નવી દિલ્હીઃ વર્તમાનમાં આધારા કાર્ડની અનેક જગ્યાએ જરૂર પડે છે. એ તમારા માટે ઓળખપત્રની સાથે જ રહેણાકનો પણ પુરાવો બની ગયું છે. સરકારની તમામ યોજનાઓનો ફાયદો પણ તેના દ્વારા જ મળે છે. આથી, આધાર કાર્ડનું મહત્વ ખૂબ જ વધી ગયું છે. આ દરમિયાન UIDAI દ્વારા આધાર કાર્ડમાં નામ અને સરનામા સહિતનો ફેરફાર કરવાની સેવાઓના દરમાં વધારો કરવામાં આવ્યો છે. સરકારના એક જાહેરનામા બાદ UIDAIએ આ નિર્ણય લીધો છે. 1 જાન્યુઆરીથી કોઈ પણ પ્રકારના નવા ફેરફાર માટે નવા દરે પેમેન્ટ કરવાનું રહેશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હવે બાયોમેટ્રિક અપડેટ કરવા માટે રૂ.100 ચૂકવવા પડશે. આ ઉપરાંત, સરનામું અને ફોન નંબર બદલવા માટે રૂ.50નો ચાર્જ લાગશે. અગાઉ આ કામ માટે માત્ર રૂ.30નો ચાર્જ લેવાતો હતો. આ ઉપરાંત e-KYC માટે રૂ.30 ચૂકવવાના રહેશે. જો તમે આધાર કાર્ડની A4 સાઈઝના પેપરની રંગીન પ્રિન્ટ કરાવો છો તો તમારે રૂ.30 ચૂકવવા પડશે. આ સાથે જ UIDAIએ જણાવ્યું છે કે, તેના કરતાં વધુ ફી લેવી પણ ગેરકાયદે ગણાશે. 


સીબીઆઈ પ્રમુખ આલોક વર્માને પદ પરથી દૂર કરાયા


આધાર કાર્ડની નોંધણી કરાવા માટેની રકમમાં પણ વધારો કરાયો છે. 1 જાન્યુઆરી, 2019 પહેલા આધાર કેન્દ્ર પર કોઈ પણ પ્રકારના ફેરફાર માટે રૂ.50 ચૂકવવા પડતા હતા. હવે તેને વધારીને રૂ.100 નો દર કરવામાં આવ્યો છે. 


વર્તમાનમાં આધાર કાર્ડમાં કોઈ પણ પ્રકારના ફેરફાર અને નવું બનાવવા માટે તમામ બેન્કો અને પોસ્ટ ઓફિસને જવાબદારી સોંપવામાં આવી છે. સરકારના દર વધારાના આ નિર્ણયથી બેન્કો અને પોસ્ટ ઓફિસને ઘણો ફાયદો થશે. અગાઉ ગ્રામ્ય સ્તરે કોમન સર્વિસ સેન્ટરની રચના કરવામાં આવી હતી અને અહીં જ આધાર સંબંધિત તમામ કામ કરવામાં આવતા હતા. 


PM મોદીને મળીને ખુશ થઈ ગયા બોલિવૂડ સ્ટાર, રણવીર સિંહે લીધી સેલ્ફી


UIDAI દ્વારા ગ્રામીણ સ્તરે ખોલવામાં આવેલા આ સેન્ટર પરની સુવિધા બંધ કરવામાં આવી છે. તાજેતરમાં જ પુરા થયેલા શિયાળુ સત્રમાં આઈટી સંબંધિત સ્થાયી સમિતિના ચેરમેન અનુરાગ ઠાકુરે રવિશંકર પ્રસાદને પત્ર લખીને ગ્રામ્ય સ્તરના સેન્ટર ફરીથી શરૂ કરવા માટે વિનંતી કરી હતી. 


ભારતના વધુ સમાચાર જાણવા અહીં કરો ક્લિક...