જયપુર : કૃત્રીમ મેઘામાં વિશ્વનાં સૌથી ઝડપી અથવા શક્તિશાળી સુપર કોમ્પ્યૂટર ડીજીએક્સ-2 ભારતમાં પણ આવી ગયું છે. તેને જોધપુર ખાતે ભારતીય ટેક્નોલોજી સંસ્થા (IIT) માં લગાવવામાં આવ્યું છે. તેના કારણે દેશમાં કૃત્રીમ મેઘા (આર્ટિફિશિયલ ઇન્ટેલીજન્સ) પ્રશિક્ષણ ગતિવિધિઓને બળ મળવાની આશા છે. આઇઆઇટી જોધપુરમાં કોમ્પ્યુટર સાઇન વિભાગનાં અધ્યક્ષ ડૉ. ગૌરવ હરિતે કહ્યું કે, આ વિશ્વમાં પોતાની પ્રકારનાં સૌથી ઝડપી અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) એપ્લીકેશન્સ માટે સૌથી શક્તિશાળી સુપર કોમ્પ્યુટર છે જે ભારતમાં પહેલીવાર આવ્યું છે. તેને અહીં એક વિશેષ પ્રયોગશાળામાં લગાવવામાં આવ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોંગ્રેસના દિગ્ગજ નેતાએ સ્વીકાર્યું, પાર્ટીમાં 'મોટી સર્જરી' કરવાની જરૂર 
ડૉ. હરિતે કહ્યું કે, લગભગ 2.50 કરોડ રૂપિયાનાં ખર્ચવાળા આ કોમ્પ્યુટરની ક્ષમતાનો અંદાજ તે વાત પરથી લગાવી શકાય છે કે તેમાં 16 વિશેષ જીપીયુ કાર્ડ લાગેલા છે અને પ્રત્યેકની ક્ષમતા 32 જીબીની છે. તેમાં રેમ 512 જીબીની છે. તેમણે કહ્યું કે, સામાન્ય કોમ્પ્યુટરની ક્ષમતા માત્ર 150થી 200 વોટ હોય છે જ્યારે આ સુપર કોમ્પ્યુટરની ક્ષમતા 10 કિલોવોટની છે. 


J&Kમાં પુલવામા હુમલા જેવી દુર્ઘટના ફરી કરવાની ફિરાકમાં જૈશ એ મોહમ્મદ !
સર્વદળીય બેઠકમાં બોલ્યા ગુલામ નબી, વિપક્ષનો અવાજ દબાવવાનો પ્રયત્ન
જેના કારણે એઆઇનાં મોટા એપ્લીકેશનનાં પ્રશિક્ષણમાં મદદ મળશે. દરેક કોમ્પ્યુટર પ્રશિક્ષણ મદદ મળશે. દરેક કોમ્પ્યુટર પ્રોગ્રામ ડેટા વિશ્લેષણ પર આધારિત હોય છે અને આ વિશ્લેષણ આ સુપર કમ્પયુરમાં ખુબ જ ઝડપથી તશે. કોમ્પ્યુટરમાં લાગેલ 32 જીબી ક્ષમતા (પ્રત્યેક)નાં 16  જીપીયુ કાર્ડ તેને ક્ષમતાની દ્રષ્ટીએ વિશિષ્ટ બનાવી દે છે અને તેનું પ્રદર્શનખુબ જ વધી ગઇ છે. 


વિધાનાસભા ચૂંટણી પહેલા મહારાષ્ટ્ર કેબિનેટનું વિસ્તરણ, 8 કેબિનેટ, 5 રાજ્યમંત્રી થયા સામેલ
ઉલ્લેખનીય છે કે દેશમાં હાલના સમયે આઇઆઇએસસી બેંગ્લુરૂ સહિત કેટલીક સંસ્થાઓમાં ડીજીએખ્સ-1 સુપર કોમ્પ્યુટર છે. ડીજીએક્સ -2 સુપર કોમ્પ્યુટર પહેલીવાર દેશમાં આવ્યું છે અને તેની ક્ષમતા પહેલાનાં વર્ઝનથી લગભગ બમણી છે. સામાન્ય રીતે તેને સમયે -1 થી જે કામને કરવામાં 15 દિવસ લાગે છે, તે કામને જીડીએક્સ 2 માત્ર ડોઢ દિવસમાં કરી આપશે. લગભગ ડોઢ ક્વિન્ટલ વજનનાં આ કોમ્પ્યુટરની આંતરિક ભંડારણ ક્ષમતા 30 ટીબીની છે. 


પશ્ચિમ બંગાળ: મમતા બેનરજી સાથે વાત કરવા તૈયાર ડોક્ટર, હડતાળનો અંત આવશે!
આઇઆઇટી જોધપુર તથા અમેરિકી સુપર કોમ્પ્યુટર કંપની નવિડિયાની વચ્ચે એઆઇ ક્ષેત્રમાં સંશોધન માટે બે વર્ષમાં સમજુતી થઇ છે. આ કોમ્પ્યુટર તેનો કરાર હેઠળ અહીં લવાઇ છે.