theft

અમદાવાદ: ચોરી કરવાની આ હતી મોડસ ઓપરેન્ડી, LCBના હાથે 5 આરોપીઓ ઝડપાયા

અમદાવાદ ગ્રામ્ય એલસીબીએ ઘરફોડ ચોરી કરતી ગેંગને ઝડપી પાડી છે. છેલ્લા એકાદ વર્ષ દરમિયાન સાથે ગુનાઓને અંજામ આપનાર આ ટોળકીના બે શખ્સો રીઢા ગુનેગાર છે. હાલ તો ચોરીનો ચાર લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કરી પોલીસે પાંચ આરોપીઓની ધરપકડ કરી છે.

Aug 26, 2020, 10:02 AM IST

વડોદરા : ચોરીમાં વપરાયેલા કટરથી ગયો ચોરનો જીવ, લોકર તોડતા ત્યાં જ ઢળી પડ્યો....

વડોદરામાં આજે અજીબોગરીબ ઘટના બની હતી. ફાઈનાન્સ કંપનીમાં ઘૂસેલા ચોરનું મોત નિપજ્યું હતું. આ ચોરનુ મોત કેવી રીતે થયું તે પણ અચરજ પમાડે તેવી વાત છે. લોકર ચોરી દરમિયાન ચોરથી કટરનો ખોટી રીતે ઉપયોગ થયો હતો અને પોતે જ એ કટરથી મોતે ભેટ્યો હતો.  

Aug 9, 2020, 02:10 PM IST

મિત્ર એજ કરી મિત્રનાં ઘરમાં ચોરી, રેલવે પોલીસે ચાલુ ટ્રેને ઝડપી લાખોની મત્તા રિકવર કરી

અમદાવાદ રેલવે LCBએ ગણતરીનાં કલાકોમાં ગીર-સોમનાથમાં થયેલી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલ્યો છે. સુત્રાપાડા વિસ્તારમાં બિલ્ડીંગ કોન્ટ્રાકટરનાં ઘરમાં થયેલ ચોરીમાં એક આરોપીને રેલવે LCB એ ચાલુ રાજધાની ટ્રેનમાંથી દબોચ્યો. નાની ઉંમરે શોર્ટકટમાં રૂપિયા કમાવવા મૂળ મેરઠના અને હાલ દિલ્હીમાં રેહતા નકુલ જાટવ નામનાં 19 વર્ષીય શખ્સે પોતના મિત્રનાં ઘરમાં જ હાથફેરો કર્યો અને ફરાર થયો.

Jul 10, 2020, 09:43 PM IST

થઈ જજો સાવધાન: આ પ્રકારની પણ ગેંગ થઈ છે સક્રિય, પોલીસે 4 આરોપીની કરી ધરપકડ

ગુજરાતમાં ચોરી લૂંટના બનાવ આમ બન્યા છે. પરંતુ લૂંટ માટે નવો જ કીમિયો અપનાવનાર લૂંટારુઓને ઝડપી અમદાવાદ ગ્રામ્ય પોલીસે અનેક ગુનાઓના ભેદ ઉકેલ્યા છે. જે ગેંગ નેશનલ અને સ્ટેટ હાઇવે પર રાત્રીના સમયે સ્ત્રીનો વેશ ધારણ કરીને લૂંટ કરતા હતા. લૂંટ કરતી ડફેર ગેંગના 4 આરોપીઓની શું હતી મોડેસ ઓપરેન્ડી આવો જોઇએ આ અહેવાલમાં...

