નવી દિલ્હી: સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput) કેસમાં સતત અવાજ ઉઠાવનાર ભાજપ સાંસદ સુબ્રમણ્યમ સ્વામી (Subramanian Swamy)એ ફરી એકવાર તેને મુદ્દે નિવેદન આપ્યું છે. તેમણે સુશાંતની બોડીનું પોસ્ટમોર્ટમ કરનાર ડોક્ટરો સામે સવાલ ઉઠાવ્યા છે. સુબ્રમણ્યમ સ્વામીએ કહ્યું કે સીબીઆઇ (CBI)ને કૂપર હોસ્પિટલના તે પાંચ ડોક્ટરો સાથે પૂછપરછ કરવી જોઇએ જેમણે સુશાંતની લાશનું પોસ્ટમોર્ટમ કર્યું હતું. અહીંથી તેમને જરૂર કોઇ નક્કર પુરાવા મળશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સુબ્રમણ્યમ સ્વામીએ ટ્વિટ કર્યું 'સીબીઆઇ (CBI)ને કૂપર હોસ્પિટલના તે પાંચ ડોક્ટરો સાથે પૂછપરછ કરવી જોઇએ જેમણે સુશાંત સિંહ રાજપૂતની ડેડબોડીનું પોસ્ટમોર્ટમ કર્યું હતું. સુશાંત સિંહ રાજપૂતની બોડીને હોસ્પિટલમાં જઇ જનાર એંબુલન્સ કર્મચારીઓના અનુસાર સુશાંતના પગની ઘૂંટીની નીચે વળતો હતો (જેમ કે તૂટી ગયો હોય) કેસ ઉકેલાશે નહી!!! 

સુશાંત સિંહ રાજપૂત કેસ અંગે તમામ અપડેટ જાણવા કરો ક્લિક...


આ પહેલાં સુશાંત સિંહ રાજપૂત કેસમાં સોમવારે રિયા ચક્રવર્તી (Rhea Chakraborty) પોતાના પિતા અને ભાઇની સાથે મુંબઇમાં ઇડીની ઓફિસમાં હાજર થઇ. ઇડી આ ત્રણેય સાથે મની લોન્ડ્રીંગ કેસમાં પૂછપરછ કરી રહ્યા છે. સુશાંતના પિતાએ રિયા ચક્રવર્તી પર 15 કરોડ ચાઉં કરી જવાનો આરોપ લગાવ્યો છે. ગઇકાલે રિયાના ભાઇ શોવિક સાથે ઇડીએ 18 કલાક પૂછપરછ કરી હતી. તો બીજી તરફ શુક્રવારે રિચા ચક્રવર્તી સાથે પણ EDએ 8 કલાક પૂછપરછ કરી હતી. સૂત્રોના અનુસાર સુશાંત રજિસ્ટર્ડ કંપનીના IP એડ્રેસ 17 વખત બદલમાં આવ્યા હતા છે. રિયા પાસે પૈસા સાથે સંકળાયેલા પ્રશ્નોની સાચી જાણકારી નથી. રિયા અને તેમના ચાર્ટર્ડ એકાઉન્ટેન્ટના નિવેદનમાં ફરક છે. સુશાંતની 2 કંપનીઓ રિયાનો ફ્લેટ તેના પિતાના નામે રજિસ્ટર છે. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube