WhatsApp ચેટિંગ કરવું પત્નીને પડ્યુ ભારે, પતિએ કર્યુ કંઇક આવું...
કોઇ બીજા વ્યક્તિ સાથે વ્હોટ્સએપ પર વાત કરવાના કારણે પતિએ પહેલા તેની પત્નીને મચ્છર મારવાની દવા પીવડાવી અને ત્યારબાદ ગળું દબાવી તેની હત્યા કરી દીધી હતી. પોતાની પત્નીની હત્યા કરવાના આરોપમાં 26 વર્ષીય આ શખ્સની ધરપકડ કરી લેવામાં આવી છે.
આગરા: કોઇ બીજા વ્યક્તિ સાથે વ્હોટ્સએપ પર વાત કરવાના કારણે પતિએ પહેલા તેની પત્નીને મચ્છર મારવાની દવા પીવડાવી અને ત્યારબાદ ગળું દબાવી તેની હત્યા કરી દીધી હતી. પોતાની પત્નીની હત્યા કરવાના આરોપમાં 26 વર્ષીય આ શખ્સની ધરપકડ કરી લેવામાં આવી છે. આ ઘટના આગરાની છે. આરોપીની ઓળખ સોનૂના તરીકે કરવામાં આવી છે. જે એક શાકભાજી વેચનાર છે અને પીડિતાનું નામ અંજલી છે. રિપોર્ટ અનુસાર આ બંને છેલ્લા 9 વર્ષથી દામ્પત્ય જીવન જીવી રહ્યાં છે અને તેમના બે બાળકો પણ છે. જેમની ઉંમર ક્રમશ: 4 અને 6 વર્ષ છે.
આ પણ વાંચો:- J&K: CRPF, અર્ધલશ્કરી દળોની ઝડપી તૈનાતમાં IAFના C-17નો થઇ શકે છે ઉપયોગ
અંજલીનો મૃતદેહ તેના ઘર નજીક સુદામપુરી વિસ્તારમાં એક ખાલી મેદાનમાંથી મળી આવ્યો હતો. ઇત્માદ-ઉદ-દૌલા પોલીસ સ્ટેશનના સ્ટેશન હાઉસ અધિકારી ઉદયવીર સિંહ મલિકના જણાવ્યા અનુસાર, ફોન પર તેની પત્નીને અન્ય કોઇ એક વ્યક્તિ સાથે વાત કરતા જોઇ સોનૂ રોષે ભરાયો હતો. પહેલા તેણે મચ્છર મારવાની દવા પીવા મજબૂર કરી અને પછી સાંજે કાપડાનો એક લાંબા ટુકડાથી ગળું દબાવી તેની હત્યા કરી દીધી હતી.
આ પણ વાંચો:- 12 વર્ષ પછી કોઇ ભારતીય પત્રકારને મળ્યો મેગ્સેસે એવોર્ડ
કથિક રીતે જે સમયે આ બધુ થઇ રહ્યું હતું તે સમયે બાળકો સુઇ રહ્યાં હતા. આ મામલો ત્યારે સામે આવ્યો જ્યારે અંજલીના પિતા તેમની પુત્રી ઘરથી ગુમ હોવાની લેખીત ફરિયાદ નોંધાવી હતી. પોલીસે તપાસ શરૂ કરી અને મૃતદેહ ઘરની નજીક મળી આવ્યો હતો. પોસ્ટમાર્ટમ બાદ પરિવારજનોને મૃતદેહ સોંપવામાં આવ્યો હતો. સોનુની ધરપકડ કર્યા બાદ તેની સામે ઇન્ડિયન પીનલ કોડની કલમ 302 અંતર્ગત કેસ દાખલ કરવામાં આવ્યો છે.
જુઓ Live TV:-