Knowledge News: રાણી, મહારાણી અને પટરાણીમાં શું છે ફરક? ખાસ જાણો જવાબ
આખરે રાણી, મહારાણી અને પટરાણીમાં શું અંતર હોય છે? જાણો જવાબ.
Trending Photos
નવી દિલ્હી: તમે રાજા મહારાજાઓ સંલગ્ન હિન્દી ફિલ્મોમાં કે ટીવી સિરિયલ્સમાં છાશવારે જોયું હશે કે રાજાઓ પોતાની પત્નીઓને અલગ અલગ નામથી બોલાવે છે. જેમ કે કોઈને રાણી તો કોઈને મહારાણી અને અનેકવાર પટરાણી શબ્દ પણ સાંભળવા મળે છે. આવામાં સવાલ એ થાય કે રાજા આ ત્રણ શબ્દોનો ઉપયોગ કોના માટે કરે છે અને આખરે રાણી, મહારાણી અને પટરાણીમાં શું અંતર હોય છે?
કોણ હોય છે રાણી?
એ વાત તો બધાને ખબર છે કે કોઈ પણ રાજ્યના રાજાની પત્નીને રાણી કહે છે. એક રાજા જો અનેકવાર લગ્ન કરે તો તેમની બધી પત્નીઓને રાણી કહેશે. બીજી બાજુ જો રાજ્યમાં અનેક રાજા હોય તો તે તમામની પત્નીઓને પણ રાણી જ કહેવાશે.
કોણ હોય છે મહારાણી?
જે પ્રકારે રાજા અને મહારાજામાં અંતર હોય છે તે જ રીતે રાણી અને મહારાણીમાં પણ અંતર હોય છે. એક રાજ્યમાં અનેક રાજા હોઈ શકે છે પરંતુ ત્યાં મહારાજા એક જ હશે જેના હાથમાં તમામ નિર્ણય લેવાના અધિકાર હશે તે મહારાજા. આવામાં મહારાણી શબ્દ પણ તે મહિલાઓ માટે વપરાય છે જે કોઈ સમ્રાટ રાજા કે મહારાજાની પત્ની હશે. જો મહારાજાએ પણ અનેકવાર લગ્ન કર્યા હશે તો તે તમામની પત્નીઓને મહારાણી જ કહેવાય. અત્રે જણાવવાનું કે કોઈ પણ રાજ્યમાં મહારાજા એક જ હોય છે જેને સમ્રાટ પણ કહેવાય છે.
કોણ હોય છે પટરાણી?
હવે વાત આવે છે પટરાણીની. અત્રે જણાવવાનું કે પહેલા એક રાજાના અનેકવાર લગ્ન થતા હતા. આવામાં તેમની તમામ પત્નીઓ રાણી કહેવાતી હતી. પરંતુ કોઈ રાજા કે મહારાજાની સૌથી ખાસ પત્ની કે જેના પ્રત્યે વધુ લગાવ હોય કે સંબંધ વધુ હોય તો તેમને પટરાણી કહેતા. આ ઉપરાંત અનેક લોકો તેને સિંહાસન સાથે પણ જોડે છે. એટલે કે રાજાની જે પત્ની તેની સાથે સિંહાસન પર બેસે તેને પટરાણી કહીને બોલાવવામાં આવે છે. કોઈ પણ રાજ્યમાં રાજા કે મહારાજાની પટરાણી પણ એક જ હોય છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે