અજીત ડાભોલ બન્યા રહેશે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર, સરકારે આપ્યો કેબિનેટ રેન્ક
અજીત ડાભોલ દેશના 5મા રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર છે, તેમના અગાઉ શિવશંકર મેનન આ પદ પર હતા
નવી દિલ્હીઃ મોદી સરકારના શપથ ગ્રહણ પછી મંત્રીઓને તેમના ખાતા ફાળવી દેવાયા છે અને લગભગ તમામ મંત્રીઓએ પોતાના ખાતાનો ચાર્જ સંભાળી લીધો છે. આ દરમિયાન હવે સરકારે નવી જાહેરાત કરી છે કે, અજીત ડાભોલ દેશના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) પદ પર બન્યા રહેશે. સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ અજીત ડાભોલને કેબિનેટ રેન્ક અપાયો છે. ગૃહમંત્રીલયે સોમવારે અજીત ડાભોલની રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર પદ તરીકેની નિમણૂકને 5 વર્ષનું એક્સટેન્શન આપી દીધું છે.
ઉલ્લેખનીય છે કે, અજીત ડાભોલ દેશના 5મા રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર છે. તેમના અગાઉ શિવશંકર મેનન આ પદ પર હતા. ડાભોલને રાષ્ટ્રીય સુરક્ષામાં તેમના યોગદાન બદલ આ વખતે કેબિનેટ રેન્ક અપાયો છે. મોદી સરકારના પ્રથમ કાર્યકાળ દરમિયાન ડાભોલને રાજ્ય કક્ષાના મંત્રીનો દરજ્જો આપવામાં આવેલો હતો.
તાજેતરમાં જ ડાભોલે સુરક્ષા દળોની ક્ષમતા અને તાકાત વધારવા પર ભાર મુકીને જણાવ્યું હતું કે, આ પગલું ભરવું અનિવાર્ય છે, કેમ કે સુરક્ષા અને સંરક્ષણના ક્ષેત્રે ભવિષ્યમાં 'ગંભીર' પડકારો ઊભા થઈ શકે છે.
અમિત શાહ મંત્રી બનાવવા માટે કરતા રહ્યા કોલ, ફોન સાઈલન્ટ કરીને ભુલી ગયા હતા પ્રતાપ સારંગી
એજન્સીઓ શ્રેષ્ઠ ટેક્નોલોજીનો ઉપયોગ કરી રહી છે
બોર્ડર સિક્યોરિટી ફોર્સ (BSF)ના એક વાર્ષિક સમારોહના કાર્યક્રમમાં બોલતાં અજીત ડાભોલે સંતોષ વ્યક્ત કર્યો હતો કે બીએસએફ જેવી એજન્સીઓ અને દેશની ગુપ્તચર એજન્સીઓ શ્રેષ્ઠ ટેક્નોલોજી સાથે કામ કરી રહી છે. આ ક્ષેત્રમાં તે પોતાનાં ઉપકરણોને વધુ આધુનિક બનાવવાના પ્રયાસ કરી રહી છે. રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારે વધુમાં જણાવ્યું કે, 'તમારી વ્યવસાયિક ક્ષમતા ટોચના સ્તરની છે.'
જૂઓ LIVE TV...