Jul 1, 2020, 05:36 PM IST

અમદાવાદ: શાહીબાગના કોર્પોરેટર તરબુચ ખરીદતા રહ્યા અને ગઠીયાઓ પર્સ લઇને રફુચક્કર થયા

ગુજરાતમાં તબક્કાવાર લોકડાઉન બાદ અનલોક 1.0ની શરૂઆત થઇ ચુકી છે. બે મહિનાથી પણ વધારે સમયથી ઘરમાં પુરાઇ રહેલા લોકો ધીરે ધીરે બહાર નિકળી રહ્યા છે. જો કે તસ્કરો પણ ફરી એકવાર બેફામ બન્યા છે. હાલમાં જ શાહીબાગનાં કોર્પોરેટરનું પર્સ ચોરી થઇ જતા પોલીસ ફરિયાદ દાખલ થઇ છે. શાહીબાગ વોર્ડનાં ભાજપમા મહિલા કાઉન્સિલર પ્રતિભા જૈનનું પર્સ તેમની એક્ટિવા પરથી જ ચોરી થઇ ગયું હતુ.

Jun 5, 2020, 09:33 PM IST

રાજકોટમાં 25 લાખની ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો, નેપાળી શખ્સની ધરપકડ

રાજકોટનાં મવડી ગામમાં બે મહિના પહેલા થયેલી 25 લાખની ઘરફોડ ચોરીનો પોલીસે ભેદ ઉકેલી નાખ્યો છે. ઘરકામ કરવા આવતી કામવાળી નિરજા નેપાળીએ પતિ સાથે મળીને ઘરફોડ ચોરીને અંજામ આપ્યો હતો. જોકે નવાઇની વાત એ છે કે, બેંગ્લોરથી બે પ્રોફેસનલ ચોરને રાજકોટ બોલાવીને ચોરીને અંજામ આપ્યો હતો. હાલ તો પોલીસે નેપાળી શખ્સની ધરપકડ કરી 3.73 લાખનાં સોનાનાં દાગીના કબજે કરી તપાસ શરૂ કરી છે.

May 29, 2020, 06:29 PM IST

આધુનિક ચોર: ઘરનો સામાન ચોરી ઓળખ ન થાય તે માટે DVRની ચોરી કરતા હતા

* ડુંગરપુરની ઘરફોડ ગેંગનો થયો પર્દાફાશ
* સોલા હાઇકોર્ટ પોલીસે 7 શખ્સોની કરી ધરપકડ
* મુખ્ય આરોપી સાથે બેની શોધખોળ ચાલુ
* ૯ ઘરફોડચોરીનો ભેદ ઉકેલી પોલીસે ચોરીનો મુદ્દામાલ કબ્જે કર્યો

Mar 6, 2020, 11:41 PM IST
Savdhan Gujarat: Ahmedabad Theft Case, Accused Captured In CCTV PT3M58S

સાવધાન ગુજરાતઃ વેપારીના લાખો રૂપિયા ભરેલી બેગની ચોરી, આરોપી CCTVમાં કેદ

અમદાવાદ શહેરના પાંચકુવા વિસ્તારમાં એક વેપારીને ધરમ કરવા જતા ધાડ પડી... કાપડનો ધંધો કરતા ઈસ્માઈલ ભાઈ સાંજના સમયે દુકાન ખુલ્લી રાખીને નમાઝ પડવા ગયા... એ જ સમયે અજાણી મહીલા દુકાનમાંથી રૂપિયા 2.72 લાખ ભરેલી રોકડ બેગ લઈને ફરાર થઈ ગઈ... કેવી રીતે મહિલાઓ કરી ચોરી જોઈએ આ અહેવાલમાં...

Mar 4, 2020, 11:50 PM IST
Savdhan Gujarat: 12 Tola Gold Theft Case In Valsad PT3M39S

સાવધાન ગુજરાતઃ વલસાડમાં તસ્કરોનો તરખાટ, લાખોની ચોરીને આપ્યો અંજામ

વલસાડ શહેર નજીક આવેલા મોટી ચણવઇના દેસાઈ ફળિયામાં મહાદેવભાઈ રમણભાઈ પટેલ તેમના ઘરમાં રહે છે... મહાદેવભાઈ અને તેમનો પરિવાર રાત્રે ગાઢ નિંદ્રામાં હતા ત્યારે મંગળવારની રાત્રે અચાનક જ કેટલાક તસ્કરોએ તરખાટ મચાવ્યો.... તેઓ ઘરમાં પ્રવેશ્યા અને ઘરમાંથી અંદાજે 12 તોલાના સોનાના દાગીના અને 30 હજારની રોકડ રકમની ચોરી કરી હતી....

Mar 4, 2020, 11:45 PM IST

મુંબઈથી રાજકોટ આવીને ચોરી કરનાર આ ચોરની મોડસ ઓપરેન્ડીથી તમારું મગજ ચકરાઈ જશે

રાજકોટ પોલીસે (Rajkot police) એક એવા શખ્સની ધરપકડ કરી છે જે ચોરી કરવા મુંબઈથી રાજકોટ (Rajkot) આવતો હતો. મકાન ભાડે રાખવાનું છે કહીને ફ્લેટની રેકી કરતો હતો અને પછી ચોરીની ઘટનાને અંજામ આપતો હતો. હાલ તો પોલીસે મુંબઈનાં આ તસ્કરની ધરપકડ કરી 36 હજારનાં મુદ્દામાલ કબજે કર્યો છે. મુંબઇનો આ તસ્કર હવે પોલીસ સકંજામાં આવી ચૂક્યો છે.

Mar 2, 2020, 04:54 PM IST
Theft At A Jewelers Shop In Varachha Of Surat PT3M

સુરતના વરાછામાં જ્વેલર્સની દુકાનમાં ચોરી

સુરતના વરાછા વિસ્તારમાં ચોરીની ઘટના સામે આવી છે. ખોડિયાર નગર રોડ પર આવેલી નાણાં ધીરનારની દુકાનમાંથી 1 લાખ 7 હજારની ઉઠાંતરીનો મામલો સામે આવ્યો છે. પ્રવીણ જે ચોકસી નામની દુકાનમાંથી નજર ચૂક કરી પૈસાની ઉઠાંતરી થઇ હતી. છુટ્ટા પૈસા લેવા આવેલા બે ઈસમ ઈસમોએ આ કારસ્તાન કર્યું હતું. છુટ્ટા પૈસાની વાતમાં ચઢાવી પૈસા લઈ ફરાર થાઇ ગયા હતા.

Feb 4, 2020, 07:00 PM IST
3 Crore Diamond Theft In Surat PT3M46S

સુરતમાં 3 કરોડના ડાયમંડની ચોરી, પોલીસ પહોંચી ઘટના સ્થળે

સુરતના કતારગામે આવેલી HVK ડાયમંડની દુકાનમાં ચોરીની ઘટના સામે આવી છે. રૂપિયા 3 કરોડની ચોરી થઇ હોવાનું જાણવા મળી રહ્યું છે. કતારગામ પોલીસ અને ઉપરી અધિકારીની ટીમ ઘટના સ્થળ પર પહોચી વધુ તપાસ હાથ ધરી છે.

Jan 17, 2020, 08:50 PM IST
Theft Of 32 kg Of Silver In Jamnagar PT3M37S

જામનગરમાં 32 કિલો ચાંદીના જથ્થાની ચોરી

જામનગરમાં 32 કિલો ચાંદીના જથ્થાની ચોરી કરવામાં આવી છે. જામનગર શહેરના ચાંદીબજાર વિસ્તારમાં આ ચોરીની ઘટના બની હતી. બોમ્બે રિફાયનરી નામની દુકાનમાંથી છાપરામાં બાકોલુ પાડી રૂપિયા 15 લાખની ચાંદીની ચોરી કરવામાં આવી હતી. પોલીસ દ્વારા ચોરીની ઘટનાની તપાસ હાથ ધરવામાં આવી છે.

Jan 15, 2020, 03:55 PM IST
Crude Oil Theft Scandal Caught In Surat PT5M36S

સુરતમાંથી ઝડપાયું ક્રૂડ ઓઈલ ચોરીનું કૌભાંડ, જુઓ Video

સુરતમાંથી ઝડપાયું ક્રૂડ ઓઈલ ચોરીનું કૌભાંડ

Dec 25, 2019, 04:40 PM IST
Theft At 6 Shops In Bhiloda Of Aravalli PT4M19S

અરવલ્લીના ભિલોડામાં વધ્યુ તસ્કરરાજ, એક રાતમાં 6 દુકાનોમાં ચોરીની ઘટના

અરવલ્લીના ભિલોડા શહેરમાં તસ્કરરાજ જોવા મળી રહ્યું છે. ભિલોડામાં એક રાતમાં 6 દુકાનોનમાં ચોરી થવાની ઘટના સામે આવી છે. હજારોની રકમ સાથે મુદ્દામાલની ચોરી થઇ હોવાનું જાણવા મળી રહ્યું છે. છેલ્લા 10 દિવસમાં 15 દુકાનોમાં ચોરી થઇ હોવાનું લોકો જણાવી રહ્યાં છે.

Dec 25, 2019, 12:15 PM IST
taking advantage of the cold, stole 5 places in one attic PT4M3S

ઠંડીનો ફાયદો ઉઠાવતા તસ્કરો, એક અઠાવાડિયામાં 5 જગ્યાએ ચોરી

ઠંડીનો ફાયદો ઉઠાવતા તસ્કરો, એક અઠાવાડિયામાં 5 જગ્યાએ ચોરી

Dec 20, 2019, 11:40 PM IST
Theft In Five Shope In Bhiloda Of Arvalli PT3M41S

અરવલ્લીમાં એક સાથે પાંચ દુકાનના તાળા તુટ્યા, ઘટના સીસીટીવી ફૂટેજમાં કેદ

અરવલ્લીના ભિલોડામાં ચોરીના CCTV સામે આવ્યા છે. એક સાથે પાંચ દુકાનોમાં ચોરી થઈ હતી. હજારોના મુદ્દામાલની ચોરી મામલે પોલીસે તપાસ શરૂ કરી છે.

Dec 18, 2019, 01:15 PM IST

તમે ઘર ભાડે આપો છો? તો ખાસ વાંચો...નહીં તો ભરપેટ પસ્તાશો 

સેન્ટ્રલ ડિસ્ટ્રિક્ટના ડીસીપી મંદીપ સિંહ રંધાવાના જણાવ્યાં મુજબ 22 નવેમ્બરના રોજ પહાડગંજ વિસ્તારના ચાંદીવાળી ગલીમાં એક મકાનમાંથી ચોરીનો ફોન આવ્યો. પોલીસ ઘટનાસ્થળે પહોંચી તો ઘરમાંથી કેશ અને જ્વેલરી ગાયબ હતાં.

Dec 15, 2019, 07:04 PM IST
Book Theft Cost Of 42 Lakh From GIDC Godown In Gandhinagar PT4M24S

ગાંધીનગર GIDCના ગોડાઉનમાંથી 42 લાખના ચોપડાની ચોરી

ગાંધીનગરના સેક્ટર 25માં પાઠ્યપુસ્તક મંડળના ચોપડાની ચોરીની ઘટના સામે આવી છે. GIDCમાં આવેલા ગોડાઉનમાંથી 42 લાખના ચોપડાની ચોરી થઇ છે. ત્યારે આ અંગે પાઠ્યપુસ્તક મંડળે સેક્ટર 21 પોલીસ સ્ટેશનમાં અરજી કરી છે. પાઠ્યપુસ્તક મંડળમાં કામ કરતાં અધિકારી સામે જ શંકા સેવાઇ રહી છે.

Dec 11, 2019, 12:40 PM IST

પશ્ચિમ બંગાળઃ વધતી કિંમતોની અસર, ચોર દુકાનમાંથી ચોરી ગયા ડુંગળીની 10 બોરી

સોમવારે મોડી રાત્રે પૂર્વ મિદનાપુર જિલ્લાના હલ્દિયામાં આવેલા બાસુદેવપુરના શાહ બજારમાં અક્ષય દાસ નામના ડૂંગળી-બટાકાના વેપારીની દુકાનનું તાળું તોડવામાં આવ્યું હતું. આ દુકાનમાંથી ચોરો ડુંગળીની 10 બોરી ચોરીને ભાગી ગયા છે.

Nov 26, 2019, 03:49 PM IST