CM Kejriwal: ઈડી દ્વારા દિલ્હી શરાબ ઘોટાલા મામલે સીએમ અરવિંદ કેજરીવાલની ધરપકડ કરવામાં આવી છે. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ પછી આમ આદમી પાર્ટીની લીગલ ટીમે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે. આમ આદમી પાર્ટી એ હાઇકોર્ટના નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે. આમ આદમી પાર્ટીના નેતા આતિશીએ જણાવ્યું હતું કે, તેમણે ઈડી દ્વારા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ અને રદ કરવા માટે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે. મોડી રાત્રે તેમણે સુપ્રીમ કોર્ટને તત્કાલ સુનવણીની માંગ પણ કરી છે જેને લઈને શુક્રવારે સુપ્રીમ કોર્ટમાં આ મામલે સુનાવણી થશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: EDએ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની કરી ધરપકડ, 2 કલાક પૂછપરછ બાદ લીધુ એક્શન


જણાવી દઈએ કે ઈડીના છ થી આઠ અધિકારીઓ સીએમ કેસરીવાલના ઘરે પહોંચ્યા હતા.. ઇડીની ટીમ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને 10મું સમન દેવા આવી હતી. ધરપકડ પહેલા અરવિંદ કેજરીવાલને નવ સમન્સ મોકલવામાં આવ્યા હતા. ત્યાર પછી ઇડીના જોઈન્ટ ડાયરેક્ટરે મુખ્યમંત્રી કેજરીવાલની પૂછપરછ કરી હતી.  બે કલાકની પુછપરછ પછી તેમની ધરપકડ કરવામાં આવી હતી. 


મહત્વનું છે કે આજે સુપ્રીમ કોર્ટમાં અરવિંદ કેજરીવાલ મામલે સુનવણી થાય તે લગભગ નક્કી છે કારણકે હોળીની રજાઓ પહેલા સુનાવણી કરવાનો શુક્રવાર છેલ્લો દિવસ છે. આજ પછી શનિવારથી આવતા રવિવાર સુધી નવ દિવસની રજાઓ રહેશે. તેથી આ મામલે આજે જ સુનવણી થાય તેવી શક્યતાઓ છે. 


આ પણ વાંચો: કેજરીવાલના ગુજરાત અભિયાનને પડશે મોટો ફટકો! પહેલા HC નો ઝટકો અને હવે ઈડી પહોંચી ઘરે


મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ વિરુદ્ધ કરેલી કાર્યવાહી મામલે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને નિવેદન આપ્યું હતું. તેમણે ઈડીને ભાજપની રાજનીતિક ટીમ કહી હતી અને કહ્યું હતું કે તેઓ સીએમ કેજરીવાલના વિચારને કેદ નહીં કરી શકે. તેમણે એમ પણ કહ્યું હતું કે આમ આદમી પાર્ટી જ ભાજપને રોકી શકે છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે કોઈ વિચારને ક્યારેય દબાવી શકાતા નથી. 


આ પણ વાંચો: હવે 'અમે બે અમારા બે'થી પણ બચી રહ્યાં છે લોકો, 2050 સુધી ભારતમાં ઘટવા લાગશે વસ્તી


મહત્વનું છે કે ગુરુવારે દિલ્હી હાઈકોર્ટે સીએમ કેજરીવાલને મોટો ઝટકો આપ્યો હતો. કોર્ટે કહ્યું કે અરવિંદ કેજરીવાલને ગિરફતારીથી રાહત ન મળી શકે. કારણ કે ઈડીના નવ સમન્સ પછી પણ કેજરીવાલ પૂછપરછ માટે પહોંચી રહ્યા નથી. તેમણે કોર્ટ પાસેથી એ આશ્વાસન માંગ્યું હતું કે જો તે પૂછપરછ માટે જાય તો તેમની ધરપકડ કરવામાં ન આવે. જેના જવાબમાં કોર્ટે કહ્યું હતું કે સમન્સના જવાબમાં કેજરીવાલે ઈડી સામે હાજર થવું પડશે. અને તેમની ધરપકડ પર રોક નથી.