JNU હિંસા પર છાત્ર સંઘની અધ્યક્ષ આઇશી ઘોષનું નિવેદન- પ્લાનિંગથી કરવામાં આવ્યો હુમલો

 જવાહર લાલ નેહરુ યુનિવર્સિટી (જેએનયૂ) વિદ્યાર્થી સંઘની અધ્યક્ષ આઇશી ઘોષે હિંસા માટે આરએસએસને જવાબદાર ઠેરવ્યું છે. તેણે સોમવારે કહ્યું કે છેલ્લા 4-5 દિવસથી આરએસએસ સાથે જોડાયેલા પ્રોફેસરો અમારા આંદોલનને તોડવા માટે હિંસા ભડકાવી રહ્યાં હતા. આ એક સુયોજીત હુમલો હતો.

 JNU હિંસા પર છાત્ર સંઘની અધ્યક્ષ આઇશી ઘોષનું નિવેદન- પ્લાનિંગથી કરવામાં આવ્યો હુમલો

નવી દિલ્હીઃ જવાહર લાલ નેહરુ યુનિવર્સિટી (જેએનયૂ) વિદ્યાર્થી સંઘની અધ્યક્ષ આઇશી ઘોષે હિંસા માટે આરએસએસને જવાબદાર ઠેરવ્યું છે. તેણે સોમવારે કહ્યું કે છેલ્લા 4-5 દિવસથી આરએસએસ સાથે જોડાયેલા પ્રોફેસરો અમારા આંદોલનને તોડવા માટે હિંસા ભડકાવી રહ્યાં હતા. આ એક સુયોજીત હુમલો હતો. તે લોકોને બહાર કાઢી-કાઢીને મારી રહ્યાં હતા. આઇશીએ કહ્યું કે, જેએનયૂ સિક્યોરિટી અને હુમલાખોરો વચ્ચે સાઠ-ગાંઢ હતી, જેને કારણે તેમણે હિંસા રોકવા માટે કોઈ પગલા ભર્યા નથી. અમારી માગ છે કે યુનિવર્સિટીના વાઇસ-ચાન્સલરને તાત્કાલિક હટાવવામાં આવે. 

JNU હિંસાઃ દિલ્હી પોલીસની  FIRમાં શું છે, વાંચો મુખ્ય વાતો 

તેણે કહ્યું કે, જેએનયૂની લોકતાંત્રાક સંસ્કૃતિને કચડવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે, જે સફળ થશે નહીં. તેણે કહ્યું, 'વિદ્યાર્થીઓ વિરુદ્ધ લોઢાના ડંડાનો જવાબ વાદ-વિવાદ અને વાતચીતના માધ્યમથી આપવામાં આવશે. જેએનયૂની સંસ્કૃતિ સમાપ્ત થશે નહીં, તે યથાવત રહેશે.' આઇશી સિવાય જેએનયૂ છાત્ર સંઘના ઉપાધ્યક્ષ સાકેત મૂને પણ આરોપ લગાવ્યો કે જ્યારે જરૂર હતી, ત્યારે સુરક્ષા હાજર નહતી. 

— ANI (@ANI) January 6, 2020

સાકેત મૂને આરોપ લગાવ્યો કે દિલ્હી પોલીસ પ્રથમ કોલના બે કલાક બાદ પહોંચી હતી. તેણે કહ્યું, 'અમે બે કલાક પોલીસને ફોન કર્યો પરંતુ અમને મદદ ન મળી. દિલ્હી પોલીસે પોતાના નિવેદનમાં કહ્યું કે, જ્યારે તેને યુનિવર્સિટી કેમ્પસમાં હિંસાના સમાચાર મળ્યા તો તે યુનિવર્સિટી ગેટ પર પહોંચી ગઈ હતી. પરંતુ તેને એક કલાક બાદ કેમ્પસમાં દાખલ થવાની મંજૂરી મળી હતી.'

— ANI (@ANI) January 6, 2020

— ANI (@ANI) January 6, 2020

શું છે મામલો
ઉલ્લેખનીય છે કે રવિવારે રાત્રે જેએનયૂમાં માસ્ક પહેરીને કેટલાક હુમલાખોર ઘુસ્યા, જેની પાસે લાકડી અને લોખંડના પાઇપ હતા. તેણે વિદ્યાર્થીઓ અને શિક્ષકોને માર માર્યો હતો. આ સાથે કેમ્પસમાં તોડફોડ પણ કરી હતી. ત્યારબાદ તંત્રએ પોલીસને કોલ કર્યો હતો, જેણે કેમ્પસમાં ફ્લેગ માર્ચ કરી હતી. આ હુમલામાં જેએનયૂ વિદ્યાર્થી સંઘની અધ્યક્ષ આઇશી ઘોષ સહિત 28 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. 

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news