લખનઉ : લોકસભા ચૂંટણી 2019 (LokSabha Elections 2019) માં મળેલા પરાજયનાં કારણોનુ મંથન શોધી રહેલા સપા અધ્યક્ષ અખિલેશ યાદવ ((Akhilesh Yadav) એ સોમવારે પણ હારેલા ઉમેદવારો, તેનાં પોલિંગ એજન્ટો અને કાર્યકર્તાઓ સાથે મુલાકાત કરી. સપાના રાષ્ટ્રીય પ્રવક્તા રાજેન્દ્ર ચૌધરીએ જણાવ્યું કે, પાર્ટી અધ્યક્ષ અખિલેશ છેલ્લા ઘણા દિવસોથીચાલી રહેલા સિલસિલામાં આજે પણ અલગ અલગ લોગસભા ક્ષેત્રોમાં મુલાકાત કરીને લોકસભા ચૂંટણીના પરિણામો મુદ્દે તેમનો પક્ષ જાણ્યો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પરાજય બાદ કોંગ્રેસમાં રાજીનામાઓની મોસમ: 13 મોટા માથાઓની રજુઆત
બીજી તરફ સમાજવાદી પાર્ટીમાં મોટા પરિવર્તનના સંકેત મળી રહ્યા છે. આ બેઠકમાં સપા સંરક્ષણ મુલાયમ સિંહ યાદવ પણ હાજર રહ્યા હતા. સમાચાર છે કે મુલાયમ સિંહ યાદવે પાર્ટી પદાધિકારીઓને બેદરકાર અને જનતાની નસ પકડવામાં નિષ્ફળ રહેવા માટે ઝાટકણી કાઢી. પદાધિકારીઓની ઝાટકણી બાદ મુલાયમ સિંહ યાદવ સાથે પણ અલગથી ચર્ચા કરી. ત્યાર બાદ અખિલેશ યાદવે પાર્ટીનાં પદાધિકારીઓને વાત કરી હારના કારણોનો સંપુર્ણ અહેવાલ માંગ્યો છે. સમાચાર છે કે આ રિપોર્ટ બાદ જ કાર્યવાહી થશે. 


RJDમાં તેજસ્વીના વિરોધી સૂર, વંશવાદથી રાજનીતિ જનતા-પક્ષ બંન્ને પરેશાન
વિમાનોને રનવે સુધી પહોંચાડવા વિશ્વમાં પહેલીવાર દિલ્હીમાં ટેક્સી વોટનો ઉપયોગ
સુત્રો અનુસાર અખિલેશ યાદવ સંગઠનમાં આમુલ પરિવર્તન કરવાનાં મુડમાં છે. મળતી માહિતી અનુસાર હારથી ખફા અખિલેશ યાદવ પાર્ટીના યૂથ વિંગમાં પણ કેટલાક નેતાઓની હકાલપટ્ટી કરી શકે છે. ઝડપથી નવા પ્રભારીઓ, સંગઠન અધિકારીઓની નિયુક્તિઓ કરવામાં આવી શકે છે. અખિલેશે હાલમાં જ  પોતાની પાર્ટીના પ્રવક્તાને પનલને બર્ખાસ્ત કરી દીધી હતી અને કોઇ પણ ટીવી ડિબેટ્સમાં ભાગ નહી લેવા જણાવ્યું હતું. બેઠકમાં ચર્ચા ચાલી રહી છે કે પ્રદેશ અધ્યક્ષ નરેશ ઉત્તમને હટાવવામાં આવી શકે છે. તેમના બદલે ઓમપ્રકાશને પ્રદેશ અધ્યક્ષ બનાવવાની ચર્ચા ચાલી રહી છે જો કે અખિલેશે આ મુદ્દે કોઇ નિર્ણય નથી લીધો. 


પઠાણકોટ રેલવે સ્ટેશન પર ISIની નજર, બ્લાસ્ટ કરવાનો હતો પ્લાનિંગ: સૂત્ર
અખિલેશે કાર્યકર્તાઓને જણાવ્યું કે તેઓ લોકસભા ચૂંટણીમાં મળેપા પરાજયથી ગભરાવાનાં બદલે જમીની સ્તર પર સંગઠનને મજબુત બનાવવા અને વર્ષ 2022માં થનારા પ્રદેશ વિધાનસભા ચૂંટણીની તૈયારી કરે. આ સવાલ અંગે કે  લોકસભા ચૂંટણીમાં મળેલા પરાજય બાદ સપા સંસ્થાપક મુલાયમ સિંહ યાદવ  સાથે અખિલેશની કોઇ વાતચીત થઇ છે, ચોધીએ કહ્યું કે, એવી કોઇ જ વાતચીત નથી થઇ. 


રામ મંદિરનું કામ કરવાનું છે અને તે થઇને રહશે: RSS પ્રમુખ મોહન ભાગવત
બસપા સાથે ગઠબંધનથી થયેલા નફા નુકસાન અંગે પણ સપામાં કોઇ ચર્ચા થવા અંગે પુછવામાં આવતા ચૌધરીએ તેનો પણ ઇન્કાર કર્યો. ઉલ્લેખનીય છે કે, બસપા અને રાલોદ ગઠબંધન કરીને લોકસભા ચૂંટણીમાં ઉતરેલી સપાને ખાસ નુકસાન થયું છે. તેનો મત્ત ટકાવારી વર્ષ 2014ની તુલનાએ પાંચ ટકા જેટલી ઘટી છે.  પાંચ  સીટો મળી શકી, પરંતુ તેણે ક્ન્નોજ, બદાયુ અને ફિરોઝાબાદની પોતાની ગઢવાળી સીટો ગુમાવવી પડી હતી.