Miss World 2023: મિસ વર્લ્ડ 2023 સ્પર્ધા આ વર્ષે ભારતમાં યોજાશે. વિશ્વ સ્તર પર આયોજિત થતી આ સ્પર્ધામાં 130 દેશની સુંદરીઓ ભાગ લેશે. ભારત 27 વર્ષ પછી આ સ્પર્ધાનું આયોજન કરશે. આ અંગે સત્તાવાર જાહેરાત ગુરુવારે કરવામાં આવી હતી. મિસ વર્લ્ડ ઓર્ગેનાઈઝેશન દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આ વર્ષે નવેમ્બર-ડિસેમ્બર મહિનામાં આ સ્પર્ધાનું ગ્રાંડ ફિનાલે થશે. જે પહેલા સ્પર્ધકોને શોર્ટલિસ્ટ કરવા માટે અલગ અલગ રાઉન્ટ શરુ થશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:


મહિલાઓના ખાતામાં આ દિવસે આવશે એક હજાર રૂપિયા, જાણો કોને મળશે ફાયદો


RBI એ કરોડો દેશવાસીઓને આપી મોટી ખુશખબર! હવે ઘર કે ગાડી લેવામાં નહીં પડે તકલીફ


ગેમિંગ એપ બાદ સ્નેપચેટથી બ્રેઈનવોશ! UP થી મહારાષ્ટ્ર સુધી ધર્માંતરણના તાર


આ સ્પર્ધા યૂપીમાં યોજાશે. અહીં વારાણસી અને આગરામાં દુનિયાભરમાંથી આવેલી સુંદરીઓ રેંપ વોક કરતી જોવા મળશે. આ વર્ષે સ્પર્ધા ભારતમાં યોજાશે તે અંગે મિસ વર્લ્ડ 2022 કૈરોલીન બિએલાવસ્કાએ ખુશી વ્યક્ત કરી હતી. 


આ પહેલા ભારતમાં 1996માં મિસ વર્લ્ડ સ્પર્ધા યોજાઈ હતી. 27 વર્ષ પછી ફરીથી ભારતમાં 71મી મિસ વર્લ્ડ 2023 સ્પર્ધાનું આયોજન થઈ રહ્યું છે. આ સ્પર્ધાનો ફાઈનલ રાઉન્ડ વર્ષના અંતે યોજાશે. પરંતુ તારીખોની જાહેરાત હજુ કરવામાં આવી નથી. 


મિસ વર્લ્ડનું ટાઈટલ જીતવા માટે 130 દેશથી વધુની સુંદરીઓએ સુંદરતાની સાથે બુદ્ધિમત્તા અને અન્ય માપદંડો પર ઉત્તીર્ણ થવું પડે છે. ભારતની જે યુવતીઓએ આ ટાઈટલ પોતાના નામ કર્યું છે તેમાં ઐશ્વર્યા રાય બચ્ચન, પ્રિયંકા ચોપડા, યુક્તા મુખીનું નામ આવે છે.