રજનીકાંતે આડકતરા ઈશારામાં પીએમ મોદીને આપ્યું સમર્થન, જુઓ શું કહ્યું...
તમિલ સુપરસ્ટાર રજનીકાંતે મંગળવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પરોક્ષ રૂપથી સમર્થન કરતા કહ્યું કે, તેમની વિરુદ્ધ 10 લોકો એકજુટ થઈ રહ્યાં છે, તો સ્પષ્ટ રીતે સમજવાની વાત છે કે કોણ તાકાતવાર છે. આગામી લોકસભા ઈલેક્શનને ધ્યાનમાં રાખીને વિપક્ષી દળો દ્વારા મહાગઠબંધનના પ્રયાસોના સંદર્ભમાં રજનીકાંતે આ વાત કહી હતી.
મહાગઠબંધન વિશે મંગળવારે રજનીકાંતને પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે, જો 10 વ્યક્તિ કોઈ એકની વિરુદ્ધ ઉભી છે તો તેમાં કોણ સૌથી વધુ તાકાતવાર હશે? એ 10 માણસો કે તે એક વ્યક્તિ, જેની વિરુદ્ધ તેઓ એકજુટ થઈ રહ્યાં છે. જો 10 લોકોએ કોઈ એકની વિરુદ્ધ યુદ્ધ છેડ્યું છે તો તેમાં કોણ તાકાતવાર છે?
હકીકતમાં 2019ના ઈલેક્શન સંબંધી મહાસંગ્રામને ધ્યાનમાં રાખીને રજનીકાંતને આ વિશે પૂછાયું, તો તેમણે પોતાના નિવેદનથી સમીકરણ વધુ ગૂચવ્યું હતું. આ સંદર્ભમાં રજનીકાંતે મંગળવારે સ્પષ્ટતા કરી હતી.
તમિલનાડુમાં બીજેપી પોતાનો પગ જમાવવાનો પ્રયાસ કરી રહી છે. ત્યાં પહેલાથી જ ચર્ચા થાય છે કે, રાજકીય અખાડામાં ઉતરવાની તૈયારી કરી ચૂકેલ રજનીકાંત, બીજેપીની સાથે હાથ મિલાવી શકે છે. રજનીકાંતનું આ નિવેદન બીજેપી માટે આશાની નવી કિરણ લઈને આવ્યું છે તેવું કહી શકાય.
એઆઈએડીએમકે અને બીજેપીની સાથે ગઠબંધનની ચર્ચા
રજનીકાંતના રાજનીતિમાં ઉતરતા પહેલા જ આ વાતની જોરદાર ચર્ચા થઈ રહી છે કે, તે પોતાની પાર્ટીનું ગઠબંધન બીજેપી અને અન્નાદ્રમુકની સાથે કરી શકે છે. અન્નાદ્રમુકની પાસે કોઈ ચહેરો નથી. તો રજનીકાંત પાસે પોતાની પાર્ટી ઉભી કરવાની ચેલેન્જ છે. તો બીજેપીની પાસે પણ કોઈ મોટો ચહેરો નથી. આવામાં રજનીકાંત આ ગઠબંધનનો સૌથી મોટો ચહેરો બની શકે છે. રજનીકાંતના ફેન્સ અને ચાહકોને આશા છે કે, તે 12 ડિસેમ્બરના રોજ પોતાના જન્મદિને પોતાની પાર્ટીની જાહેરાત કરી શકે છે.