J&K: પીએમ મોદીની હાજરીમાં શહીદ ઔરંગઝેબના પિતા જોડાઈ શકે છે ભાજપમાં 

શૌર્ય ચક્ર વિજેતા શહીદ સૈનિક ઔરંગઝેબના પિતા મોહમ્મદ હનીફ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 3 ફેબ્રુઆરીના જમ્મુના પ્રવાસ દરમિયાન ભાજપમાં સામેલ થઈ શકે છે. રાઈફલ મેન ઔરંગઝેબની 14 જૂન 2018ના રોજ કાશ્મીરમાં આતંકવાદીઓ અપહરણ કરીને બર્બરતાથી હત્યા કરી હતી. શહાદત બાદ તેમના પરિવાર પ્રત્યે સમગ્ર દેશમાં સહાનૂભૂતિની લહર ચાલી હતી. 

J&K: પીએમ મોદીની હાજરીમાં શહીદ ઔરંગઝેબના પિતા જોડાઈ શકે છે ભાજપમાં 

નવી દિલ્હી: શૌર્ય ચક્ર વિજેતા શહીદ સૈનિક ઔરંગઝેબના પિતા મોહમ્મદ હનીફ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 3 ફેબ્રુઆરીના જમ્મુના પ્રવાસ દરમિયાન ભાજપમાં સામેલ થઈ શકે છે. રાઈફલ મેન ઔરંગઝેબની 14 જૂન 2018ના રોજ કાશ્મીરમાં આતંકવાદીઓ અપહરણ કરીને બર્બરતાથી હત્યા કરી હતી. શહાદત બાદ તેમના પરિવાર પ્રત્યે સમગ્ર દેશમાં સહાનૂભૂતિની લહર ચાલી હતી. 

શહીદ ઔરંગઝેબનો પરિવાર પૂંછમાં રહે છે. તેમના પિતા મોહમ્મદ હનીફ પણ પૂર્વ સૈનિક છે અને સમગ્ર પરિવારમાં આતંકવાદ સામે લડવાની અને દેશભક્તિનો જુસ્સો ખુબ ભર્યો છે. સૂત્રોના જણાવ્યાં મુજબ મોહમ્મદ હનીફને અનેક ભાજપના નેતાઓ મળી ચૂક્યા છે. તેમને પાર્ટીમાં સામેલ થવાના પ્રસ્તાવ પણ મળ્યાં છે. તેમનું નામ સ્વિકૃતિ માટે રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહને મોકલાયું છે. 

14મી જૂન 2018ના રોજ ઈદની રજા પર ઘરે જઈ રહેલા સેનાના જવાન ઔરંગઝેબનું પહેલા તો આતંકવાદીઓએ પુલવામાના કાલમ્પોરામાંથી અપહરણ કર્યું અને ત્યારબાદ ગોળી મારીને હત્યા કરી નાખી હતી. ઈદના અવસરે પૂંછમાં રહેતા ઓરંગઝેબના પૈતૃક ગામ સલાનીમાં સન્નાટો પ્રસરી ગયો હતો. શહીદ જવાનના પિતાએ સરકારે 72 કલાકનું અલ્ટીમેટમ આપીને કહ્યું હતું કે 72 કલાકનો સમય આપું છું નહીં તો હું બદલો લઈશ. 

ઔરંગઝેબનું શબ ગોળીઓથી વિધાંયેલી હાલતમાં 14 જૂનના રોજ પુલવામાંથી મળ્યું હતું. પોલીસ અને સેનાના જોઈન્ટ ટીમને કાલમ્પોરાથી લગભગ 10 કિલોમીટર દૂર ગુસ્સુ ગામમાંથી તેમનો મૃતદેહ મળી આવ્યો હતો. માથા અને ગરદન પર ગોળીઓના નિશાન હતાં. ઔરંગઝેબ 4 જમ્મુ અને કાશ્મીર લાઈટ ઈન્ફેન્ટરીમાં હતાં અને શોપિયાના શાદીમાર્ગ સ્થિત 44 રાષ્ટ્રીય રાઈફલમાં તહેનાત હતાં. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news