નવી દિલ્હીઃ દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે 8 ફેબ્રુઆરીએ થનારા મતદાનની તૈયારીઓ અંતિમ ચરણમાં છે. પ્રચારનો અંતિમ દિવસ કાલે એટલે કે 6 ફેબ્રુઆરી છે. તેવામાં બુધવારે રાજકીય પાર્ટીઓએ પૂરજોશમાં પ્રચાર કર્યો અને મતદાતાને પોતાના પક્ષમાં કરવાનો પ્રયાસ કર્યો હતો. આ કડીમાં મટિયા મહલ વિધાનસભામાં કોંગ્રેસના રાષ્ટ્રીય મહાસચિવ પ્રિયંકા ગાંધી અને પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી પ્રચાર કરવા પહોંચ્યા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રિયંકા ગાંધીએ કહ્યું કે, કોંગ્રેસના શાસનમાં 602 મહોલ્લા ક્લીનિક હતા. તેમનું નામ તે સમયે મેડિકલ ડિસ્પેન્સરી હતું. આપે માત્ર 190 નવા ક્લીનિક બનાવ્યા છે. તેમણે કહ્યું કે, કોંગ્રેસે 5000 કિમીના રસ્તાઓ બનાવ્યા હતા, જ્યારા આપે ઝીરો. દિલ્હીમાં મેટ્રો લાવવાનું કામ શીલા દીક્ષિતની સરકારે કર્યું હતું. આ દરમિયાન માત્ર ચોથા ફેઝનું કામ આગળ વધ્યું છે, જેમાં ત્રણ વર્ષ લાગી ગયા છે. 


પ્રિયંકા ગાંધીએ કહ્યું કે, કેજરીવાલે માત્ર શીલા દીક્ષિત સરકારના વિકાસના મોડલ પર પોતાનું મોડલિંગ કર્યું છે. પોતાની વેબસાઇટ પર તમારા ઘરનો બેલ વગાડીને મોડલિંગ કરી રહ્યાં છે. આ મોડલની સાચી ઇમારત શીલા દીક્ષિત સરકારે બનાવી હતી. 


Delhi Election: રાહુલ ગાંધીએ કહ્યું- મોદી-કેજરીવાલ જૂઠ્ઠા, શાહના ભાષણમાં માત્ર કચરો હોય છે


બંધારણને નષ્ટ કરવા ઈચ્છે છે ભાજપ
ભાજપ પર પ્રહારો કરતા પ્રિયંકાએ કહ્યું કે, તે બંધારણને નષ્ટ કરવા ઈચ્છે છે. હિંસક વાતો કરે છે. જેમ-જેમ ચૂંટણી નજીક આવે છે, તેમની આ વાત વધવા લાગે છે. પ્રિયંકા ગાંધીએ કહ્યું કે, વડાપ્રધાને 5200 કરોડ રૂપિયા માત્ર જાહેરાતો પર ખર્ચયા છે. તો કેજરીવાલ પણ તેમાં પાછળ નથી. તેમણે પ્રચાર માટે 611 કરોડનો ખર્ચ કર્યો છે. 


જુઓ LIVE TV


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


દેશના સમાચાર જાણવા માટે કરો ક્લિક...