લદ્દાખ બોર્ડર પર સ્થિતિનું નિરીક્ષણ કરવા પહોંચ્યા સેના પ્રમુખ, ઘાયલ જવાનોની વધારી હિંમત

લદ્દાખ બોર્ડર પર ભારત-ચીન (India China Border Dispute) વચ્ચે તણાવ યથાવત છે. બોર્ડર પર તણાવ ભર્યા માહોલ વચ્ચે બંને દેશોના સૈન્ય અધિકારીઓની વાતચીત ચાલી રહી છે. ચીનની સાથે તણાવ વચ્ચે સેના પ્રમુખ જનરલ એમએમ નરવણે લેહ પહોંચ્યા અને હાલની પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું. આ ઉપરાંત તેમણે લેહ સ્થિત સૈનિક હોસ્પિટલ જઈ ઘાયલ જવાનોની હિંમત વધારી. સેના પ્રમુખની મુલાકાત બે દિવસની છે.
લદ્દાખ બોર્ડર પર સ્થિતિનું નિરીક્ષણ કરવા પહોંચ્યા સેના પ્રમુખ, ઘાયલ જવાનોની વધારી હિંમત

નવી દિલ્હી: લદ્દાખ બોર્ડર પર ભારત-ચીન (India China Border Dispute) વચ્ચે તણાવ યથાવત છે. બોર્ડર પર તણાવ ભર્યા માહોલ વચ્ચે બંને દેશોના સૈન્ય અધિકારીઓની વાતચીત ચાલી રહી છે. ચીનની સાથે તણાવ વચ્ચે સેના પ્રમુખ જનરલ એમએમ નરવણે લેહ પહોંચ્યા અને હાલની પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું. આ ઉપરાંત તેમણે લેહ સ્થિત સૈનિક હોસ્પિટલ જઈ ઘાયલ જવાનોની હિંમત વધારી. સેના પ્રમુખની મુલાકાત બે દિવસની છે.

પ્રાપ્ત જાણકારી અનુસાર, સેના પ્રમુખ લદ્દાખમાં ઉત્તરી સેનાના કમાન્ડર લેફ્ટિનેન્ટ જનરલ વાય કે જોશીની સાથે જમીન સ્તર સંબંધીત તૈયારીઓની સમીક્ષા કરશે. આ ઉપરાંત સેના પ્રમુખ ગ્રાઉન્ડ કમાન્ડરો સાથે ચીન સાથેના તણાવ પર વાતચીત કરશે અને ફોરવર્ડ સ્થાનોની પરિસ્થિતિનું પણ નિરીક્ષણ કરશે.

— ADG PI - INDIAN ARMY (@adgpi) June 23, 2020

સૂત્રોને મળેલી જાણકારી અનુસાર, પૂર્વ લદ્દાખમાં ચીનની સેના પાછી હટવા માટે તૈયાર થઈ ગઈ છે. સોમવારના મોલ્ડોમાં ભારત અને ચીનની વચ્ચે થયેલી વાતચીત બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. બંને દેશો વચ્ચે પાછા હટવા પર કરાર થયો છે.

— ANI (@ANI) June 23, 2020

તમને જણાવી દઇએ કે, લદ્દાખના ગલવાન ખીણમાં હિંસક સંઘર્ષ બાદ સેના પ્રમુખ પ્રથમ વખત લદ્દાખના પ્રવાસે છે. આ પહેલા વાયુસેના પ્રમુખ એર ચીફ માર્શલ આરકેએસ ભદોરિયાએ રવિવારના લદ્દાખનો પ્રવાસ કર્યો હતો. લદ્દાખ બોર્ડર પર ચીન સાથે હિંસક સંઘર્ષમાં ભારતીય સેનાના 20 જવાનો શહીદ થયા છે. ત્યારે 40-50 ચીની સૈનિક પણ માર્યા ગયા છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news