Farmer`s Protest: કૃષિ મંત્રી તોમરની સ્પષ્ટ વાત, કૃષિ કાયદા પરત લેવામાં આવશે નહીં
નવા કૃષિ કાયદાના વિરોધમાં ચાલી રહેલા કિસાનોના આંદોલન પર કૃષિ મંત્રીએ એકવાર ફરી મહત્વનું નિવેદન આપ્યું છે.
ગ્વાલિયરઃ કૃષિ કાયદાને ખતમ કરવાની કેન્દ્ર સરકારે એકવાર ફરી ના પાડી છે. પીએમ મોદી સરકાર (Narendra Modi) માં કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમર (Narendra Singh Tomar) એ રવિવારે કહ્યુ કે, કિસાન યુનિયન (Kisan Union) પોતાની સમસ્યા જણાવે તો સરકાર કૃષિ કાયદા (Farm Laws) માં સંશોધન કરવા તૈયાર છે. કૃષિ મંત્રીએ તે પણ કહ્યું કે, સરકાર કોઈપણ સમયે જરૂરી સંશોધન પર ચર્ચા કરવા તૈયાર છે.
ભીડ કરવાથી નિર્ણય થશે નહીં
કૃષિ મંત્રીએ કહ્યુ, 'ક્યાંય કોઈ ભીડ ભેગી થઈ જાય અને કહી દે કે કાયદો બદલાવી નાખો તો તેમ નહીં થાય. તોમરે કહ્યુ કે, વાતચીતનો નિર્ણય ત્યારે થાય છે, જ્યારે કોઈ જણાવે કે કાયદામાં શું સમસ્યા છે. અમે પણ જાણવા ઈચ્છીએ છીએ કે કાયદામાં કિસાનની વિરુદ્ધ શું છે, એ તો કોઈ જણાવે. એવુ થોડુ થાય કે ભીડ ભેગી થઈ જાય અને કહી દે કે કાયદો હટાવી દો, એમ ન થાય. તોમરે કહ્યું કે, સરકાર ખુદ સમજવા ઈચ્છે છે કે ખામીમાં સંશોધન માટે તૈયાર છે.'
આ પણ વાંચોઃ પૂર્વી લદ્દાખમાં ભારત અને ચીનની સેનાની પાછળ હટવાની પ્રક્રિયા પૂરીઃ રાજનાથ સિંહ
દિલ્હીની સરહદો પર કિસાનોનું આંદોલન
ઉલ્લેખનીય છે કે પ્રધાનમંત્રી મોદી (Narendra Modi) પણ કહી ચુક્યા છે કે સરકાર ચર્ચા કરવા તૈયાર છે. પરંતુ કિસાન નેતા પોતાની માંગો પર અડીગ છે. ગાઝીપુર અને સિંધુ બોર્ડર પર કિસાન નેતાઓની બેઠક જારી છે. આ સાથે ગરમીમાં પણ આંદોલન કઈ રીતે આગળ વધારવુ તેનો પ્લાન કિસાનો કરી ચુક્યા છે. ગરમીથી બચવા અહીં એસી અને કૂલરની વ્યવસ્થા થઈ રહી છે. ટેન્ટની સુવિધાઓ વધારવાની તૈયારી છે. કિસાન સંગઠનોનું કહેવું છે કે જ્યાં સુધી સરકાર કાયદો પરત લેશે નહીં, ત્યાં સુધી આંદોલન સમાપ્ત થવાનું નથી.
દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube