નવી દિલ્હી: કેન્દ્ર સરકારે સીબીઆઈના ડિરેક્ટર અલોક વર્મા અને ખાસ ડિરેક્ટર રાકેશ અસ્થાના વચ્ચેના યુદ્ધ પર એક મજબૂત વલણ અપનાવ્યું છે. કેન્દ્ર સરકારે આ મામલે મોટી કાર્યવાહી કરતા સીબીઆઇ ડિરેક્ટર આલોક વર્માથી તેમના બધા જ અધિકારો છીનવી લેવમાં આવ્યા, સાથે મોડી રાત્રે આદેશ જાહેર કરી એમ નાગેશ્વર રાવને સીબીઆઇને નવા ઇન્ટરિમ ડિરેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. વર્તમાન સમયમાં એમ નાગેશ્વર રાવ સીબીઆઇમાં જ સંપુક્ત ડિરેક્ટરના પદ પર કાર્યરત છે. સરકારના આ નિર્ણય બાદ સીબીઆઇ હેડક્વાર્ટર સ્થિત આલોક વર્માની અને રાકેશ અસ્થાનાની ઓફિસને સીલ કરી દેવામાં આવી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સીબીઆઇનો ઝગડો આદાલતમાં પહોંચ્યો, વિપક્ષી દલોએ કેન્દ્રને ધેર્યું
મળતી જાણકારી અનુસાર સીબીઆઇના બે મોટા અધિકારીઓનો ઝગડો હવે અદાલત સુધી પહોંચી ગયો છે. અને મંગળવારે દિલ્હી હાઇકોર્ટે સીબીઆઇને આદેશ કર્યો છે કે તેઓ એજન્સીના ખાસ ડિરેક્ટર રાકેશ અસ્થાનાની સામે શરૂ કરવામાં આવેલી ગુનાહિત કાર્યવાહીમાં સ્થિતિ જાળવી રાખે જ્યારે એક નિચલી કોર્ટમાં લાંચ લેવાના આરોપમાં ધરપકડ કરવામાં આવેલા ડીસીપી દેવેન્દ્ર સિંહને સાત દિવસ પોલીસ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા છે.



અદાલતમાં સુનાવણી દરમિયાન સીબીઆઇએ કહ્યું કે અસ્થાના અને દેવેન્દ્ર સિંહની સામે ગેરવસૂલી અને છેતરપીંડીના આરોપો ઉમેરવામાં આવ્યા છે. કુમારની કથિત રીતે લાંચ લેવા અને રેકોર્ડમાં હેરફેરના મામલે સોમવારે ધરપકડ કરવામાં આવી હતી.


અસ્થાના અને તેમના બોસ સીબીઆઇ ડાયરેક્ટર આલોક વર્મા સાથે જોડાયેલા આ હાઇવોલ્ટેજ ડ્રામાને કોંગ્રેસ અને વિપક્ષી દળોને સરકાર પર નિશાન સાધવાની તક આપી દીધી હતી. વિપક્ષી પાર્ટીએ કેન્દ્ર પર ‘દેશની સંસ્થાઓને બરબાદ’ કરવાનો આરોપ લગાવ્યો છે.


પોતાની ઉપર દાખલ એફઆઇઆરને રદ કરવા માટે અસ્થાના દિલ્હી હાઈકોર્ટેમાં અરજી દાખલ કરવામાં આવી હતી. તેના પર ન્યાયાધિશે સીબીઆઇને કહ્યું કે તેઓ આ મામલે ખાસ ડાયરેક્ટરની સામે શરૂ કરવામાં આવેલી ગુનાહિત કાર્યવાહી પર આગામી સુનાવણી 29 ઓક્ટોબરે હાથ ધરાશે. કોર્ટે જોકે સ્પષ્ટ કર્યું કે મામલાની પ્રકુતિ અને ગંભીરતાને જોઇને આ કેસમાં ચાલુ તપાસ અંગે કોઈ મુદત નથી.


ઝડપથી બદલાતા ઘટનાક્રમ વચ્ચે દેવેન્દ્ર સિંહે તેમની સામે દાખલ અરજીને રદ કરવા અને કેસ સાથે જોડાયેલા દસ્તાવેજો સોંપવામાં માટે દિલ્હી હાઇકોર્ટમાં અરજી દાખલ કરી છે.


ત્યારબાદ ગુજરાત કેડરના આઇપીએસ અધિકારી અસ્થાનાએ પણ હાઇકોર્ટમાં આવી જ એક અરજી દાખલ કરી છે. અસ્થાનાનો આરોપ છે કે વિવાદાસ્પદ માંસ કારોબારી મોઇન કુરેશી સાથે જોડાયેલા એક કેસમાં સીબીઆઇ ડાયરેક્ટર દ્વારા કથિત રીતે તેમના નેતૃત્વમાં થઇ રહેલી તપાસમાં હસ્તક્ષેપ કરવામાં આવી રહ્યો છે. અસ્થાના આ વિષયમાં ભ્રષ્ટાચાર વિરોધી દેખરેખ, સેન્ટ્રલ વિજિલન્સ કમિશન સતત લખી રહ્યા છે.


જજ નાજિમ બઝીરીએ અસ્થાના અને લાંચ કેસમાં અરેસ્ટેડ ડેપ્યુટી સુપરિન્ટેન્ડેન્ટ દેવેન્દ્ર કુમાર દ્વારા અલગ-અલગ અરજીઓ પર તપાસ એજન્સી, તેમના ડાયરેક્ટર આલોક કુમાર વર્મા અને સંયુકત ડાયરેક્ટર એ.કે શર્માથી જવાબ માંગ્યો છે.


અદાલતે સીબીઆઇની વહીવટી શાખા કર્મચારી અને તાલીમ વિભાગ (ડીઓપીટી)ને પણ નોટીસ ઇશ્યુ કરી હતી. નૌકરશાહોની સામે તપાસ માટે વિભાગની મંજૂરી લેવી જરૂરી હોય છે.


અસ્થાનાના વકીલે જજ વઝીરીની સમક્ષ કહ્યું કે એક આરોપીના નિવેદનના આધાર પર વિશેષ ડાયરેક્ટરની સામે કેસ દાખલ કરવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે તેને લઇ ઘણું દુ:ખ છે. જજે જોકે કહ્યું કે આ દુર્ભાવનાપૂર્ણ લગાવેલા આરોપોના પરીક્ષણનો મંચ નથી.


સીબીઆઇના વકીલે કહ્યું કે આઇપીસી અને ભ્રષ્ટાતાર વિરોધ ધારોની અંતર્ગત કેસ દાખલ કરાવમાં આવ્યો છે. જેમાં ક્રિમિનલ ષડયંત્ર સામેલ છે અને તેમને આરોપિઓની સામે જબરદસ્તી વસૂલી અને છેતરપંડી સાથે જોડી અને કલમો પણ જોડવામાં આવી છે.


કોર્ટે અસ્થાનાના વકીલની આ અરજીને નકારી દીધી જેમાં કેસમાં આગળની કાર્યવાહીને સ્થગિત કરવાની માંગ કરવામાં આવી હતી.


જજે કહ્યું કે કઇ ‘કંઈ થશે નહીં. આવતી કાલે મહર્ષિ વાલ્મીકી એ જયંતિ છે, કંઈ થશે નહીં.’ તમણે અદાલતને કહ્યું કે ‘આજે સંતુલન અવરોધિત કરશો નહીં.’


માંસ કારોબારી મોઇન કુરેશીથી જોડાયેલા કેસમાં તપાસ અધિકારી રહેલા ડીએસપી પર કારોબારી સતીશ સનાના નિવેદન દાખલ કર્યામાં છેતરપીંડીનો આરોપ છે. સનાએ આરોપ લગાવ્યો હતો કે તેમને આ કેસમાં રાહત મેળવવા માટે લાન્ચ લીધી છે.


તેમા વિશેષ સીબીઆઇ કોર્ટની સમક્ષ હાજર કરવામાં આવ્યો જેને સાત દિવસની સીબીઆઇ કસ્ટડીમાં મોકલી દવેમાં આવ્યો હતો. અદાલતે ગુનાને ગંભીર ગણાવી અને આ વાત પર રેખાંકિત કરી કે આરોપીઓ સહિત લોક સેવકોની સામેલગીરીના ગંભીર આરોપ છે. લોકો સેવકો પર તપાસ એજન્સીએ આરોપ લગાવ્યો છે કે તે તપાસની આડમાં ચાલી રહેલાલ બળજબરી વસૂલી રેકેટનો ભાગ છે. કોર્ટે કહ્યું કે આ કેસમાં ધારા-17 અંતર્ગત સરકારથી મંજૂરી પણ લેવામાં આવી નથી.


આ સંપૂર્ણ ધટનાક્રમ વચ્ચે વિપક્ષીએ કેન્દ્ર પર સ્થિતિને સંભળાવામા નિષ્ફળ રહ્યાના આરોપ લગાલ્યા છે. કોંગ્રેસના પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ દાવો કર્યો ચે કે સીબીઆઇ કો ધ્વસ્ત કરવા, તેની પ્રતિષ્ઠા ડાઉન કરવા અને નાશ કરવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જવાબદાર છે. તેમણે કહ્યું કે મોદી સીબીઆઇના કામકાજમાં સીધો હસ્તક્ષેપ કરી રહ્યાં છે. આ આરોપો પર પ્રધાનમત્રી કાર્યાલયની તરફથી તાત્કાલ કોઇ પ્રતિક્રિયા કરવામાં આવી છે.



સૂરજેવાલાએ કેન્દ્ર પર સીબીઆઇ, ઇડી અને આવી અન્ય સંસ્થાનોની સ્વતંત્રતાને નષ્ટ કરવાનો આરોપ લગાવ્યો છે. માકપાના મહાસચિવ સીતારામ યેચૂરીએ મંગળવારે સીબીઆઇને વિશેષ ડાયરેક્ટર રાકેશ અસ્થાનાનું નામ લીધા વગર કહ્યું કે ભાજપ અને મોદીની એક ખાસ અધિકારીના કારણે દેશની મુખ્ય તપાસ એજન્સીની છાપ પર સવાલ ઉભા કર્યો છે.


રાકંપા પ્રમુખ શાદ પવારે મુંબઇમાં કહ્યું કે, જો હાલની સરકાર પ્રભાવીત ખાય તો સીબીઆઇ,માં ઉચ્ચ સ્તર પર લાંચનો આરોપ લગાવતા નથી. તેમણે (પ્રધાનમંત્રીએ) કાર્યવાહી કરવી જોઇએ


દેશના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો...