સોશિયલ મીડિયા પર વાયરલ થયું કાનપુર પોલીસનું કથિત વસૂલી લિસ્ટ, પરચીમાં આ લોકોના લખેલા છે નામ

સોશિયલ મીડિયા પર વાયરલ થયું કાનપુર પોલીસનું કથિત વસૂલી લિસ્ટ, પરચીમાં આ લોકોના લખેલા છે નામ

કાનપુર પોલીસનો એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. જાજમઉ પોલીસ ચોકીની વસૂલીની કથિત પરચી સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહી છે. આ પરચીમાં વસૂલી લિસ્ટ છે. જેમાં નામ સાથે કોની પાસેથી કેટલા પૈસા વસૂલ કરવાના છે તે પણ લખેલુ છે. જ્યારે કાનપુરના વરિષ્ઠ અધિકારીઓ સુધી આ વાત પહોંચી તો તેઓ પણ દંગ રહી ગયા. મામલાના મૂળિયા સુધી પહોંચવા માટે પોલીસ કમિશનરે તપાસના આદેશ આપ્યા છે. સોશિયલ મીડિયા પર આ પરચી ખુબ વાયરલ થયા બાદ લોકો પોતાની ખુબ પ્રતિક્રિયા આપી રહ્યા છે. 

કાનપુર પોલીસની કથિત વસૂલીનું લિસ્ટ વાયરલ
મીડિયા રિપોર્ટ્સ મુજબ ચકેરી પોલીસ મથક હદની જાજમઉ ચોકી વિસ્તારમાં અનેક ગેરકાયદેસર કામો થાય છે. કથિત રીતે ગંગા કિનારે કટરી અને આસપાસના ગ્રામીણ વિસ્તારોમાં મોટા પાયે ગેરકાયદેસર કામો પણ થાય છે. એનબીટીમાં છપાયેલા અહેવાલ મુજબ જાજમઉ ચોકીના ઈન્ચાર્જ સુખરામ રાવત છે. જેમનું નામ સોશિયલ મીડિયા પર વાયરલ થનારી વસૂલી લિસ્ટમાં લખેલુ છે. આ લિસ્ટમાં કુલ સાત નામ લખેલા છે. જ્યાંથી પોલીસની વસૂલી કરવામાં આવે છે. લિસ્ટમાં નામની સાથે સાથે પૈસાનું વિવરણ પણ દર્શાવવામાં આવ્યું છે. 

police

ચોકી ઈન્ચાર્જ સહિત અનેક લોકોના નામ
સૂચિમાં રાના રબ્બાની, અશફાક અને તેનો ભાઈ અફઝલ, નિઝામ, નસીમ પહેલવાન, ઝૂબેર આલમ, સલીમ અને બનિયાના નામ લખેલા છે. આ સાથે જ અંતમાં એ પણ  લખવામાં આવ્યું છે કે વસૂલીમાં ભેગા કરાયેલા પૈસા મહેફૂઝ અખ્તર, સઉદ અખ્તર ગેંગસ્ટરના નીકટના ફાઝિલ અશરફ ચૌકી ઈન્ચાર્જને આપે છે. કાનપુર પોલીસના અધિકારીઓ પાસે જેવી આ ખબર પહોંચી કે બધા હરકતમાં આવી ગયા. હાલ આ મામલે તપાસના આદેશ આપવામાં આવ્યા છે. આ બાજુ કેટલાક લોકોનું એમ પણ કહેવું છે કે સોશિયલ મીડિયા પર વાયરલ પરચી કોઈની શરારત છે. પોલીસને બદનામ કરવા માટે આવી શરારત કરવામાં આવી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news