નવી દિલ્હીઃ યુક્રેન-રશિયામાં આજે 11માં દિવસે યુદ્ધ ચાલી રહ્યું છે. આ વચ્ચે ભારત સરકાર દ્વારા ત્યાં ફસાયેલા ભારતીયોને પરત લાવવા માટે ઓપરેશન ગંગા અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ હેઠળ આજે સવારે યુક્રેનમાં ફસાયેલા વધુ 183 ભારતીય નાગરિકોને લઈને એક વિશેષ ફ્લાઇટ દિલ્હી પહોંચી છે. કેન્દ્રીય પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવે ઈન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર આ યાત્રીકોનું સ્વાગત કર્યું હતું. મહત્વનું છે કે ઓપરેશન ગંગા મિશન હેઠળ શનિવારે વિશેષ વિમાન હંગરીની રાજધાની બુડાપેસ્ટથી રવાના થયું હતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એક વિદ્યાર્થી બે બિલાડીને સાથે લાવ્યો
યુક્રેનથી ભારત પરત આવેલો એક વિદ્યાર્થી બે બિલાડીને સાથે લાવ્યો છે. વિદ્યાર્થીનું કહેવું છે કે આ બંને તેની ખાસ મિત્ર છે. એએનઆઈ સાથે વાતચીતમાં તેણે કહ્યુ કે, આ બિલાડીઓ મારી જિંદગી છે, હું તેને યુક્રેન છોડીને આવી શક્યો નહીં. વિદ્યાર્થીએ કહ્યું કે, ભારતીય દૂતાવાસે તેના પાલતૂ પશુને લાવવામાં ખુબ મદદ કરી છે. 


Coronavirus Cases Today: દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 5476 કેસ, 158 લોકોના મૃત્યુ


અત્યાર સુધી 13 હજારથી વધુ ભારતીયોની થઈ વાપસી
વિદેશ મંત્રાલયે શનિવારે કહ્યું કે, ઓપરેશન ગંગા હેઠળ 63 ઉડાનોથી અત્યાર સુધી લગભગ 13300 લોકો યુક્રેનથી ભારત પરત ફર્યા છે. તેમણે કહ્યું કે, છેલ્લા 24 કલાકમાં લગભગ 2900ને લઈને 15 ઉડાનો ઉતરી છે. એક બ્રીફિંગમાં વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યુ- છેલ્લા 24 કલાકમાં લગભગ 2900 લોકોની સાથે 15 ઉડાનો ઉતરી છે. ઓપરેશન ગંગા હેઠળ 63 ઉડાનોથી અત્યાર સુધી 13300 લોકો ભારત પરત ફર્યા છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube