મુંબઇ : NCP  નેતા અજિત પવારે (Ajit Pawar) શનિવારે મુંબઇમાં પત્રકાર પરિષદ યોજીને ધારાસભ્યપદ પરથી રાજીનામું આપવાનું કારણ સહિત અનેક મુદ્દાઓ પર સ્પષ્ટ વાત કરી હતી. તેમણે કહ્યું કે, કોઇને જણાવ્યા વગર રાજીનામું આપવાથી મારા પાર્ટીના સભ્યો અને કાર્યકર્તાઓને તકલીફ થઇ રહી છે. પ્રેસકોન્ફરન્સમાં અજીત પવાર રડી પડ્યા. સ્પષ્ટતા કરતા તેમણે કહ્યું કે, તેમના પરિવારમાં કોઇ જ સંઘર્ષ નથી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સુષમા સ્વરાજની દિકરી બાંસુરીએ પૂરું કર્યું માતાનું અંતિમ વચન, જાણીને થઈ જશો ખુશ
પવારે કહ્યું કે, હું ઉપમુખ્યમંત્રી હતો ત્યારે મેજ આ પ્રકારે આ પ્રકારે રાજીનામું આપ્યું હતું. જો હું પુછીને રાજીનામું આપ્યું હોત તો તેઓ મને એવું કરવા ન દેતા. હું કાર્યકર્તાઓને માફી માંગુ છું. હું રાજ્ય સહકારી બેંક બોર્ડ પર નિર્વિરોધ ચૂંટાઇને આવ્યા હતા. તપાસ ચાલી રહી છે, સદનમાં સહકાર મંત્રી કહે છે કે 1088 કરોડ રૂપિયાનો ગોટાળો થયો પરંતુ પીઆઇએલ દાખલ કરતા સમયે 25 હજાર કરોડ રૂપિયાનાં ભ્રષ્ટાચારની વાત કરવામાં આવી.


VIDEO : દિલ્હી-ટોરોન્ટો વચ્ચે સીધી ફ્લાઈટ શરૂ, એર ઈન્ડિયાના સ્ટાફનો 'બલ્લે-બલ્લે' ડાન્સ
કાશ્મીર: ગાંદરબલમાં સુરક્ષાદળોને મોટી સફળતા મળી, એન્કાઉન્ટરમાં 3 આતંકીઓનો ખાતમો
રાજ્ય સરકાર પર નિશાન સાધતા પવારે કહ્યું કે, ક્યારેક ક્યારેક આઉટ ઓફવે જઇને મદદ કરવી પડે છે. અત્યારની વાત કરીએ તો ચાર સહકારી શુગર ફેક્ટરીને આ રાજ્ય સરકારે આઉટ ઓફ વે જઇને મદદ કરી છે, રાજ્ય સરકારનો અધિકાર છે. જો પૈસા અમે આપ્યો હતો, તેમાં કોઇ બાકી જ પૈસા નથી. 25 હજાર કરોડનાં ભ્રષ્ટાચારના આંકડાઓ ક્યારથી આવ્યા. આ 2011નો મુદ્દો છે તેમ છતા હવે ચૂંટણીના સમયે આ મુદ્દો શા માટે આગળ ધરી રહ્યા છે.


US: ટેક્સાસના પ્રથમ પાઘડીધારી શીખ પોલીસ અધિકારીની ગોળી મારીને હત્યા
શરદ પવારનો બચાવ કરતા તેમણે કહ્યું કે, પવાર આ સહકારી બેંક સાથે કોઇ સંબંધ નથી પરંતુ પરમદિવસે તેમનું નામ તેમાં આવ્યું. શરદ પવાર સાહેબનાં કારણે હું અહીં સુધી પહોંચ્યો. મારા કારણે તેમને બદનામી સહેવી પડી રહી છે, એટલા માટે હું અસ્વસ્થ છું. આ કારણે મે શરદ પવારને જણાવ્યા વગર રાજીનામું આપ્યું અને ફોન બંધ કરી દીધો હતો.


જમ્મુ-કાશ્મીર: ડોડામાં ભારતીય સેનાના કાફલા પર આતંકવાદીઓએ કર્યો ગ્રેનેડ હુમલો
તેમણે આગળ કહ્યું કે, જ્યારે શરદ પવાર ઇડી ઓફીસ જવાના હતા, હું બારામતી હતો. ત્યાં પુરની પરિસ્થિતી હતી. હું બારામતી વિધાનસભા ક્ષેત્રનું 30 વર્ષથી પ્રતિનિધિત્વ કરી રહ્યો છું. પુરના કારણે બારમતીમાં રહ્યું. મુંબઇમાં શરદ પવારે મુંબઇનાં ઘરે નહોતા પહોંચી શક્યાં.