સંસદમાં બિલ રજૂ થતા પહેલા કિસાન સંગઠનોનો મોટો નિર્ણય, સંસદ સુધીની ટ્રેક્ટર માર્ચ કરી સ્થગિત

Tractor March Postponed: સંસદમાં કૃષિ કાયદાને રદ્દ કરતું બિલ રજૂ થતાં પહેલા કિસાનોએ મોટો નિર્ણય કર્યો છે. કિસાનોએ સંસદ સુધી પ્રસ્તાવિત ટ્રેક્ટર માર્ચને સ્થગિત કરવાનો નિર્ણય લીધો છે.   

Updated By: Nov 27, 2021, 03:20 PM IST
સંસદમાં બિલ રજૂ થતા પહેલા કિસાન સંગઠનોનો મોટો નિર્ણય, સંસદ સુધીની ટ્રેક્ટર માર્ચ કરી સ્થગિત

નવી દિલ્હીઃ Farmers Tractor March Postponed: સંસદમાં બિલ રજૂ થવાના બે દિવસ પહેલા કિસાનોએ મોટો નિર્ણય લીધો છે. કિસાનોએ સંસદ સુધી પ્રસ્તાવિત ટ્રેક્ટર માર્ચને સ્થગિત કરવાનો નિર્ણય લીધો છે. કિસાન સંગઠનોએ આ નિર્ણય કૃષિ કાયદાની વાપસી બાદ લીધો છે. કિસાન યુનિયનની આજે યોજાયેલી બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. આજે સિંધુ અને ટિકરી બોર્ડર પર સંયુક્ત કિસાન મોર્ચાના નેતાઓએ બેઠક યોજી હતી. આ બેઠકમાં આગળની રણનીતિ પર ચર્ચા કરવામાં આવી છે. ત્યારબાદ જણાવવામાં આવ્યું કે, કિસાન પ્રસ્તાવિત સંસદ માર્ચને હાલ સ્થગિત કરી રહ્યાં છે. 

સંયુક્ત કિસાન મોર્ચા તરફથી માહિતી આપવામાં આવી છે કે આગળની રણનીતિ માટે ચાર ડિસેમ્બરે બેઠક બોલાવવામાં આવી છે. આ બેઠકમાં અન્ય મુદ્દે પણ ચર્ચા થવાની સંભાવના છે. આ વાતની જાણકારી સંયુક્ત કિસાન મોર્ચાએ પત્રકાર પરિષદમાં આપી છે. 

મહત્વનું છે કે આ પહેલા કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે આજે કિસાનોને અપીલ કરી હતી કે પ્રદર્શન સમાપ્ત કરી બધા લોકો પોત-પોતાના ઘરે ચાલ્યા જાય. તો કૃષિ કાયદાને લઈને નરેન્દ્ર તોમરે કહ્યુ કે, તેને રદ્દ કરનાર બિલ શિયાળુ સત્રના પ્રથમ દિવસે લોકસભામાં રજૂ કરવામાં આવશે. 

આ દરમિયાન તેમણે જણાવ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પાક વિવિધતા, શૂન્ય બજેટની સાથે ખેતી, એમએસપી સિસ્ટમ અને વધુ પારદર્શિ તથા તેની સાથે જોડાયેલા અલગ-અલગ મુદ્દા પર ચર્ચા કરવા માટે એક સમિતિની રચના કરશે. કૃષિ મંત્રીએ જણાવ્યું કે, કિસાન સંગઠનોએ પરાલી સળગાવવાને અપરાધ મુક્ત કરવાની માંગ કરી હતી, જેનો કેન્દ્ર સરકારે સ્વીકાર કરી લીધો છે. કૃષિ કાયદાની વાપસીને લઈને કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે કહ્યુ કે, અમને દુખ છે કે કિસાન સંગઠનોને કૃષિ કાયદાના ફાયદા વિશે સમજાવી શક્યા નહીં.