નવી દિલ્હી: દેશભરના લોકો વર્તમાન સમયમાં કોરોના વાયરસના સંક્રમણથી પરેશાન છે અને કોવિડ-19 વેક્સિનની રાહ જોઈ રહ્યા છે. આ વચ્ચે એઈમ્સ (AIIMS)ના ડિરેક્ટર રણદીપ ગુલેરિયાએ વેક્સિનને લઈને એક મોટું નિવેદન જારી કર્યું છે. ગુલેરિયાએ કહ્યું, કોવિડ-19 વેક્સિન એપ્રિલ 2021માં આવી શકે છે. આ સાથે તેમણે આ માહિતી પણ આપી છે કે આ વેક્સિન આર્થિક રીતે નબળા લોકોને મફતમાં મળશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:-  શિવસેના નેતા સંજય રાઉતે ગુમાવ્યો કંટ્રોલ, BJP માટે કહી આ વાત


2021 એપ્રિલ સુધીમાં આવશે કોવિડ-19 વેક્સિન
ગુલેરિયાએ કહ્યું કે, આવતા વર્ષના અંત સુધીમાં, તમામ લોકોને મળી શકે છે વેક્સિન અને 2022 સુધીમાં કોરોના વાયરસનો અંત આવશે. ગુલેરિયાએ કહ્યું કે, વેક્સિનના આવ્યા બાદ 2022 સુધીમાં આ જીવલેણ મહામારીનો અંત આવશે. તેમણે અમેરિકાની રસી વિશે પણ માહિતી આપી છે.


આ પણ વાંચો:- અન્ય દેશોની જેમ શું ભારતમાં પણ ફરી લગાવવામાં આવશે Lockdown?


ભારતમાં કામ નહીં કરી શકે USની વેક્સિન
ગુલેરિયાએ જણાવ્યું હતું કે, અમેરિકાની ફાઇઝર વેક્સિનને ભારતમાં કામ કરવું મુશ્કેલ છે. તેનું કારણ તેમણે તાપમાનને ગણાવ્યું છે. તેમણે દિલ્હીમાં કોરોનાની ત્રીજી લહેરનું કારણ ભીડ, શરદી અને પ્રદૂષણને જવાબદાર ગણાવી હતી. જો કે, તેમણે એમ પણ દાવો કર્યો છે કે આવતા વર્ષ સુધીમાં ભારતમાં ઘણી વેક્સિન એક સાથે હાજર રહેશે. તેમાંથી કેટલાકી સ્વદેશી પણ અને વિદેશી પણ હશે.


આ પણ વાંચો:- દિવાળી પર ભારતનો બદલો: PAKના 7 સૈનિકોને માર્યા ઠાર, બંકર અને લોન્ચ પેડ કર્યા નષ્ટ


પડકારરૂપ રહેશે 4 મહિના
અખિલ ભારતીય આયુર્વિજ્ઞાન સંસ્થાના ડિરેક્ટરે દેશના લોકોને આગામી ચાર મહિના સુધી સાવચેત રહેવાની ચેતવણી આપી છે. ગુલેરિયાએ કહ્યું, આગામી ચાર મહિના દરેક માટે પડકારરૂપ સાબિત થશે. શિયાળાના આ મહિનામાં, દરેકને કોવિડ-19ના નિયમોનું પાલન કરવું જોઈએ અને સંક્રમણ અટકાવવા માટે સાવચેતી રાખવી પડશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરોઅમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube