પ્રયાગરાજ: વિશ્વ હિન્દુ પરિષદ (વીએચપી) તરફથી પ્રયાગરાજમાં આયોજિત ધર્મ સંસદનો અખાડા પરિષદે બહિષ્કાર કર્યો છે. અખાડા પરિષદના અધ્યક્ષ મહંત નરેન્દ્ર ગિરિએ કહ્યું છે કે વીએચપીની ધર્મ સંસદમાં અખાડા પરિષદનો કોઈ પણ સભ્ય સામેલ થશે નહીં. તેમણે કહ્યું કે વીએચપી આ ધર્મ સંસદને રાજકીય રંગ આપી રહ્યું છે. ભાજપે રામ મંદિરના નિર્માણ માટે સાડા ચાર વર્ષ સુધી કશું કર્યું નહીં. તેમણે જવાબ આપવો પડશે કે આખરે આટલા સમયમાં રામ મંદિરનું નિર્માણ કેમ થઈ શક્યું નહીં. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મહંત નરેન્દ્ર ગિરિએ કહ્યું કે અમે અલગથી સાધુ સંતોની બેઠક કરીશુ અને 4 માર્ચ બાદ નાગા સાધુઓ સાથે અયોધ્યા કૂચ કરીશું. નિર્મોહી અને નિર્વાણી વગેરે અખાડાની જમીન છે. તો પછી વીએચપી તેમાં કેમ વચ્ચે કૂદી રહ્યું છે. 


J&K: પીએમ મોદીની હાજરીમાં શહીદ ઔરંગઝેબના પિતા જોડાઈ શકે છે ભાજપમાં 


સ્વામી સ્વરૂપાનંદે અયોધ્યા તરફ પ્રસ્થાન કરવા માટે આપ્યો ધર્માદેશ
કુંભ મેળામાં 28, 29, 30 જાન્યુઆરીના રોજ થયેલી ધર્મ સંસદના અંતિમ દિવસે જ્યોતિષ પીઠાધીશ્વર સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતી તરફથી પસાર થયેલા ધર્માદેશમાં હિન્દુ સમાજને વસંત પંચમી બાદ પ્રયાગરાજથી અયોધ્યા માટે પ્રસ્થાન કરવાનું આહ્વાન કરવામાં આવ્યું છે. ધર્મ સંસદના સમાપન બાદ જારી થયેલા ધર્માદેશમાં કહેવાયું છે કે સવિનય અવજ્ઞા આંદોલનના પ્રથમ તબક્કામાં હિન્દુઓની મનોકામના પૂર્તિ માટે યજુર્વેદ, કૃષ્ણ યજુર્વેદ, શતપથ બ્રાહ્મણમાં બતાવવામાં આવેલા આ ઈષ્ટિકા ન્યાસ વિધિ સમ્મત કરાવવા માટે 21 જાન્યુઆરી 2019ના રોજનું શુભ મુહ્રુત કઢાયું છે. 


ધર્માદેશ મુજબ આ માટે જો આપણે ગોળી પણ ખાવી પડી કે જેલમાં પણ જવું પડે તો તેના માટે તૈયાર છીએ. જો અમારા આ કાર્યમાં સત્તાના ત્રણે અંગોમાંથી કોઈએ પણ વિધ્ન નાખ્યું તો આવી સ્થિતિમાં સંપૂર્ણ હિન્દુ જનતાને એ પણ ધર્માદેશ જારી કરીએ છીએ કે જ્યાં સુધી શ્રી રામજન્મ ભૂમિ વિવાદનો નિર્ણય ન આવે અથવા તો અમને રાજજન્મભૂમિ ન મળી જાય ત્યાં સુધી દરેક હિન્દુનો એ કર્તવ્ય રહેશે કે ચાર ઈષ્ટિકાઓને અયોધ્યા લઈ જઈને વેદોક્ત ઈષ્ટિકા ન્યાસ પૂજન કરે.


કર્ણાટક: કોંગ્રેસ-જેડીએસ ગઠબંધનમાં ધમસાણ, કુમારસ્વામી ફરી વિફર્યા, પદ છોડવાની આપી ધમકી 


ધર્માદેશમાં એમ પણ કહેવાયું છે કે ન્યાયપાલિકા પાસેથી જલદી ચુકાદાની અપેક્ષા ધુમિલ થતી જોઈને અમે વિધાયિકા પાસેથી અપેક્ષા કરી અને 27 નવેમ્બર 2018ના રોજ પરમ ધર્માદેશ જારી કરતા ભારત સરકાર અને ભારતની સંસદને ભલામણ કરી હતી કે બંધારણની કમલ 133 અને 137માં કલમ 226(3) મુજબ એક નવી કંડિકાને બંધારણ સંશોધનના માધ્યમથી સમાવેશ કરીને સુપ્રીમ કોર્ટને ચાર અઠવાડિયામાં રામ જન્મભૂમિ વિવાદના નિરાકરણ માટે બાધ્ય કરે. 


તેમણે કહ્યું કે પરંતુ ખુબ દુખ સાથે કહેવું પડે છે કે સંસદમાં પૂર્ણ બહુમતીવાળી સરકારે રામ જન્મભૂમિ અંગે કઈ પણ કરવાનો ઈન્કાર કરી દીધો. બીજી બાજુ આ સરકારે બે દિવસમાં જ સંસદના બંને સદનોમાં અનામત અંગેનું બિલ પાસ કરાવીને પોતાના પ્રચંડ બહુમતનું પ્રદર્શન  પણ કર્યું હતું. 


ઈનપુટ -વિશાલ પાંડે


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...