અન્ય દેશોની જેમ શું ભારતમાં પણ ફરી લગાવવામાં આવશે Lockdown?

વર્તમાન સ્થિતિ અનુસાર એક દિવસમાં કોવિડ-19 (Covid-19)ના 44,879 નવા કેસ સામે આવ્યા બાદ દેશમાં સંક્રમણના કેસ વધી શુક્રવારના 87.28 લાખ થઇ ગયા છે. ત્યારે 81,15,580 લોકોને સંક્રમણ મુક્ત થવાની સાથે જ દર્દીઓના સાજા થવાનો દર વધીને 92.97 ટકા થઈ ગયો છે

અન્ય દેશોની જેમ શું ભારતમાં પણ ફરી લગાવવામાં આવશે Lockdown?

નવી દિલ્હી: વર્તમાન સ્થિતિ અનુસાર એક દિવસમાં કોવિડ-19 (Covid-19)ના 44,879 નવા કેસ સામે આવ્યા બાદ દેશમાં સંક્રમણના કેસ વધી શુક્રવારના 87.28 લાખ થઇ ગયા છે. ત્યારે 81,15,580 લોકોને સંક્રમણ મુક્ત થવાની સાથે જ દર્દીઓના સાજા થવાનો દર વધીને 92.97 ટકા થઈ ગયો છે. આ વચ્ચે એવા પણ સમાચરા સામે આવી રહ્યાં છે કે, ફરી એકવાર લોકડાઉન લાગી શકે છે. સોશિયલ મીડિયા પર આ પ્રકારના સમાચાર સામે આવી રહ્યાં છે કે, દેશમાં 1 ડિસેમ્બરથી લોકડાઉન લગાવવામાં આવી શકે છે.

તેમને જણાવી દઇએ કે, કોવિડ-19 મહામારી દરમિયા સોશિયલ મીડિયા પર તમામ પ્રકારની અફવાઓ અને ખોટા સમાચાર ઘણા ટ્રેન્ડમાં રહે છે. કોરોના સંબંધમાં સરકાર ઘણી વખત અફવાઓ અને ખોટા સમાચાર પર વિશ્વાસ ન કરવા કહી રહી છે જ્યાં સુધી સત્તાવાર રીતે તેની જાહેરાત કરવામાં આવે નહીં. હાલમાં જ સોશિયલ મીડિયા પર એક રિપોર્ટ વાયરલ થઈ રહ્યો છે કે, દેશમાં કોરોના વાયરસના કેસ વધવાથી 1 ડિસેમ્બરથી ફરી લોકડાઉન લગાવવામાં આવશે. હવે સવાલ ઉઠી રહ્યાં છે કે, શું ખરેખરમાં લોકડાઉન લગાવવામાં આવશે?

— PIB Fact Check (@PIBFactCheck) November 12, 2020

PIBની ફેક્ટ ચેક ટીમે કરી આ ટ્વીટની તપાસ
આ વાયરલ ટ્વીટની તપાસ કરવામાં આવતા જાણવા મળ્યું કે આ સૂચના ખોટી છે. આ ફેક ટ્વીટની તપાસ પીઆઇબી ફેક્ટ ચેક ટીમે કરી છે. PIB ફેક્ટ ચેકની ટીમ અનુસાર સરકાર તરફથી આ પ્રકારની કોઈ જાહેરાત કરવામાં આવી નથી. પીઆઇબીની ફેક્ટ ચેક ટીમે જણાવ્યું કે, ટ્વીટ Morphed છે અને સરકાર દ્વારા આ પ્રકારનો કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. જણવા મળી રહ્યું છે કે, પ્રેસ સૂચના બ્યૂરો (PIB)એ ઇન્ટરનેટ પર ખોટા સમાચાર અને અફવાઓ રોકવા માટે ડિસેમ્બર 2019માં આ ફેક્ટ ચેકિંગ વિંગને લોન્ચ કરી હતી. તેનો ઉદેશ્ય ઇન્ટરનેટ પર સરકારની નીતિઓ અને યોજનાઓથી સંબંધિત ફેલાઈ રહેલા ખોટા સમાચારો પર અંકુશ લગાવવાનો છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરોઅમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news