નવી દિલ્હીઃ કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે કેબિનેટ વિસ્તાર પહેલા એક નવા મંત્રાલયની રચના કરવાનો નિર્ણય લીધો છે. 'સહકાર થી સમૃદ્ધિ' ના દ્રષ્ટિકોણની સાથે સરકારે અલગથી સહકારિતા મંત્રાલય (‘Ministry of Co-operation’ ) બનાવ્યું છે. આ મંત્રાલય દેશમાં સહકારિયા સાથે જોડાયેલા કાર્યો માટે વહીવટી, કાયદાકિય અને પોલિસી ફ્રેમવર્કને મજબૂત કરવાનું કામ કરશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તમને જણાવી દઈએ કે કેન્દ્ર સરકારનું કહેવું છે કે મંત્રાલય સહકારી સમીતિઓ  માટે 'ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ'ની પ્રક્રિયાઓને સરળ બનાવશે અને મલ્ટી રાજ્ય સહકારી સમિતિઓના વિકાસને શરૂ કરવાનું કામ કરશે. સરકારી સૂત્રોનું કહેવું છે કે અલગ સહકારિયા મંત્રાલયની રચના નાણામંત્રી દ્વારા કરવામાં આવેલી બજેટ જાહેરાતને પૂરી કરે છે. 


West Bengal: પશ્ચિમ બંગાળમાં ફરી બનશે વિધાન પરિષદ? વિધાનસભામાં પાસ થયો પ્રસ્તાવ


ઉત્તર પ્રદેશના આ ચહેરાને મળી શકે છે જગ્યા
રાજકીય નિષ્ણાંતો પ્રમાણે અપના દળ (એસ) ના અનુપ્રિયા પટેલને મંત્રી બનાવવામાં આવી શકે છે. અનુપ્રિયા પટેલ મોદી સરકારના પ્રથમ કાર્યકાળમાં મંત્રી હતી. હકીકતમાં ભાજપની નજર કુર્મી વોટ બેંક પર છે અને અનુપ્રિયાનો પ્રભાવ પૂર્વી યૂપી અને બુલેંદખંડમાં કુર્મી વોટ બેંક પર સારો છે. મહત્વનું છે કે અનુપ્રિયા પટેલ ઉત્તરપ્રદેશના મિર્ઝાપુરથી સાંસદ છે. 


પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની કેબિનેટમાં સામેલ થનારા નામોમાં જ્યોતિરાદિત્ય સિંધિયા, સર્વાનંદ સોનોવાલ, નારાયણ રાણે, શાંતનુ ઠાકુર, પશુપતિ પારસ, સુશીલ મોદી, રાજીવ રંજન, સંતોષ કુશવાહા, અનુપ્રિયા પટેલ, વરૂણ ગાંધી, પ્રવીણ નિષાદ મુખ્ય રૂપથી સામેલ છે. આ સિવાય કેટલાક મંત્રીઓને કેબિનેટમાંથી હટાવવામાં આવી શકે છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube