પુણે: દેશ-દુનિયામાં કેદી જેલમાંથી ફરાર થઈ ગયાના સમાચાર અવારનવાર સાંભળવા મળતા હોય છે. ક્યારેક તેઓ પોલીસની પકડમાં આવી જાય છે તો ક્યારેક ભાગી જાય છે. પરંતુ આટલા ચુસ્ત બંદોબસ્ત વચ્ચે આ કેદીઓ કેવી રીતે ભાગી જાય છે તે નવાઈની વાત લાગતી હોય છે. મહારાષ્ટ્રના પુના જિલ્લામાંથી એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. એક આરોપી પોલીસ સ્ટેશનમાંથી ભાગવામાં સફળ રહ્યો. તે કેવી રીતે ભાગી ગયો તે જાણીને તો તમે પણ માથું ખંજવાળશો. પુના નજીકના પિંપરી-ચિંચવડના ચાકન પોલીસ મથકમાં આ ઘટના જોવા મળી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પોલીસ સ્ટેશનમાંથી ભાગી ગયો આરોપી
મહારાષ્ટ્રના પુના નજીકના પિંપરી-ચિંચવડના ચાકન પોલીસ સ્ટેશનથી એક આરોપી લોકઅપમાંથી ફરાર થઈ ગયો. પોલીસને આ જોઈને દંગ રહી ગઈ કે આખરે તાળાબંધી અને ચુસ્ત બંદોબસ્ત હોવા છતાં આ આરોપી ભાગી કેવી રીતે ગયો. જો કે પોલીસ તેને પકડી લેવામાં સફળ રહી અને દબોચીને પાછો પોલીસ સ્ટેશન લઈ ગયા. 


સોશિયલ મીડિયા પર વાયરલ થયું કાનપુર પોલીસનું કથિત વસૂલી લિસ્ટ, પરચીમાં આ લોકોના લખેલા છે નામ


કેમેરા સામે આરોપીએ આપ્યો લાઈવ ડેમો
જ્યારે આરોપીને પોલીસે પૂછ્યું કે કેદખાના બહાર તાળું હોવા છતાં કેવી રીતે તે બહાર આવ્યો તો આ આરોપીએ તેમને એક લાઈવ ડેમો આપી દીધો. વીડિયો જોઈને તમે પણ વિચારમાં પડી જશો. આરોપીએ લાઈવ ડેમો આપીને દેખાડ્યું કે લોકઅપમાં લાગેલા સળીયા વચ્ચેથી કેવી રીતે સરળતાથી તે બહાર નીકળી ગયો. ફક્ત 5 સેકન્ડની અંદર બહાર આવીને આરોપીએ પોલીસને ચોંકાવી દીધા. 


The Kashmir Files: આ શહેરમાં એક મહિના માટે કલમ 144 લાગૂ, ભાજપે નારાજગી વ્યક્ત કરી


લોકઅપના સળીયા વચ્ચેથી નીકળી ગયો આરોપી
જે પ્રકારે આરોપી લોકઅપમાંથી બહાર નીકળ્યો તે કેમેરામાં કેદ કરવા માટે પોલીસકર્મીઓએ આરોપી પાસે લાઈવ ડેમો કરાવ્યું. આરોપી દુબળો પાતળો હતો. લોકઅપના સળીયા વચ્ચેથી તે સરળતાથી બહાર નીકળી શક્યો. જો કે આ ઘટના બાદ હવે પોલીસ વધુ સતર્ક થઈ ગઈ છે. પોલીસ આ અંગેની એક એડવાઈઝરી પણ તમામ પોલીસ મથકોને જારી કરી છે. સળીયા વચ્ચેથી બહાર નીકળવાનો આ વીડિયો હાલ તો સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થઈ રહ્યો છે. ચોંકાવનારો વીડિયો જેણે પણ જોયો તે દંગ રહી ગયા. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube