દિલ્હી જીત્યા બાદ AAPનું `મિશન ઈન્ડિયા`, એક કરોડ લોકોને જોડવાનું લક્ષ્ય
દિલ્હીમાં એકવાર નહીં, પરંતુ બે-બે વાર ભારતીય જનતા પાર્ટીના ચૂંટણી ચાણક્ય કહેવાતા અમિત શાહની રણનીતિ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જાદૂને પરાજય આપ્યા બાદ કેજરીવાલે પોતાના સંબોધનમાં પ્રદેશની રાજનીતિ પર સંપૂર્ણ ધ્યાન આપ્યું હતું. પરંતુ સાંજ પડતા-પડતા પાર્ટીની રાષ્ટ્રીય મહત્વકાંક્ષા અને તેના પ્લાન પણ સામે આવી ગયા છે.
નવી દિલ્હીઃ આમ આદમી પાર્ટી (AAP)ના નેતા અરવિંદ કેજરીવાલે રવિવારે રાષ્ટ્રીય રાજધાની દિલ્હીના રામલીલા મેદાનમાં સતત ત્રીજીવાર મુખ્યપ્રધાન પદના શપથ લીધા હતા. દિલ્હીમાં એકવાર નહીં, પરંતુ બે-બે વાર ભારતીય જનતા પાર્ટીના ચૂંટણી ચાણક્ય કહેવાતા અમિત શાહની રણનીતિ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જાદૂને પરાજય આપ્યા બાદ કેજરીવાલે પોતાના સંબોધનમાં પ્રદેશની રાજનીતિ પર સંપૂર્ણ ધ્યાન આપ્યું હતું. પરંતુ સાંજ પડતા-પડતા પાર્ટીની રાષ્ટ્રીય મહત્વકાંક્ષા અને તેના પ્લાન પણ સામે આવી ગયા છે.
એક મહિનો ચાલશે અભિયાન
આપ હવે દેશભરમાં સંગઠનને મજબૂત કરવા અને લોકોને પાર્ટી સાથે જોડવા માટે મિશન ઈન્ડિયા શરૂ કરશે. રાષ્ટ્ર નિર્માણ અભિયાન નામ હેઠળ એક કરોડ લોકોને પાર્ટી સાથે જોડવાનો લક્ષ્ય રાખવામાં આવ્યો છે. એક મહિના સુધી ચાલનારા આ અભિયાનની શરૂઆત 23 ફેબ્રુઆરીએ થશે. અરવિંદ કેજરીવાલના શપથ સમારોહ બાદ આપના સંગઠન પ્રમુખ અને દિલ્હીના પ્રદેશ પ્રમુખ ગોપાલ રાયે અન્ય રાજ્યોથી આવેલા પાર્ટીના પદાધિકારીઓ સાથે થયેલી બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો.
જાણકારી પ્રમાણે ગોપાલ રાયે બધા પદાધિકારીઓ અને કાર્યકર્તાને કહ્યું કે, તે દરેક રાજ્યના દરેક જિલ્લામાં પત્રકાર પરિષદ કરીને વિકાસના દિલ્હી મોડલ વિશે લોકોને જાગરૂત કરે. રાષ્ટ્ર નિર્માણ અભિયાન ઉત્તર પ્રદેશ, હરિયાણા, મધ્ય પ્રદેશ, બિહાર, પંજાબ, ગોવાની પાથે દક્ષિણ ભારતના રાજ્યોમાં પણ ચલાવવામાં આવશે. જાણવા મળી રહ્યું છે કે અભિયાનના સમાપન બાદ પાર્ટી સંગઠનની સમીક્ષા કરવામાં આવશે અને ત્યારબાદ નિર્ણય લેવામાં આવશે કે ચૂંટણી લડવાની શરૂઆત ક્યાંથી કરવામાં આવે.
કેજરીવાલ સહિત દિલ્હી સરકારના 5 મંત્રી કરોડપતિ, મંત્રીમંડળની સરેરાશ ઉંમર 47.2 વર્ષ
ગોપા-પંજાબ ચૂંટણી પર ધ્યાન
હાલ આપનું ધ્યાન ગોવા અને પંજાબમાં 2022માં યોજાનારી વિધાનસભાની ચૂંટણી પર છે, જ્યાં પહેલાથી પાર્ટી માટે જમીન હાજર છે. પાર્ટીની આ રણનીતિ પાછળ અન્ય રાજ્યોમાં યોજાયેલી ચૂંટણીના પરિણામોને કારણ માનવામાં આવી રહ્યું છે. પાર્ટીએ પાછલા પરિણામોમાંથી શીખ લેતા સીધુ ચૂંટણી મેદાનમાં ઉતારવાની જગ્યાએ પોતાની જમીન મજબૂત કરવા ઈચ્છી રહી છે. તેથી સીધી વિધાનસભા ચૂટંણી લડવાની જગ્યાએ સ્થાનિક સ્વરાજ્ય અને પંચાયત ચૂંટણીથી શરૂઆત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મુંબઈમાં આવેલા આપના નેતા પ્રીતિ શર્મા મેનને કહ્યું કે, પાર્ટી નવી મુંબઈ મ્યૂનિસિપલ કોર્પોરેશનની સાથે સ્થાનીક ચૂંટણી પણ લડશે.
જુઓ LIVE TV
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube