ગાઝિયાબાદ: સપાના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવ અને આરએલડીના અધ્યક્ષ જયંત ચૌધરીએ આજે યુપીના ગાઝિયાબાદમાં સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ કરી. અખિલેશ યાદવે ભાજપ પર ખુબ નિશાન સાધ્યું. અખિલેશ યાદવે કહ્યું કે ભાજપે મજબૂર થઈને ખેડૂત આંદોલનના કારણે ખેડૂતો સામે ઝૂકવું પડ્યું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સમાજવાદી પાર્ટીના સુપ્રીમો અખિલેશ યાદવે વચન આપ્યું કે યુપીમાં સરકાર બનશે તો 10 રૂપિયામાં સમાજવાદી થાળી આપીશું. આ થાળીમાં પૌષ્ટીક આહાર હશે. આ ઉપરાંત આજે ફરીથી પોતાના ચૂંટણી વચનો યાદ અપાવ્યા. તેમણે કહ્યું કે યુપીમાં સરકાર બનશે તો 300 યુનિટ વીજળી મફત આપવામાં આવશે. આ ઉપરાંત સમાજવાદી પેન્શન પણ શરૂ કરવામાં આવશે. 


Knowledge News: રાણી, મહારાણી અને પટરાણીમાં શું છે ફરક? ખાસ જાણો જવાબ


સમાજવાદી પાર્ટીના સુપ્રીમો અખિલેશ યાદવે કહ્યું કે ભાજપે ખેડૂતોનું અપમાન કર્યું. તેઓ કહે છે કે 80 કરોડ લોકોને રાશન આપી રહ્યા છીએ પરંતુ એ નથી કહેતા કે 80 કરોડ લોકોને બેરોજગાર કરી નાખ્યા. 


અખિલેશ યાદવે કહ્યું કે સરકાર બનશે તો ગાઝિયાબાદમાં એવી સફાઈ વ્યવસ્થા કરાવીશું કે દિલ્હીમાં પણ એવી સફાઈ નહીં હોય. સમાજવાદી પાર્ટીએ મેટ્રો માટે જેટલું કામ કર્યું એટલું કોઈએ નથી કર્યું. 


ચૂંટણી પહેલા સંયુક્ત કિસાન મોરચાએ કરી મોટી જાહેરાત, જાણો હવે શું છે પ્લાન?


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube