કોલકત્તાઃ દિલ્હીની જવાહરલાલ નેહરુ યુનિવર્સિટીમાં થયેલા હુમલાને લઈને વિવાદ દેશના અલગ-અલગ ભાગમાં વધી રહ્યો છે. કોલકત્તામાં લેફ્ટ અને ભાજપના સમર્થકો આમને-સામને આવી ગયા હતા. દક્ષિણ કોલકત્તામાં ટ્રાફિક ઠપ્પ થઈ ગયો છે અને બંન્ને વચ્ચે કોઈ પ્રકારની અનિચ્છનીય ઘટના રોકવા માટે મોટી સંખ્યામાં પોલીસ જવાનોને તૈનાત કરી દેવામાં આવ્યા છે. આ વિસ્તારમાં બંન્ને પાર્ટીઓના સમર્થન વિરોધ પ્રદર્શન કરી રહ્યાં છે. આ સિવાય જાદવપુર યુનિવર્સિટી આસપાસ પણ તણાવ વધી ગયો છે. રિપોર્ટ્સ પ્રમાણે ઝંડાની સાથે લેફ્ટ સમર્થન ત્યાં પહોંચી રહ્યાં છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વિદ્યાર્થીઓના ભારે વિરોધ પ્રદર્શનને કારણે પોલીસે પણ લાઠીચાર્જ કરવાની ફરજ પડી હતી. કોલકત્તાના સુલેખા મોર વિસ્તારમાં પોલીસે વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ કર્યો હતો. આ દરમિયાન કેટલાક વિદ્યાર્થીઓની પોલીસ સાથે ઝડપ પણ થઈ હતી. પોલીસે રસ્તા પર બેરિકોટ લગાવી દીધા હતા. પોલીસે લાઠીચાર્જ કરતા વિદ્યાર્થીઓના ટોળાએ ભાગવાની ફરજ પડી હતી. 


JNU હિંસા પર છાત્ર સંઘની અધ્યક્ષ આઇશી ઘોષનું નિવેદન- પ્લાનિંગથી કરવામાં આવ્યો હુમલો  

દિલ્હી પોલીસના પ્રવક્તા એમએસ રંધાવાએ કહ્યું કે, બધા સીસીટીવી ફુટેજની તપાસ કરવામાં આવી રહી છે. તમામ ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાંથી રજા મળી ગઈ છે. રંધાવાએ કહ્યું, પોલીસ પીસીઆર કોલ મળતા સ્થળ પર પહોંચી હતી. તેમણે કહ્યું, જોઈન્ટ કમિશનરની આગેવાનીમાં એક કમિટી બનાવવામાં આવી છે, જેથી તપાસમાં મોડું ન થાય. અમને કેટલાક પૂરાવા મળ્યા છે, જેની તપાસ કરવામાં આવી રહી છે. ટૂંક સમયમાં આ મામલાને ઉકેલી લેવામાં આવશે. તેમણે કહ્યું કે, દિલ્હી પોલીસ સાંજે 7.45 કલાકે કેમ્પસની અંદર ગઈ હતી. આ મામલામાં એક એફઆઈઆર દાખલ કરવામાં આવી છે. દિલ્હી સિવાય મુંબઈ સહિત દેશના ઘણા ભાગમાં વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે. 


જુઓ LIVE TV


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


ભારતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....