મુંબઈઃ મહારાષ્ટ્રમાં એક ફોન કોલની ચર્ચા જોરશોરથી થઈ રહી છે. કારણ કે આ કોલ શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેના પુત્ર આદિત્ય ઠાકરેના નામથી કરવામાં આવ્યો હતો અને કોલ કરનારે 25 હજાર રૂપિયાની માંગ કરી હતી. કોલ યુવા સેનાના એક કાર્યકર્તાને કરવામાં આવ્યો હતો. મામલાની ફરિયાદ બાદ પોલીસ સક્રિય થઈ ગઈ છે. યુવા સેનાના કાર્યકર્તાની ફરિયાદના આધાર પર પોલીસે કેસ દાખલ કરી તપાસ શરૂ કરી દીધી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મુંબઈ પોલીસે શરૂ કરી તપાસ
મુંબઈમાં એક અજાણ્યા વ્યક્તિ દ્વારા ખુદને શિવસેના નેતા આદિત્ય ઠાકરે જણાવી ફોન કરવા અને પાર્ટીના યુવા એકમ યુવા સેનાના કાર્યકર્તા પાસે 25 હજાર રૂપિયાની માંગ કરવાનો મામલો સામે આવ્યો છે. એક અધિકારીએ આ જાણકારી આપી છે. તેમણે જણાવ્યું કે મુંબઈ પોલીસ આ પ્રકરણની તપાસ કરી રહી છે. 


આ પણ વાંચોઃ Sonali Phogat: સોનાલી ફોગાટ કેસની તપાસ CBIની સોંપાશે? ગોવાના મુખ્યમંત્રીએ આપ્યો જવાબ


ફરિયાદી પાસે માંગ્યા 25 હજાર રૂપિયા
અધિકારીએ જણાવ્યું કે ફરિયાદી મધ્ય મુંબઈના દાદરનો નિવાસી છે અને તેને ત્યારે આશ્ચર્ય થયું જ્યારે વોટ્સએપ કોલ આવ્યો જેમાં તસવીર આદિત્ય ઠાકરેની લાગી હતી. તેમણે એફઆઈઆરના હવાલાથી જણાવ્યું કે ફોન કરનારે ફરિયાદી પાસે 25 હજાર રૂપિયા માંગ્યા કારણ કે તે પોતાના મિત્રની મદદ કરવા ઈચ્છતો હતો. તેમણે કહ્યું કે, ફોન કરનારે બીજા દિવસે રકમ પરત આપવાની વાત કરી હતી. 


છેતરપિંડીનો ચોંકાવનારો મામલો
અધિકારીએ જણાવ્યું કે ફરિયાદીને તત્કાલ થયું કે આ છેતરપિંડીનો પ્રયાસ છે અને તેણે તેની સૂચના શિવસેના પદાધિકારીઓને આપી હતી. અધિકારીએ જણાવ્યું કે શનિવારે અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ એફઆરઆઈ દાખલ કરી છે. તેમણે જણાવ્યું કે શરૂઆતી તપાસથી જાણવા મળે છે કે જે નંબરથી ફોન કરવામાં આવ્યો હતો તે ઉત્તર પ્રદેશનો છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube