કેજરીવાલના ગુજરાત અભિયાનને પડશે મોટો ફટકો! પહેલા હાઈકોર્ટનો ઝટકો અને હવે ઈડી પહોંચી ઘરે

દિલ્હીના કથિત દારૂ કૌભાંડમાં સીએમ અરવિંદ કેજરીવાલની મુશ્કેલીઓ સતત વધી રહી છે. સતત 9 સમન મોકલ્યા બાદ ઈડીની ટીમ 10માં સમન સાથે આજે સાંજે સીએમ કેજરીવાલના ઘરે પહોંચી ગઈ છે.

કેજરીવાલના ગુજરાત અભિયાનને પડશે મોટો ફટકો! પહેલા હાઈકોર્ટનો ઝટકો અને હવે ઈડી પહોંચી ઘરે

દિલ્હીના કથિત દારૂ કૌભાંડમાં સીએમ અરવિંદ કેજરીવાલની મુશ્કેલીઓ સતત વધી રહી છે. સતત 9 સમન મોકલ્યા બાદ ઈડીની ટીમ 10માં સમન સાથે આજે સાંજે સીએમ કેજરીવાલના ઘરે પહોંચી ગઈ છે. ઈડીના તપાસ અધિકારી જોગેન્દ્ર કેજરીવાલની પૂછપરછ કરી રહ્યા છે. સૂત્રોના જણાવ્યાં મુજબ તેમના ઘરમાં પણ સર્ચ અભિયાન ચાલુ છે. આ બધા વચ્ચે કેજરીવાલની લીગલ ટીમ સુપ્રીમ કોર્ટ પહોંચી રહી છે જ્યાં હાઈકોર્ટના આદેશને પડકારવામાં આવશે. આજે જ દિલ્હી હાઈકોર્ટે આ મામલે મહત્વની ટિપ્પણી કરતા કહ્યું હતું કે સીએમ કેજરીવાલને ધરપકડથી રાહત નહીં મળે. નોર્થ જિલ્લાના ડીસીપી મનોજકુમાર મીણા અરવિંદ કેજરીવાલના ઘરે હાજર છે. અનેક એસીપી રેંકના અધિકારી અરવિંદ કેજરીવાલના ઘરે પહોંચ્યા છે. દિલ્હી પોલીસ તરફથી ભારે પોલીસફોર્સ તૈનાત કરાઈ છે. 

શું ફક્ત સમન પાઠવવા પહોંચી ટીમ?
ત્યારબાદ સાંજે ઈડીની ટીમ અરવિંદ કેજરીવાલના ઘરે પહોંચી ગઈ. ACP રેંકના અનેક અધિકારીઓ સીએમ આવાસ પર પહોંચી ગયા છે. એવું સામે આવ્યું છે કે 6થી 8 અધિકારીઓ સીએમ અરવિંદ કેજરીવાલના ઘરે પહોંચ્યા છે અને અહીં તેઓ સમન પાઠવવા માટે પહોંચ્યા છે. અત્રે જણાવવાનું કે ઈડી આ અગાઉ પણ સીએમ કેજરીવાલને 9 સમન પાઠવી ચૂકી છે. ગુરુવારે 10મું સમન સીએમ કેજરીવાલને આપવામાં આવ્યું. 

ઈડીએ કર્યો હતો મોટો દાવો
અત્રે જણાવવાનું કે ઈડીએ સોમવારે બહાર પાડેલી રિલીઝમાં અનેક દાવા કર્યા હતા. પ્રેસ રિલીઝમાં અરવિંદ કેજરીવાલનું નામ પહેલીવાર લખતા ઈડીએ દાવો કર્યો હતો કે ઈડીની તપાસમાં આરોપી કે કવિતાની સાથે કેજરીવાલનું નામ પણ જોડાયેલું છે. ઈડીના જણાવ્યાં મુજબ તપાસમાં ખુલાસો થયો છે કે નવી આબકારી નીતિથી લાભ મેળવવા માટે કે કવિતાએ આપ પાર્ટીના નેતાઓ, મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને તત્કાલિન ડેપ્યુટી સીએમ મનિષ સિસોદિયા સાથે મળીને ષડયંત્ર રચ્યું હતું. 

દાવા મુજબ નવી આબકારી નીતિથી અંગત લાભ મેળવવાના બદલામાં આપ પાર્ટી નેતાઓ સુધી 100 કરોડ રૂપિયા પહોચાડવામાં આવ્યા. ષડયંત્ર મુજબ દારૂ નીતિમાં હોલસેલર્સ દ્વારા સતત લાંચના પૈસા આપ પાર્ટી સુધી પહોંચાડવામાં આવતા રહ્યા. ષડયંત્ર  હેઠળ સાઉથ લોબી દ્વારા એડવાન્સમાં અપાયેલી કરોડો રૂપિયાની લાંચને દારૂ પર પ્રોફિટ માર્જિન વધારીને વસૂલવા અને આ નીતિથી બમણો નફો કમાવવાનો હતો.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news