લખનઉ: સમાજવાદી પાર્ટીના ચીફ અને ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવે 5 રાજ્યોના ચૂંટણીના જે પ્રકારે ટ્રેન્ડ આવી રહ્યાં છે તેને લઈને ભાજપ પર કટાક્ષ કર્યો છે. તેમણે લોકસભા ચૂંટણીને લઈને તમામ વિપક્ષી દળોના મહાગઠબંધનને લઈને પણ સકારાત્મક વલણ રજુ કર્યું છે. અખિલેશ યાદવે પોતાન ટ્વિટર હેન્ડલ પર આજે સવારે ટ્વિટ કરીને લખ્યું કે જ્યારે એક અને એક મળીને બનશે 11...ત્યારે મોટા મોટા લોકોની સત્તા થઈ જશે 'નૌ દો ગ્યારહ'.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તેમની આ ટ્વિટ રાજસ્થાન, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, મિઝોરમ અને તેલંગણાના ચૂંટણી પરિણામોના પ્રાથમિક ટ્રેન્ડને લઈને આવ્યો છે. પ્રાથમિક ટ્રેન્ડમાં રાજસ્થાનમાં કોંગ્રેસને સારી લીડ મળી છે. મધ્ય પ્રદેશ, છત્તીગઢમાં પણ કોંગ્રેસનું સારું પ્રદર્શન છે. આ ટ્રેન્ડને લઈને અખિલેશ યાદવે ટ્વિટ કરી છે. જો કે અભિલેશ યાદવ તમામ વિપક્ષી દળોના મહાગઠબંધનની વાત કરે છે તો કોંગ્રેસ અને બીએસપીને લઈને તેઓ ખુબ અસમંજસની સ્થિતિમાં જોવા મળે છે. કારણ કે યુપી વિધાનસભા ચૂંટણીમાં તેઓ કોંગ્રેસના સાથી બનીને ઊભર્યા હતાં પરંતુ દેશના બે યુવાઓનું ગઠબંધન કોઈ કમાલ બતાવી શક્યુ નહતું અને સમાજવાદી પાર્ટી સત્તામાંથી બહાર થઈ ગઈ.


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...