નવી દિલ્હીઃ ગુરૂવારે અનુપમ ખેર અભિનિત ફિલ્મ 'ધ એક્સિડેન્ટલ પ્રાઈમ મિનિસ્ટર'નું ટ્રેલર રિલીઝ થયા બાદ મહારાષ્ટ્ર યુથ કોંગ્રેસ દ્વારા ફિલ્મના નિર્માતાઓને આ ફિલ્મને થિયેટરોમાં રિલીઝ કરતાં પહેલાં એક વિશેષ સ્ક્રિનિંગ આયોજિત કરવાની માગ કરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ સાથે જ કોંગ્રેસની યુવા પાંખે ફિલ્મના નિર્માતાઓને જણાવ્યું છે કે, જો સ્ક્રિનિંગ દરમિયાન કોઈ દૃશ્ય તથ્યરહિત જણાશે તો એ તેમણે ફિલ્મમાંથી કાઢી નાખવાનું રહેશે, નહિંતર તેઓ ફિલ્મને દેશમાં ક્યાંય પણ રિલીઝ કરવા નહીં દે. 


ટ્રિપલ તલાક બિલઃ જાણો સંસદમાં આ વિષય પર કોણે શું કહ્યું?


અનુપમ ખેરની મુખ્ય ભૂમિકાવાળી ફિલ્મ 'ધ એક્સિડેન્ટલ પ્રાઈમ મિનિસ્ટર'નું ટ્રેલર ગુરૂવારે રિલીઝ થયું હતું. આ ફિલ્મને 11 જાન્યુઆરી, 2019ના રોજ થિયેટરોમાં રિલીઝ કરવાનું આયોજન છે. ઉલ્લેખનીય છે કે, આ ફિલ્મ સંજય બારુ દ્વારા લિખિત પુસ્તકના આધારે બનાવવામાં આવી છે. 


જયપુરઃ બ્રેઈન સર્જરી દરમિયાન હનુમાન ચાલીસા બોલતો રહ્યો દર્દી અને પછી....


જૂઓ ટ્રેલર....


ભારતના વધુ સમાચાર જાણવા અહીં ક્લિક કરો....