નવી દિલ્હી : પુલવામા આતંકવાદી હુમલા બાદ પાકિસ્તાનની વિરુદ્ધ ભડકેલા આક્રોશ વચ્ચે શનિવારે દેશનાં તમામ એરપોર્ટને હાઇ એલર્ટ કરી દેવામાં આવ્યા છે. શનિવારે મુંબઇની એક એરલાઇન્સનાં ઓપરેશન સેન્ટરને ફોન કરીને ધમકી આપવામાં આવી કે ભારતીય કેરિયરની એક ફ્લાઇટને હાઇજેક કરી લેવામાં આવશે. ખાસ વાત છે કે ફોન કરનારાએ કહ્યું કે, પ્લેનને હાઇજેક કરીને પાકિસ્તાન લાવવામાં આવશે. ત્યાર બાદ દેશનાં તમામ એરપોર્ટની સુરક્ષા કડક કરી દેવામાં આવી. તેમાં પ્લેનમાં બેઠેલે યાત્રીઓનું સર્ચ ઓપરેશન અને કાર પાર્કિંગમાં જનારી ગાડીઓનો યોગ્ય તપાસનો સમાવેશ થાય છે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શનિવારે ધમકીભરેલો ફોન એર ઇન્ડિયાના એરપોર્ટ ઓપરેશન કંટ્રોલ સેન્ટરને આવ્યો હતો. ફોન પર કહેવામાં આવ્યું કે, એક ભારતીય એલાઇન્સની ફ્લાઇટને હાઇજેક કરીને પાકિસ્તાન લાવવામાં આવશે. આ રીતે પુલવામા હૂમલા બાદ જ એરપોર્ટ પર સુરક્ષ ખુબ જ વધારી દેવામાં આવી છે. આ મ છતા શનિવારે ધમકી મળ્યા બાદ બ્યૂરો ઓફ સિવિલ એવિએશન સિક્યોરિટી  (BCAS)નાં તમામ એરપોર્ટ અને એરલાઇન્સ ઓપરેટર માટે દિશાનિર્દેશ બહાર પાડવામાં આવ્યા છે. 

BCASએ કહ્યું કે, ટર્મિનલ અને ઓપરેશન વિસ્તારમાં જતા પહેલા આકરી તપાસ કરવામાં આવે. એરપોર્ટ પર ગાડીઓનું ચેકિંગ કરવામાં આવે. આ સાથે જ યાત્રીઓ, સ્ટાફર, સામાન, કેટરિંગ વગેરેની આકરી તપાસ કરવામાં આવે. એરપોર્ટનાં પ્રવેશ દ્વાર પર પણ કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવાઇ છે. એરપોર્ટ પરિસરની સુરક્ષા વધારવાની સાથે ક્વિક રિસ્પોન્સ ટીમને પણ ફરજંદ કરી દેવાઇ છે.