મુંબઈ: શિવસેના, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી અને કોંગ્રેસ તરફથી મુંબઈની હોટલ ગ્રેન્ડ હયાતમાં કરાયેલા 162 ધારાસભ્યોના શક્તિ પ્રદર્શન પર ભારતીય જનતા પાર્ટીએ પલટવાર કર્યો છે. ભાજપના ધારાસભ્ય આશીષ શેલારે કહ્યું કે ઓળખ પરેડ આરોપી વ્યક્તિઓના મામલે થાય છે. ચૂંટાઈ આવેલા ધારાસભ્યોના મામલે નહીં. આ ધારાસભ્યો અને તે લોકોનું અપમાન છે જેમણે તેમને ચૂંટ્યા છે. શેલારે ધારાસભ્યોની 162 હોવાની સંખ્યા ઉપર પણ સવાલ ઉઠાવ્યાં. તેમણે કહ્યું કે હું તો કહું છું કે હોટલમાં બહુમતનો આંકડો 145 ધારાસભ્યો પણ નહતાં. કારણ કે કોઈએ એક-એક વિધાયકની ગણતરી કરી નથી. મહારાષ્ટ્રના બાન્દ્રા પશ્ચિમથી ધારાસભ્ય આશીષ શેલારે કહ્યું કે આદિત્ય ઠાકરેએ સોનિયા ગાંધીના નામના શપથ લીધા છે, તે બાળાસાહેબની શિવસેના નથી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અજિત પવાર અંગે શરદ પવારે આપ્યું મહત્વનું નિવેદન, અને કહ્યું-'આ ગોવા નથી મહારાષ્ટ્ર છે'

શિવસેના-એનસીપી-કોંગ્રેસના 162 ધારાસભ્યોએ કરી સાર્વજનિક પરેડ
ભારતીય રાજકારણ અને મહારાષ્ટ્રના ઈતિહાસમાં આજે એક અભૂતપૂર્વ અધ્યાય જોવા મળ્યો. સંખ્યા બળ દેખાડવા માટે અત્યાર સુધી રાજ્યપાલ સામે વિધાયકોની પરેડ થતી હતી પરંતુ આજે શિવસેના, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી અને કોંગ્રેસે સંયુક્ત રીતે પોતાના 162 ધારાસભ્યોની સાર્વજનિક પરેડ કરી. આ બધુ ભાજપન અને તેના સહયોગી અજિત પવાર જૂથના 170 વિધાયકોની સંખ્યા હોવાના દાવાને ખોટો પાડવા માટે કરાયું. આ પરેડ સુપ્રીમ કોર્ટમાં મંગળવારની સવારે આ પાર્ટીઓની અરજી પર સુનાવણીના માત્ર 12 કલાક પહેલા કરાઈ. 


જુઓ LIVE TV


શિવસેના, NCP અને કોંગ્રેસના 162 MLAએ કર્યું શક્તિ પ્રદર્શન, બળવો નહીં પોકારે તેના લીધા શપથ


162 વિધાયકોની પરેડ દરમિયાન મહા વિકાસ આઘાડીમાં સામેલ શિવસેના, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી, અને કોંગ્રેસના પ્રમુખ નેતા શરદ પવાર, સુપ્રિયા સુલે, સંજય રાઉત, અશોક ચૌહાણ, નવાબ મલિક, જિતેન્દ્ર અહવદ, આદિત્ય ઠાકરે વગેરે હાજર રહ્યાં હતાં.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube