વિધાનાસભા ચૂંટણી પહેલા મહારાષ્ટ્ર કેબિનેટનું વિસ્તરણ, 8 કેબિનેટ, 5 રાજ્યમંત્રી થયા સામેલ

મહારાષ્ટ્રની દેવેન્દ્ર ફડણવીસ કેબિનેટમાં રવિવારે કેબિનેટનું વિસ્તરણ કરવામાં આવ્યું. 8 કેબિનેટ અને 5 રાજ્ય મંત્રીઓએ પદ તેમજ ગોપનીયતાના શપથ લીધા. મોનસૂન સત્ર શરૂ થવાની પહેલા કેબિનેટમાં થયેલા વિસ્તરણને ઘણું મહત્વનું માનવામાં આવે છે

વિધાનાસભા ચૂંટણી પહેલા મહારાષ્ટ્ર કેબિનેટનું વિસ્તરણ, 8 કેબિનેટ, 5 રાજ્યમંત્રી થયા સામેલ

મુંબઇ: મહારાષ્ટ્રની દેવેન્દ્ર ફડણવીસ કેબિનેટમાં રવિવારે કેબિનેટનું વિસ્તરણ કરવામાં આવ્યું. 8 કેબિનેટ અને 5 રાજ્ય મંત્રીઓએ પદ તેમજ ગોપનીયતાના શપથ લીધા. મોનસૂન સત્ર શરૂ થવાની પહેલા કેબિનેટમાં થયેલા વિસ્તરણને ઘણું મહત્વનું માનવામાં આવે છે. કેમ કે, વિસ્તરણ એવા સમયે થયું છે જ્યારે મોનસૂન સત્ર એક અઠવાડીયામાં શરૂ થવાનું છે અને બીજી તરફ 4 મહિના પછી રાજ્યની વિધાનસભા ચૂંટણીનો શંખ ફુંકાવવાનો છે.

ભાજપના 6 નેતાઓને કર્યા સામેલ
મંત્રીમંડળમાં ભાજપના 6 નેતાઓને સ્થાન આપવામાં આવ્યું છે. જેમાં રાધાકૃષ્ણ વિખે પાટિલ, આશીષ શેલાર, સંજય કૂટે, સુરેશ ખાડે, અનિલ બોંડે, અશોક ઉઇકે સામેલ છે. આ સાથે જ શિવસેનાના બે નેતા જયદત્ત ક્ષીરસાગર, તાનાજી સાવંતને કેબિનેટમાં જગ્યા આપવામાં આવી છે.

આ નેતાઓએ લીધી રાજ્ય મંત્રી પદના શપથ
યોગેશ સાગર (ભાજપ), અવિનાશ મહાતેકર (આરપીઆઇ), સંજય ભેગડે (ભાજપ), પરિણય ફુકે (ભાજપ), અતુલ સાવે (ભાજપ)એ મહારાષ્ટ્ર કેબિનેટમાં રાજ્યમંત્રી પદના શપથ લીધા.

જુઓ Live TV:-

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news