હરિદ્વારઃ યોગ ગુરૂ રામદેવ (Yog Guru Ramdev)ના પતંજલિ આયુર્વેદ (patanjali ayurved)એ કોરોના વાયરસ  (Coronavirus latest news India)ની સારવારમાં 100 ટકા ઉપયોગી થવાનો દાવો કરતા મંગળવારે બજારમાં એક દવા  (Coronil Medicine By Patanjali) ઉતારી હતી. તો તેના થોડા કલાકો બાદ આયુષ મંત્રાલય (Ayush Ministry)એ તે દવામાં રહેલ વિભિન્ન જડ્ડી-બુટ્ટીની માત્રા તથા અન્ય જાણકારી જલદી ઉપલબ્ધ કરાવવાનું કહ્યું હતું. સાથે મંત્રાલયે વિષયની તપાસ થવા સુધી કંપનીને ઉત્પાદનનો પ્રચાર પણ બંધ કરવાનો આદેશ આપ્યો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હવે આચાર્ય બાલકૃષ્ણ  (Acharya Balkrishna)એ ટ્વીટ કરીને કહ્યુ છે, 'આ સરકાર  (Narendra Modi Government) આયુર્વેદને પ્રોત્સાહન તથા ગૌરવ આપનારી છે. જે કમ્યુનિકેશન ગેપ હતો, તે દૂર થઈ ગયો છે. રૈન્ડમાઇઝ્ડ પ્લેસબો કંટ્રોલ્ડ ક્લીનિકલ ટ્રાયલ્સના જેટલા પણ સ્ટાન્ડર્ડ પેરામિટરો છે, તે બધાને 100 ટકા પૂરા કરવામાં આવ્યા છે. તેની બધી જાણકારી અમે આયુષ મંત્રાલયને આપી દીધી છે.'


લદ્દાખ બોર્ડર પર સ્થિતિનું નિરીક્ષણ કરવા પહોંચ્યા સેના પ્રમુખ, ઘાયલ જવાનોની વધારી હિંમત


યોગ ગુરૂ રામદેવે કર્યો હતો આ દાવો
મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું, સંબંધિત આયુર્વેદિક દવા ઉત્પાદક કંપનીને જાણ કરવામાં આવી છે કે આયુર્વેદિક ઔષધિ સહિત દવાઓની આ રીતે જાહેરાત ઔષધી તથા ચમત્કારિક ઉપાય (વિવાદાસ્પદ જાહેરાત), અધનિયમ 1954 તથા તેની હેઠળ આવનાર નિયમો અને કોવિડ-19ના પ્રસારને ધ્યાનમાં રાખી કેન્દ્ર સરકાર તરફથી જારી નિર્દેશોથી નિયમિત થાય છે. આ પહેલા હરિદ્વાર સ્થિત પતંજલિ યોગપીઠમાં રામદેવે કહ્યુ, આ દવા 100 ટકા (કોવિડ 19) દર્દીઓને ફાયદો પહોંચાડી રહી છે. 100 દર્દીઓ પર નિયંત્રિત ક્લિનિકલ ટ્રાયલ કરવામાં આવી, જેમાં ત્રણ દિવસની અંદર 69 ટકા અને ચાર દિવસની અંદર 100 ટકા દર્દી સ્વસ્થ થઈ ગયા અને તેનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. 


જુઓ LIVE TV


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube