Air Indiaએ બંધ કરી ફ્લાઇટ ટિકીટનું બુકિંગ, કેન્દ્રીય મંત્રીએ આપી હતી બંધ કરવાની સલાહ
કોરોના કાળ (Coronavirus)માં સરકારી વિમાનન કંપની એર ઇન્ડીયા (Air India)એ તમામ ઉડાનો માટે ટિકીટોનું બુકિંગ બંધ કરી દીધું છે. કંપનીએ અધિકારીઓએન તેની પુષ્ટિ કરી છે.
નવી દિલ્હી: કોરોના કાળ (Coronavirus)માં સરકારી વિમાનન કંપની એર ઇન્ડીયા (Air India)એ તમામ ઉડાનો માટે ટિકીટોનું બુકિંગ બંધ કરી દીધું છે. કંપનીએ અધિકારીઓએન તેની પુષ્ટિ કરી છે. તમને જણાવી દઇએ કે કેન્દ્રીય નાગર વિમાનન મંત્રી હરદીપ સિંહ પુરીએ શનિવારે વિમાન કંપનીઓએ સલાહ આપી હતી કે મુસાફ્રો ઉડાનો શરૂ કરવા વિશે સરકાર પાસે નિર્દેશ પ્રાપ્ત કર્યા બાદ જ તે ટિકીટોનું બુકિંગ શરૂ કરી દીધું.
અધિકારીઓએ રવિવારે જણાવ્યું કે અમે તમા એડવાન્સ બુકિંગ બંધ કરી દીધા છે. કોઇપણ મુસાફર જેમને ટિકીટ બુક કરી હોય અને સંબંધિત ઉડાન રદ થઇ જાય તો એવા સમયે યાત્રીને પછી ટિકીટ બુક કરવા માટે ક્રેડિટ વાઉચર આપવામાં આવશે. જોકે ખાનગી ક્ષેત્રની કંપનીઓને ચાર મે પછી ઉડાનો માટે ટિકીટોનું બુકિંગ બંધ કર્યું નથી.
તમને જણાવી દઇએ કે સલાહના થોડા કલાક પહેલાં એર ઇન્ડીયાએ કહ્યું હતું કે તેને ચાર મેથી સિલેક્ટેડ ઘરેલૂ માર્ગો તથા એક જૂનથી આંતરરાષ્ટ્રીય ઉડાનો માટે ટિકીટ બુકિંગ શરૂ કરી દીધું છે. ત્યારબાદ આજે રવિવારે કંપનીઓએ સલાહ માનતાં ટિકીટ બુકિંગ પર પ્રતિબંધ લગાવી દીધો છે. તમને જણાવી દઇએ કે કોરોના વાયરસના સંક્રમણને ફેલાતો રોકવા માટે આખા દેશમાં લોકડાઉન ચાલુ છે. એવામાં વડાપ્રધાન મોદીએ 14 એપ્રિલના રોજ પુરી થઇ રહેલી અવધિને 3 મે સુધી વધારી દેવામાં આવ્યું છે.