નવી દિલ્હીઃ Farm Laws Repeal: કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમર (Narendra Singh Tomar) એ કૃષિ કાયદા (Farm Law) ને પરત લેવાના નિર્ણય બાજ કહ્યુ- પીએમ સંસદમાંથી પાસ થયેલા ત્રણ બિલ લાવ્યા હતા. તેનાથી કિસાનોને ફાયદો થાત, આ કાયદો લાવવા પાછળ કિસાનોના જીવનમાં ક્રાંતિકારી પરિવર્તન લાવવાનો પીએમનો સ્પષ્ટ ઇરાદો હતો, પરંતુ મને દુખ છે કે અમે દેશના કેટલાક કિસાનોને આ નવા કૃષિ કાયદાના લાભ જણાવવામાં નિષ્ફળ રહ્યા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કૃષિ મંત્રીએ આગળ કહ્યુ- દેશ તે વાતનો સાક્ષી છે કે જ્યારથી પીએમ મોદીએ 2014માં સરકારની કમાન પોતાના હાથમાં લીધી છે, તેમની સરકારની પ્રતિબદ્ધતા કિસાનો અને કૃષિ માટે રહી છે. પરિણામસ્વરૂપ તમે જોયું હશે કે છેલ્લા 7 વર્ષોમાં કૃષિને લાભ પહોંચાડતી અનેક યોજનાઓ શરૂ કરવામાં આવી છે.


આ પણ વાંચોઃ સંસદમાં બિલ રજૂ થતા પહેલા કિસાન સંગઠનોનો મોટો નિર્ણય, સંસદ સુધીની ટ્રેક્ટર માર્ચ કરી સ્થગિત


કેન્દ્ર સરકારે હંમેશા કિસાનોના કલ્યાણ માટે કાર્ય કર્યુ છે
કેન્દ્રીય કૃષિ મંત્રીએ આગળ કહ્યુ કે, કેન્દ્ર સરકારે હંમેશા કિસાનોના કલ્યાણ માટે કાર્ય કર્યું છે. ઘણી જગ્યાએ તેનો ફાયદો પણ જોવા મળ્યો છે. તેમણે કહ્યું કે, અનેક કિસાનોને તેનો ફાયદો મળી રહ્યો છે. તેમણે કહ્યું કે, પ્રધાનમંત્રી ઈચ્છે છે કે આપણા દેશમાં કિસાનો માટે તે પ્રતિબંધો છે તેનો ખોલવામાં આવે. તેથી અમે કૃષિ કાયદો લઈને આવ્યા હતા. પરંતુ અમે આ કાયદાને કેટલાક કિસાનોને સમજાવવામાં સફળ રહ્યાં નહીં અને તેને રદ્દ કરવા પડ્યા. 


પ્રદર્શન કરી રહેલા કિસાનોને મળી મોટી જીત
હકીકતમાં પાછલા વર્ષે લાવવામાં આવેલા ત્રણ કૃષિ કાયદા વિરુદ્ધ પ્રદર્શન કરી રહેલા કિસાનોને મોટી જીત મળી છે. મહત્વનું છે કે પીએમ મોદીએ ત્રણેય કૃષિ કાયદા પરત લેવાની જાહેરાત કરી હતી. પ્રધાનમંત્રી મોદીએ દેશના નામે સંબોધનમાં આ મોટી જાહેરાત કરી હતી. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube