મહિલાઓના ખાતામાં આ દિવસે આવશે એક હજાર રૂપિયા, જાણો કોને મળશે ફાયદો

How To Get Ladli Yojna: આ દિવસે બહેનોના ખાતામાં સિંગલ ક્લિક વડે એક-એક હજારની રકમ ટ્રાન્સફર કરવામાં આવશે. આ બહેનોનું જીવન બદલવાની યોજના છે. યોજનાનો શુભારંભ સંસ્કારધાની જબલપુરથી થશે. મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાનની આ યોજનામાં એક કરોડ 25 લાખ 6 હજાર અરજીઓ મળી છે.

મહિલાઓના ખાતામાં આ દિવસે આવશે એક હજાર રૂપિયા, જાણો કોને મળશે ફાયદો

Loksabha Election 2024: મધ્યપ્રદેશમાં લાડલી બહના યોજના હેઠળ 10 જૂને એક ક્લિક દ્વારા મહિલાઓના ખાતામાં 1,000 રૂપિયાની રકમ ટ્રાન્સફર કરવામાં આવશે. મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે અધિકારીઓ સાથે વર્ચ્યુઅલ બેઠક યોજીને જણાવ્યું હતું. કે મુખ્યમંત્રી લાડલી બહના યોજનાનો રાજ્ય કક્ષાનો કાર્યક્રમ 10મી જૂને પૂર્ણ ગૌરવ સાથે યોજવામાં આવે.

આટલા પૈસા આવશે
આ દિવસે બહેનોના ખાતામાં સિંગલ ક્લિક વડે એક-એક હજારની રકમ ટ્રાન્સફર કરવામાં આવશે. આ બહેનોનું જીવન બદલવાની યોજના છે. યોજનાનો શુભારંભ સંસ્કારધાની જબલપુરથી થશે. મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાનની આ યોજનામાં એક કરોડ 25 લાખ 6 હજાર અરજીઓ મળી છે. તેમાંથી 26 હજાર 959 અરજીઓ અપાત્ર મળી છે.
 
સાળંગપુર : ગોલ્ડન ટેમ્પલથી પણ ચઢિયાતું દાદાના ધામનું રસોડું, ફોટો જોશો તો હલી જશો
ગુજરાતના આ સ્થળો પર ફરે છે અતૃપ્ત આત્માઓ, જવાની નથી કોઇની હિંમત, ભૂતોનો છે વાસ
ભારતના સૌથી રહસ્યમય સ્થળોમાં 1 છે ગુજરાતમાં,દિવસે જામે છે ભીડ રાતે જતાં ફફડે છે લોકો

જાણો આ યોજનાની મહત્વની બાબતો
મુખ્યમંત્રી ચૌહાણે કહ્યું કે જનપ્રતિનિધિઓ દ્વારા 30 ટકા સ્વીકૃતિ પત્રો પ્રિય બહેનોના ઘરે પહોંચાડવામાં આવ્યા છે. બાકીના સ્વીકૃતિ પત્રોનું ટૂંક સમયમાં વિતરણ કરવામાં આવશે. રાજ્ય કક્ષાના કાર્યક્રમમાં જિલ્લાના વિકાસ કામોનું લોકાર્પણ અને ભૂમિપૂજન પણ કરવામાં આવશે. લાડલી બહેનો દ્વારા નૃત્ય નાટક રજૂ કરવામાં આવશે. બહેનો દ્વારા મુખ્યમંત્રીનું અભિવાદન કરવામાં આવશે. પ્રતિષ્ઠિત કલાકારો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવશે. કાર્યક્રમના પ્રચાર માટે જિલ્લામાં પિંક સાયકલ રેલી, ચિત્ર સ્પર્ધા, ફિલ્મ, નાટક વગેરે પ્રવૃત્તિઓ પણ યોજાશે.

ઘણા રાજ્યોએ લાડલી યોજનાને લઇને પોતાના રાજ્યમાં શરૂઆત કરી છે. તેનાથી મહિલાને ખૂબ ફાયદો રહ્યો છે અને તેમની આર્થિક સ્થિતિમાં પણ સુધારો થઇ રહ્યો છે. આ યોજના પણ ખૂબ ચર્ચા રહી છે અને આ ખૂબ ચર્ચામાં છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news