કેન્દ્રીય મંત્રી રામદાસ અઠાવલેની પાર્ટીમાં સામેલ થઈ ફિલ્મ અભિનેત્રી પાયલ ઘોષ
ફિલ્મ અભિનેત્રી પાયલ ઘોષે આખરે સોમવારે રામદાસ અઠાવલેની પાર્ટી આરપીઆઈ-એનું સભ્યપદ ગ્રહણ કરી લીધું છે.
મુંબઈઃ ફિલ્મ અભિનેત્રી પાયલ ઘોષ (Payal ghosh mee too case) સોમવારે કેન્દ્રીય મંત્રી રામદાસ અઠાવલેની પાર્ટી રિપબ્લિરન પાર્ટી ઓફ ઈન્ડિયા-એ (આરપીઆઈ)માં સામેલ થઈ ગઈ છે. તેમણે મુંબઈમાં કેન્દ્રીય મંત્રીની ઉપસ્થિતિમાં પાર્ટીનું સભ્યપદ ગ્રહણ કર્યું છે. જાણકારી પ્રમાણે પાયલને પાર્ટીના મહિલા વિંગની ઉપાધ્યક્ષ બનાવવામાં આવી છે. મહત્વનું છે કે થોડા દિવસ પહેલા ચર્ચા હતી કે પાયલ અઠાવલેની પાર્ટીમાં સામેલ થઈ શકે છે. સોમવારે આ અટકળો પર વિરામ લાગી જ્યારે પાયલે એક ખાસ કાર્યક્રમમાં આરપીઓઈનો ખેસ પહેરી લીધો.
કોરોનાની રસી પર કેન્દ્રીય મંત્રીએ કરી મોટી જાહેરાત, બધાને વિના મૂલ્યે મળશે
એટલું જ નહીં પાયલ ઘોષને લઈને રામદાસ અઠાવલે મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીને પણ મળ્યા હતા અને પાયલે ત્યાં પણ પોતાની સુરક્ષા અને ન્યાય માટે માગ કરી હતી.
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube