કાબુલ: અફઘાનિસ્તાનમાં તાલિબાનના કબજા બાદ હાલાત ચિંતાજનક છે. ત્યાં ફસાયેલા ભારતીયોને બહાર  કાઢવાની કવાયત ચાલુ છે. આ જ કડીમાં એક C-130J એ 85 ભારતીયોને લઈને ઉડાણ ભરી લીધી છે. આ ભારતીયોને ગઈ કાલે બ્રિટિશ સૈનિકો સુરક્ષિત રીતે એરપોર્ટ લાવ્યા હતા. અત્રે જણાવવાનું કે અફઘાનિસ્તાન (Afghanistan) ની રાજધાની કાબુલમાં એરપોર્ટ બહાર લગભગ 220 જેટલા ભારતીયો હાજર છે. જે અંદર પ્રવેશવાની રાહ જોઈ રહ્યા છે. ઈન્ડિયન એરફોર્સનું C17 વિમાન  ભારતીયોને બહાર કાઢવા માટે કાબુલ પહોંચી ચૂક્યું છે. તમામ ભારતીયો છેલ્લા છ કલાકથી રાહ જોઈ રહ્યા છે. જેમ જેમ ઈન્તેજાર વધી રહ્યો છે તેમ તેમ જોખમ પણ વધી રહ્યું છે. કારણ કે કાબુલ ઈન્ટરનેશનલ એરપોર્ટ બહાર મોટી સંખ્યામાં તાલિબાનીઓ હાજર છે.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

C-130J વિમાને કાબુલથી ઉડાણ ભરી
ભારતીય વાયુસેનાના C-130J ટ્રાન્સપોર્ટ વિમાને 85 ભારતીયોને લઈને આજે કાબુલથી ઉડાણ ભરી હતી. રિફ્યુલિંગ માટે તઝાકિસ્તાનના એરપોર્ટ પર ઉતર્યું હતું. ભારત સરકાર હાલ કાબુલથી ભારતીયોને સુરક્ષિત બહાર કાઢવા માટે મિશન ચલાવી રહી છે. 


Kabul પર કબજા બાદ કેમ ચૂપચાપ બેસી રહ્યું છે તાલિબાન? આ છે મોટું કારણ 


ભારતીયોને US Troops એ બહાર જ રોક્યા
બીજી બાજુ એરપોર્ટ બહાર ફસાયેલા છે તમામ ભારતીયો બસોમાં સવાર થઈને કાબુલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પહોંચ્યા છે. પરંતુ હજુ તેમને અંદર દાખલ થવા દીધા નથી. અમેરિકી સૈનિકોએ તેમની બસોને એરપોર્ટ બહાર જ રોકી છે. છેલ્લા 6 કલાકથી ભારતીય નાગરિકો ત્યાં રાહ જોઈ રહ્યા છે. તેમણે સુરક્ષાનો હવાલો આપીને જલદી અંદર દાખલ થવાની માગણી કરી છે. 


US રાષ્ટ્રપતિ જો બાઈડેને તાલિબાનને આપી ખુલ્લી ચેતવણી, '......તો અંજામ ભયાનક હશે'


પહેલા પણ કર્યા હતા એરલિફ્ટ
અફઘાનિસ્તાનમાં ફસાયેલા પોતાના નાગરિકોને બહાર કાઢવા માટે ભારત સ્પેશિયલ ઓપરેશન ચલાવી રહ્યું છે. કેટલાક નાગરિકોને અગાઉ કાબુલથી એરલિફ્ટ કરી લેવાયા હતા. એરફોર્સનું C17 વિમાન અન્ય ભારતીયોને લેવા માટે કાબુલ પહોંચ્યું છે. જો કે ક્યાંરનું તે વિમાન રનવે પર ઊભું છે. કારણ કે ભારતીયોને હાલ એરપોર્ટમાં દાખલ થવાની મંજૂરી મળી નથી. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube