પટેલની EDએ સ્ટર્લિંગ બાયોટેક બેન્ક ફ્રોડ કેસમાં ત્રણ દિવસોમાં પટેલને 128 સવાલો પૂછ્યા. EDની ત્રણ સભ્યોવાળી ટિમે ગુરુવારે અહેમદ પટેલની 11 કલાક પૂછપરછ કરી તો તે પહેલાં મંગળવારે પણ 10 કલાક પૂછપરછ કરી હતી. તો શનિવારે 8 કલાક પૂછપરછ કરી હતી.

Jul 3, 2020, 04:44 PM IST

ભારતમાં બનેલી બંને કોરોના વેક્સીનને બનાવવામાં ગુજરાતનો મોટો રોલ

કોરોના વાયરસના કેહેર વચ્ચે સારા સમાચાર મળી રહ્યા છે. ગુજરાતની કેડિલા ફાર્મા દ્વારા તૈયાર કરવામાં આવેલી રસીને માનવ પરીક્ષણ માટે મંજૂરી આપવામાં આવી છે. કેડીલા ફાર્મા દ્વારા ઇનહાઉસ રસી તૈયાર કર્યા બાદ તેને માનવ પરીક્ષણ માટે મંજૂરી આપવામાં આવી છે. આ સિવાય હૈદરાબાદના ભારત બાયોટેક દ્વારા તૈયાર થયેલી રસીનું પણ ગુજરાત કનેક્શન છે. કારણકે આ રસી બનાવનાર કંપનીનું મેન્યુફેક્ચરિંગ યુનિટ અંકલેશ્વરમાં આવેલું છે. રાજ્યમા કેડીલા સિવાય પણ અન્ય કંપનીઓ વેકસીન અને એન્ટી વાયરલ દવાઓ બનાવવા પણ પ્રયોગ કરી રહી છે.

Jul 3, 2020, 03:39 PM IST

દેશની બીજી COVID-19 Vaccine પણ તૈયાર, ઝાયડસ કેડિલાને મળી હ્યુમન ટ્રાયલની મંજૂરી

ડ્રગ કન્ટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા (DCGI) એ COVID-19 ના વેક્સીન ફેઝ 1 અને ફેઝ 2 ના માનવ પરીક્ષણને શરૂ કરવા અમદાવાદની ફાર્માસ્યુટિકલ કંપની ઝાયડસ કેડિલાને પરમિશન આપી દીધી છે. આ પરમિશન મેળવનાર ઝાયડસ કેડિલા દેશની બીજી કંપની છે. આ પહેલા હૈદરાબાદ સ્થિતિ ભારત બાયોટેક કંપનીને આ પરમિશન આપવામાં આવી છે. દુનિયાભરના ડ્રગ નિર્માતા કોરોના વાયરસની વિરુદ્ધ એક વેક્સીન તૈયાર કરવા માટે સતત પ્રયાસો કરી રહ્યાં છે. પરંતુ અત્યાર સુધી કોઈ પણ કંપનીને આ મામલે સફળતા મળી નથી. 

Jul 3, 2020, 08:52 AM IST

દિલ્હીમાં શરૂ થઇ દેશની પ્રથમ પ્લાઝ્મા બેંક, જાણો કોણ કરી શકે છે ડોનેટ

કોરોના વાયરસ (Coronavirus) જેવી મહામારીનો સામનો કરવા માટે રાજધાની દિલ્હીમાં પ્લાઝ્મા બેંક (Plasma Bank)ની શરૂઆત કરવામાં આવી છે. આ દેશની પ્રથમ પ્લાઝમા બેંક છે.

Jul 2, 2020, 09:36 PM IST

દિલ્હીમાં ખુલી દેશની પ્રથમ પ્લાઝમા બેંક, CM કેજરીવાલે કરી આ ખાસ અપીલ 

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ગુરુવારે પ્લાઝમા બેંકનું ઉદ્ધાટન કર્યું. જે દેશની પહેલવહેલી પ્લાઝમા બેંક છે. તેમણે દિલ્હીના લોકોને પ્લાઝમા ડોનેટ કરવાની અપીલ કરી. તેમણે કહ્યું કે પ્લાઝમા ડોનેટ કરવાથી કોઈ નબળાઈ આવતી નથી. પ્લાઝમા ડોનેટ કરવાની શરતો કડક જરૂર છે. 

Jul 2, 2020, 02:30 PM IST

કોરોનાથી સાજા થયા બાદ બોલ્યા દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રી, પ્લાઝ્મા થેરાપીથી બચ્યો જીવ

કોરોના વાયરસ (Coronavirus) સામે જંગ જીત્યા બાદ દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈને કહ્યું કે પ્લાઝ્મા થેરાપીએ કોરોના વાયરસ જેવી ઘાતક બીમારીથે તેમનો જીવ બચાવ્યો છે. તેમણે કહ્યું કે, હું રિકવર થઈ રહ્યો છું. જૈને કહ્યું કે, દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની પ્લાઝ્મા બેંકની જાહેરાત એક ક્રાંતિકારી પગલું છે. તેમણે કહ્યું કે, હું પ્રતિજ્ઞા કરું છું કે, હું પ્લાઝ્મા ડોનેટ કરીશ.

Jun 29, 2020, 08:35 PM IST

ED ને મળ્યા પુરાવા, દિલ્હીના રમખાણોના આરોપીઓ સાથે જોડાયેલા છે મૌલાના સાદના તાર

ઇડીએ મૌલાના મોહંમદ સાદની કુંડળી તૈયાર કરી લીધી છે. મરકજના દસ વર્ષના ખાતાને ખંગોળવા પર ઘણા એવા પુરાવા મળ્યા છે જે મૌલાના સાદ પર સકંજો કસવા માટે પુરતા છે.

Jun 29, 2020, 01:39 PM IST

દિલ્હીમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 2889 કેસ, અત્યાર સુધીમાં 83,077 સંક્રમિત

દિલ્હીમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 2889 કેસ સામે આવ્યા છે. આ સાથે જ રાષ્ટ્રીય રાજધાનીમાં કોરોના સંક્રમિતોની સંખ્યા વધીને 83,077 થઈ છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં 65 દર્દીઓના મોતની સાથે મૃત્યુઆંક વધીને 2623 થઈ ગયો છે. જો કે, સારા સમાચાર આ છે કે, અત્યાર સુધીમાં 60 ટાકથી વધારે કોરોના સંક્રમિત દર્દીઓ સાજા થઈ ઘરે પરત ફર્યા છે. છેલ્લા 24 કલાકમાં 3306 દર્દીઓ સાજા થયા છે. આ સાથે અત્યાર સુધીમાં 52,607 લોકો સાજા થયા છે.

Jun 28, 2020, 08:45 PM IST

દિલ્હીના ડેપ્યુટી સીએમ સિસોદિયાના નિવેદનથી દિલ્હીની પ્રજામાં ભય: અમિત શાહ

ગલવાન ખીણમાં ભારતીય સેનાના જવાનોની શહીદી બાદ પ્રથમ વખત અને કોરોના સંક્ટ સમયે ગૃહ મંત્રી અમિત શાહે ઇન્ટરવ્યૂમાં કહ્યું કે, દિલ્હીના ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાના નિવેદનથી દિલ્હીની પ્રજામાં ભય છે.

Jun 28, 2020, 04:28 PM IST

Coronavirus: 8 રાજ્યોમાં સૌથી વધુ કેસ, 85% દર્દીઓ અહીંના

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર દેશભરમાં કોવિડ-19ના 85.5 ટકા દર્દી અને દેશમાં મહામારીથી કુલ મોતમાંથી 87 ટકા મહારાષ્ટ્ર, દિલ્હી અને તમિલનાડુ સહિત આઠ રાજ્યોથી છે. મંત્રાલયે કહ્યું કે, તેમણે શનિવારના કોવિડ-19 પર મંત્રીઓના ગ્રુપને દેશમાં મહામારીની સ્થિતિ અને તેનો સામનો કરવા માટે સ્વાસ્થ્ય ક્ષેત્રના આધારભૂત ઢાંચાને તૈયાર કરવા માટે કરવામાં આવેલા પ્રયાસો પર જાણકારી આપી.

Jun 27, 2020, 10:02 PM IST

દેશમાં કોરોના વિસ્ફોટ, છેલ્લા 24 કલાકમાં રેકોર્ડ 18552 નવા કેસ નોંધાયા

સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા જણાવે છે કે છેલ્લા 24 કલાકમાં કોરોનાના 18552 નવા કેસ સામે આવ્યા છે, જ્યારે આ દરમિયાન 383 લોકોના મોત થયા છે. 
 

Jun 27, 2020, 11:24 AM IST

પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારાનો સિલસિલો યથાવત, જાણો આજના ભાવ

પેટ્રોલ (Petrol) અને ડીઝલ (Diesel)ના ભાવમાં સતત વધારો થઇ રહ્યો છે. ફરી એકવાર પેટ્રોલ અને ડીઝલના ભાવ વધી રહ્યા છે. પેટ્રોલના ભાવ 25 પૈસા વધ્યા છે અને ડીઝલના ભાવ 21 પૈસા વધ્યા છે. 

Jun 27, 2020, 08:27 AM IST

સુરતની કોવિડ હોસ્પિટલ પર રખાશે બાજ નજર, 30 સીસીટીવી લગાવાયા

સુરતમાં કોરોના સંક્રમિતોનો આંકડો સતત વધી રહ્યો છે. અહીં કુલ કેસોની સંખ્યા 4 હજારને પાર પહોંચી ચુકી છે, તો અત્યાર સુધી 151 લોકોના મૃત્યુ પણ થયા છે. 

Jun 27, 2020, 07:45 AM IST

દેશમાં કોરોના દર્દીઓની સંખ્યા પાંચ લાખને પાર, મહારાષ્ટ્રમાં 1.5 લાખથી વધુ સંક્રમિત

દેશમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યાં છે. તો શુક્રવારે દેશભરમાં નવા નોંધાયેલા કેસ બાદ કુલ સંક્રમિતોનો આંકડો પાંચ લાખને પાર પહોંચી ગયો છે. 
 

Jun 27, 2020, 07:29 AM IST

કોરોના સંક્રમણથી સ્વસ્થ થયા દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈન, હોસ્પિટલથી થયા ડિસ્ચાર્જ

કોરના (Coronavirus) સંક્રમણથી સ્વસ્થય થઈ દિલ્હીના સ્વાસ્થય મંત્રી સત્યેન્દ્ર જૈન (Satyendra Jain)ને મેક્સ હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. સત્યેન્દ્ર જૈનને 19 જૂનના દિલ્હીની રાજીવ ગાંધી સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલથી સાકેતના મેક્સ હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા. જ્યાં પ્લાઝ્મા થેરાપી આપવામાં આવી હતી. બે દિવસ આઈસીયૂમાં રહેવા બાદ તેમના સ્વાસ્થ્યમાં ઝડપથી સુધારો આવ્યો છે.

Jun 26, 2020, 07:12 PM IST

દિલ્હીમાં સતત વધી રહ્યાં છે કોરોનાના કેસ, CM કેજરીવાલે આપ્યું મોટું નિવેદન

દિલ્હીમાં કોરોના વાયરસ (Corona Virus) ના વધતા કેસ પર મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે (Arvind Kejriwal) નિવેદન આપ્યું છે. કેજરીવાલે કહ્યું કે ચિંતા કરવાની જરૂર નથી. છેલ્લા કેટલાક દિવસોથી દિલ્હીમાં કેસ ઝડપથી વધી રહ્યાં છે. કારણ કે ટેસ્ટિંગમાં ઝડપ આવી છે. કેજરીવાલે કહ્યું કે દિલ્હીમાં મોટાભાગના લોકોને કોરોનાના હળવા લક્ષણો જોવા મળી રહ્યાં છે. જેમાં હોસ્પિટલમાં દાખલ થવાની જરૂર રહેતી નથી, દર્દી પોતાના ઘરે જ સારવાર હેઠળ છે. તેમણે કહ્યું કે આગળ આઈસીયુવાળા બેડ વધારવામાં આવશે. 

Jun 26, 2020, 02:35 PM IST

પેટ્રોલ-ડીઝલની વધતી જતી કિંમતોના વિરૂદ્ધ પ્રદર્શન, બળદગાડા વડે ખેંચી ઓડી કાર

આજે ગુરૂવારે પેટ્રોલ-ડીઝલના ભાવમાં સતત 19મા દિવસે વધારો થયો છે. આજે પેટ્રોલની કિંમતમાં 14 પૈસાનો વધારો થયો છે અને ડીઝલ 16 પૈસા મોંઘુ થયું છે. તેના વિરૂદ્ધ રાજધાની દિલ્હીના મોતી નગરમાં વિરોધ પ્રદર્શન થયું. 

Jun 25, 2020, 04:59 PM IST

Coronavirus Update: દિલ્હીમાં કોરોના વિસ્ફોટ, હવે મુંબઈથી પણ વધુ ફેલાયું સંક્રમણ

દિલ્હીમાં આજે પણ 3788 પોઝિટિવ કેસ સામે આવ્યા છે, ત્યારબાદ કુલ સંક્રમિતોની સંખ્યા  70,390 થઈ ચુકી છે. તો મુંબઈમાં કુલ દર્દીઓની સંખ્યા  69,528 છે એટલે કે કોરોનાના મામલામાં દિલ્હીએ મુંબઈને પાછળ છોડી દીધું છે. 
 

Jun 24, 2020, 10:11 PM IST

દેશમાં કોરોના ચાર લાખને પાર, મહારાષ્ટ્રમાં એક જ દિવસમાં 3800થી વધારે કેસ

દેશમાં કોરોના વાયરસનો કહેર સતત વધી રહ્યો છે. દરરોજ હજારોની સંખ્યામાં કોરોના વાયરસનાં નવા કેસ સામે આવી રહ્યા છે. દેશમાં મહારાષ્ટ્ર, તમિલનાડુ અને દિલ્હી કોરોના વાયરસના કારણે સૌથી વધારે પ્રભાવિત છે. બીજી તરફ હવે દેશમાં કોરોના વાયરસનાં દર્દીઓનો આંકડો ચાર લાખને પાર થઇ ચુક્યો છે.

Jun 21, 2020, 12:41 AM IST

દિલ્હીમાં સરકારી હોસ્પિટલોના કર્મચારીઓની રજાઓ રદ્દ, ઉપરાજ્યપાલે પોતાનો નિર્ણય પરત લીધો

દિલ્હી અને કેન્દ્ર સરકારના લાખ પ્રયત્નો છતાં રાજધાનીમાં કોરોનાના કેસ દરરોજ નવો રેકોર્ડ બનાવી રહ્યાં છે. તેને ધ્યાનમાં રાખતા દિલ્હી સરકારે હોસ્પિટલોના ડોક્ટરો અને સપોર્ટ સ્ટાફ સહિત સ્વાસ્થ્ય વિભાગના બધા કર્મચારીઓની રજા રદ્દ કરી દીધી છે.

Jun 20, 2020, 06:07 PM IST