The Kashmir Files: આ શહેરમાં એક મહિના માટે કલમ 144 લાગૂ, ભાજપે નારાજગી વ્યક્ત કરી

આ નિર્ણયને લઈને  ભાજપના નેતાઓએ નારાજગી વ્યક્ત કરતા કહ્યું કે તેઓ આવા આદેશો અને આ કલમોથી ડરતા નથી. ભાજપની મહિલા વિંગે કહ્યું કે આ નિર્ણયના વિરોધમાં આજે ચંડી માર્ચ કાઢવામાં આવશે. 

The Kashmir Files: આ શહેરમાં એક મહિના માટે કલમ 144 લાગૂ, ભાજપે નારાજગી વ્યક્ત કરી

કોટા: રાજસ્થાનના કોટામાં થિયેટરોમાં ફિલ્મ ધ કાશ્મીર ફાઈલ્સનું સ્ક્રિનિંગ થઈ રહ્યું છે. જેને લઈને થઈ રહેલા વિરોધ પ્રદર્શનના પગલે અધિકારીઓએ 22 માર્ચથી 21 એપ્રિલ સુધી જિલ્લામાં કલમ 144 લાગૂ કરવાનો સોમવારે આદેશ આપ્યો. આ પગલું અનેક તહેવારો પહેલા સાવધાની વર્તતા ઉઠાવવામાં આવ્યું છે. રાજસ્થાનના કોટામાં આજથી એટલે કે 22 માર્ચથી 21 એપ્રિલ સુધી કલમ 144 લાગુ રહેશે. ધ કાશ્મીર ફાઈલ્સના સ્ક્રિનિંગ સાથે કાયદો વ્યવસ્થા જાળવી રાખવા માટે આ પ્રશાસનિક આદેશ બહાર પાડવામાં આવ્યો છે. 

કલેક્ટરના આદેશમાં આ લોકોને છૂટ
જિલ્લા કલેક્ટર તથા જિલ્લાધિકારી (કાર્યવાહક) રાજકુમાર સિંહ તરફથી બહાર પાડવામાં આવેલા આદેશ હેઠળ ભીડ જવા થવા, વિરોધ પ્રદર્શન કરવા, જૂલુસ અને માર્ચ કાઢવા પર રોક લગાવવામાં આવી છે. આ દરમિયાન ચેટીચંદ, મહાવીર જયંતી, ગુડ ફ્રાઈડે, વૈશાખી, જુમા તુલ વિદા જેવા તહેવારો પણ આવશે. અધિકૃત આદેશમાં કહેવાયું છે કે આ આદેશ સરકારી કાર્યો, કોવિડ રસીકરણ અને પોલીસ કાર્યક્રમો પર લાગૂ થશે નહીં. 

ફિલ્મના દિગ્દર્શકે વિરોધ જતાવ્યો
આ પ્રતિબંધને લઈને ફિલ્મ દિગ્દર્શક વિવેક રંજન અગ્નિહોત્રીએ આકરો વિરોધ વ્યક્ત કર્યો છે. ધ કાશ્મીર ફાઈલ્સના દિગ્દર્શક વિવેક રંજન અગ્નિહોત્રીએ સૂચના અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુર અને રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતને આ મામલે હસ્તક્ષેપ કરવાની માંગણી કરી છે. 

ભાજપ કરશે આજથી પ્રદર્શન
આ નિર્ણયને લઈને  ભાજપના નેતાઓએ નારાજગી વ્યક્ત કરતા કહ્યું કે તેઓ આવા આદેશો અને આ કલમોથી ડરતા નથી. આ આદેશને લઈને આજથી કોટા ભાજપે સમગ્ર શહેરમાં પ્રદર્શન કરવાની જાહેરાત ક રી છે. ભાજપની મહિલા વિંગે કહ્યું કે આ નિર્ણયના વિરોધમાં આજે ચંડી માર્ચ કાઢવામાં આવશે. 
(ઈનપુટ-ભાષા)

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news