અમિત શાહ સાથેની મીટિંગ બાદ રામવિલાસ નાખુશ, કાલે દિલ્હી પહોંચશે નીતીશ કુમાર
એલજીપી સાંસદ અને રામવિલાસ પાસવાનના પુત્ર ચિરાગ પાસવાનને સીટ શેરિંગના નિર્ણયને જલ્દી ઉકેલવા માટે કહ્યું હતું. સાથે જ 31 ડિસેમ્બર સુધી અલ્ટીમેટમ પણ આપ્યું છે. ત્યારબાદ ગુરૂવારે અમિત શાહ સાથે રામવિલાસ પાસવાન અને ચિરાગ પાસવાનની મીટિંગ નક્કી થઇ હતી.
નવી દિલ્હી: બિહાર એનડીએની અંદર ફરીથી સીટ શેરિંગને લઇ ઘમાસાણ શરૂ થઇ ગયું છે. હવે એલજેપી પણ ભાજપની સીટ શેરિંગની નીતિથી નારાજ જોવા મળી રહી છે. એલજીપી સાંસદ અને રામવિલાસ પાસવાનના પુત્ર ચિરાગ પાસવાનને સીટ શેરિંગના નિર્ણયને જલ્દી ઉકેલવા માટે કહ્યું હતું. સાથે જ 31 ડિસેમ્બર સુધી અલ્ટીમેટમ પણ આપ્યું છે. ત્યારબાદ ગુરૂવારે અમિત શાહ સાથે રામવિલાસ પાસવાન અને ચિરાગ પાસવાનની મીટિંગ નક્કી થઇ હતી. પરંતુ મીટિંગ બાદ રામવિલાસ પાસવાન ખુશ જોવા ન મળ્યા અને મીડિયાના સવાલોથી દુર રહી નિકળી ગયા હતા. ત્યારે સમાચાર મળી રહ્યાં છે કે નીતીશ કુમાર દિલ્હી પહોંચી રહ્યા છે તો ફરી મીટિંગ થઇ શકે છે.
એલજેપી હવે સીટ શેરિંગને લઇ એનડીએ ગઠબંધનમાં ખુશ જોવા મળી રહ્યાં નથી. જોકે એલજેપીની ચેતાવણી બાદ ભાજપ અધ્યક્ષ અમિત શાહે રામવિલાસ પાસનાન અને ચિરાગ પાસવાન સાથે મુલાકાત કરી પરંતુ એવું લાગી રહ્યું છે કે મીટિંગ બાદ પણ કોઇ પ્રકારનું કામ થયું નથી.
વધુમાં વાંચો: અધૂરુ દેવું માફી ખેડૂતો સાથે અન્યાય, મારી નજર કોંગ્રેસ પર જ છે: શિવરાજ
અમિત શાહ સાથે મુલાકાત દરમિયાન ત્યાં રામવિલા પાસવાન અને ચિરાગ પાસવાનની સાથે નાણા મંત્રી અરુણ જેટલી પણ પહોંચ્યા હતા. સાથે જ બિહાર ભાજપના પ્રભારી ભૂપેન્દ્ર યાદવ પણ ત્યાં હાજર રહ્યાં હતા. લગભગ એક કલાકની મીટિંગ બાદ જ્યારે બદા નેતાઓ બહાર નીકળ્યા તો મીડિયાના સવાલોના કોઇપણ નેતાએ જવાબ આપ્યા ન હતા. ત્યારે રામવિલાસ પાસવાન અને ચિરાગ પાસવાન નાખુશ જોવા મળી રહ્યાં હતા.
હવે એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે સીટ શેરિંગને લઇ એલજેપીની સાથે કોઇ પ્રકારની વાત થઇ નથી. જોકે કહેવામાં આવી રહ્યુ છે કે અમિત શાહ એલજેપીના મનાવવામાં લાગ્યા છે. તેઓ નથી ઇચ્છતા કે એલજેપી એનડીએએ ગઠબંધનથી દુર થઇ જાય.
વધુમાં વાંચો: દિલ્હી-આગ્રા વચ્ચે ટ્રાયલ દરમિયાન ટ્રેન-18 પર પથ્થર મારો, બારીના કાચ તોડ્યા
ત્યારે સમાચાર આવ્યા કે શુક્રવારે સીએમ નીતીશ કુમાર દિલ્હી પહોંચી રહ્યાં છે. જોકે કહેવામાં આવી રહ્યું છે કે તેઓ કોઇ કાર્યક્રમ માટે જઇ રહ્યાં છે. પરંતુ તેઓ અમિત શાહ સાથે પણ મુલાકાત કરશે. એવો પણ અંદાજ લાગવવામાં આવી રહ્યો છે કે નીતીશ કુમારના પહોંચ્યા બાદ એલજેપી, જેડીયુ અને ભાજપની બેઠક યોજાશે. જેમાં સીટ શેરિંગનો મુદ્દાનો ઉકેલ લાવવામાં આવશે.
અમિત શાહ પણ નીતીશ કુમારના આવવાની રાહ જોવા માટે એલજેપીને કહેવામાં આવ્યું છે. એટલા માટે રામવિલાસ પાસવાનની તરફથી કોઇ પ્રકારનું નિવેદન આપવામાં આવ્યું નથી. જોકે જો સીટ શેરિંગના નિર્ણય પછી એલજેપી નહીં માને તો ત્યારબાદ તેઓ કયા રસ્તા પર ચાલશે તે કહીં શકાય નહીં. જોકે એલજેપીની નારાજગી બાદ મહાગઠબંધનથી દળ રામવિલાસ પાસવાનને આમંત્રણ આપી રહ્યું છે.
વધુમાં વાંચો: હેલીકોપ્ટરમાં યાત્રા કરનાર શિવરાજ બેઠા ટ્રેનમાં, સેલ્ફી લેવા ઉમટી મુસાફરોની ભીડ
આરજેડીના ઉપાધ્યક્ષ રધુવંશ પ્રસાદ સિંહએ કહ્યું કે રામવિલાસ પાસવાન વહેલા મોડા મહાગઠબંધનમાં જરૂરથી આવશે. તેમણે કહ્યું કે એનડીએના દળ પહેલાથી ભાજપથી નારાજ છે અને અંતમાં બધા તેમને છોડી દેશે.