નવી દિલ્હી: ભારતે ચીનના વિસ્તારવાદી અહંકારને ચૂર-ચૂર કરવાનો નિર્ણય કરી લીધો છે. જે ગલવાનમાં પાઠ ભણાવવાનો અધુરો રહી ગયો તે હવે પૈંગોગમાં આવીને પુરો થઇ જશે. ગલવાનના 75 દિવસ બાદ ચીને પૈંગોંગમાં હિંદુસ્તાનને લલકારવાની ભૂલ કરી છે પરંતુ ભારતના સિંહનાદે ચીનના હોશ ઉડાવી દીધા છે. પૈંગોંગમાં હિંદુસ્તાનનું પરાક્રમ જોઇને ચીનનો પરસેવો છૂટી રહ્યો છે પરંતુ ચીનની ફિતરતમાં છુપાયેલો દગો ભારત જાણે છે. એટલા માટે ભારત આ વખતે એલર્ટ છે. 1962ની માફક કોઇ ભૂલ કરશે નહી. ભારતની તૈયારીઓ પુરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભારતનું 'ઓપરેશન બ્લેક ટોપ'
ભારતની સૈનિક કાર્યવાહીની શરૂઆત 29-30 ઓગસ્ટના રોજ રાત્રે થઇ. બ્લેક ટોપ તરફથી આગળ વધતાં 25-30 ચીની સૈનિકોને જોયા. ભારતીય સૈનિકોએ બ્લેક ટોપની ઉપર પહોંચીને પોસ્ટ પર કબજો કરી લીધો. 30-31 ઓગસ્ટની રાત્રે ચીનની સેનાએ આગળ વધવાનો ફરી પ્રયત્ન કર્યો. જવાબમાં ભારતીય સેનાએ નજીક બીજી ઘણી પહાડીઓ પર કબજો કરી લીધો. ભારતીય સેનાની કાર્યવાહી PP 27 થી PP 31 વચ્ચે કરવામાં આવી છે. 

ભારતીય સેનાએ છોડાવ્યો ચીની સૈનિકોનો પરસેવો, માત્ર 4 દિવસમાં કરી બતાવ્યું આ પરાક્રમ


તમામ પેટ્રોલિંગ પોઇન્ટ હવે ભારતીય સેનાની પાસે છે. 1962માં આ વિસ્તારોમાં ચીને કબજો કરી લીધો હતો. રેકિન લા અને રેજાંગ લાના વિસ્તારો પર ભારતીય સેનાનો કબજો થઇ ગયો છે. વર્ષ 1962 બાદ ભારતીય સેનાએ ક્યારેય પોતાના સૈનિકો મોકલ્યા નહી. બંને જગ્યા પર વર્ષ 1962માં ભીષણ લડાઇ થઇ હતી. 'મગર હિલ' અને ગુરૂંગ હિલ પર પણ ભારતીય સૈનિકોનો કબજો થઇ ગયો છે. પૈંગોંગના દક્ષિણ કિનારેથી રેજાંગ લા સુધી ભારતીય સેનાનો કબજો છે. 

'કાંટા લગા' ગર્લ Shefali Jariwala ની લેટેસ્ટ તસવીરો ઉડાવી રહી છે ફેન્સના હોશ


ભારતે ચીન સીમા પર પહેરો વધાર્યો
ભારતે ચીન સીમા પર પહેરો વધારી દીધો છે. ગૃહ મંત્રાલયના સૂત્રો પાસેથી ZEE NEWS ને જે મોટા સમાચાર મળ્યા છે તેના અનુસાર ITBP અને SSB ને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. લદ્દાખ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ અને અરૂણાચલ પ્રદેશ અને સિક્કિમ બોર્ડર પર ITBP ને એલર્ટ રહેવાના નિર્દેશ મળ્યા છે. તો બીજી તરફ ઉત્તરાખંડના કાલાપાનીમાં  SSB અને ITBP નો પહેરો વધારી દીધો છે. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube