નવી દિલ્હી : એર ઇન્ડિયાનાં વિમાનોમાં પાયલોટ પોતાનું ભોજન લઇ જવા પર પ્રતિબંધ લાગી શકે છે. એક કેપ્ટન અને ચાલક દળનાં એક સભ્ય વચ્ચે બોલાચાલી થવાના મુદ્દે આ પગલું ઉઠાવવામાં આવી શકે છે. વરિષ્ઠ અધિકારીએ આ અંગે માહિતી આપી છે. આ ઘટના સોમવારે તે સમયે થઇ હતી, જ્યારે કેપ્ટન અને ક્રુ મેંબરનાં સભ્યો વચ્ચે તીખી બોલાચાલી થઇ ગઇ હતી. કેપ્ટને ચાલક દળનાં સભ્યો સાથે કથિત રીતે કહ્યું હતું કે, તેઓ ભોજન કર્યા બાદ પોતાનું ટિફિન સાફ કરે.એર ઇન્ડિયાનાં એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે, અમે સોમવારે થયેલી આ ઘટનાનું ગંભીર સંજ્ઞાન લીધું છે. અમે પાયલોટ્સને કહેશું કે તેઓ પોતાનું ટિફિન લઇને ફ્લાઇટમાં ન પ્રવેશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

LIVE: વન નેશન વન ઇલેક્શનમાં મોદી સાથે જગન, પવાર-ઓવૈસી પણ પહોંચ્યા
ફ્લાઇટ બે કલાક જેટલી મોડી પડી
એરલાઇન્સનાં એક અન્ય અધિકારીએ કહ્યું કે, ઉડ્યન એઆઇ772 સોમવારે બપોરે 11.40 મિનિટે બેંગ્લુરૂથી કોલકાતા માટે ઉડ્યન કરવાની હતી પરંતુ તેમાં આશરે બે કલાક જેટલું મોટુ થઇ ગયું હતું. કેપ્ટન અને ચાલક દળનાં સભ્ય વચ્ચે બોલાચાલી થઇ હતી. જેના કારણે તે વિમાનને હટાવવું પડ્યું અને તેની જગ્યાએ અન્ય વિમાનને મોકલવામાં આવ્યા હતા. 


International Yoga Day 2019 : 21 જૂનના રોજ યોગ દિવસ ઉજવવાનું આ છે કારણ, જાણો થીમ
બિહારમાં તાવનો કાળા કેર વચ્ચે ગાયબ છે તેજસ્વી, RJD નેતા કહે છે વર્લ્ડ કપ જોવા ગયા
અધિકારીએ કહ્યું કે, મને જણાવવામાં આવ્યું કે, કેપ્ટન ઇચ્છતા હતા કે ચાલક દળનાં સભ્ય ભોજન કર્યા બાદ તેનું ટિફિન સાફ કરી દે. કદાચ આ જ કારણ હતું કે જેના કારણે તેની વચ્ચે બોલાચાલી થઇ ગઇ. આ ઘટના અંગે તપાસ ચાલુ કરી દેવામાં આવી છે. કડક કાર્યવાહી કરવામાં આવશે. 


માત્ર સમીક્ષા બેઠક જ નહી પરંતુ CMનાં દરેક કાર્યક્રમમાં મોબાઇલ પર લાગ્યો પ્રતિબંધ
27 માર્ચે એર ઇન્ડિયાએ બહાર પાડ્યાં નિર્દેશ
અધિકારીઓના અનુસાર 27 માર્ચે એર ઇન્ડિયાએ પોતાનાં પાયલોટને નિર્દેશ આપ્યા હતા કે તેઓ ઉડ્યન દરમિયાન પોતાનાં માટે ખાસ ભોજનનો ઓર્ડર ન આપે કારણ કે તેમને કંપની દ્વારા નિર્ધારિત ભોજનની યાદીનું પાલન કરવાની જરૂર છે. આ નિર્ણય એટલા માટે પણ લેવામાં આવ્યો કે પાયલોટ પોતાનાં માટે બર્ગર અને સુપ જેવા વિશેષ ભોજનનું ઓર્ડર કરતા જોવા મળ્યા હતા.